બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Mandira Bedi was trolled on social media for lip surgery, now gave a reply

મનોરંજન / લિપ સર્જરીને લઈ મંદિરા બેદી સોશ્યલ મીડિયા પર થઈ ટ્રોલ, હવે આપ્યો જડબાતોડ જવાબ

Megha

Last Updated: 10:45 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિરા બેદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, એવામાં હાલ અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને યુઝર્સ કહી રહ્યા છે કે મંદિરાએ લિપ સર્જરી કરાવી છે.

અભિનેત્રી અને ફેશન ડિઝાઇનર મંદિરા બેદી આ દિવસોમાં ભલે સ્ક્રીન પર જોવા ન મળે, પરંતુ મંદિરા બેદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેનો લુક અને સ્ટાઈલ લોકોના દિલ જીતી લે છે. 51 વર્ષીય અભિનેત્રી બે બાળકોની માતા છે, તેમ છતાં તેની ફિટનેસની કોઈ સરખામણી નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mandira Bedi (@mandirabedi)

મંદિરા બેદીની તસવીરો એ વાતનો પુરાવો છે કે તે કેટલી સ્વસ્થ છે, પરંતુ હાલમાં જ મંદિરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંદિરાનો ચહેરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અભિનેત્રી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો દ્વારા ફિટનેસ ટિપ્સ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ મંદિરાએ વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે લોકો વૃદ્ધાવસ્થામાં પણ કેવી રીતે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે અને તેઓએ પોતાને કેવી રીતે સ્વસ્થ અને ફિટ રાખવા જોઈએ? પરંતુ આ વીડિયોમાં મંદિરાનો ચહેરો થોડો અલગ જ દેખાઈ રહ્યો હતો. તેનો અલગ ચહેરો જોઈને કેટલાક યુઝર્સે વિચાર્યું કે મંદિરાએ લિપ સર્જરી કરાવી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mandira Bedi (@mandirabedi)

આ વાતને લઈને મંદિરા બેદીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે પણ હવે અભિનેત્રીએ ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે. મંદિરા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દરેક એંગલથી પોતાનો ચહેરો બતાવતી જોવા મળી રહી છે. આને શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'હવે મેં તમામ એંગલથી પોઝ આપ્યો છે. આ ફિલ્ટર્સ છે, ફિલર્સ નહીં...' આ પોસ્ટ શેર કરતી વખતે તેણે એક ગીત પણ ઉમેર્યું છે. ગીતનું નામ છે 'કુછ તો લોગ કહેંગે લોગ કા કામ હૈ કહેના'.

વધુ વાંચો: 10 એપ્રિલે નહીં હવે આ દિવસે રીલીઝ થશે 'Maidaan' અને 'Bade Miyan Chote Miyan' ફિલ્મ, મેકર્સે જણાવી નવી તારીખ 

મંદિરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વાયરલ પોસ્ટ પર તેના ઘણા ફેન્સ તેને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. જાણીતું છે કે અભિનેત્રી મંદિરા બેદી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તી છે અને તેણી એ ઘણા શોમાં કામ કર્યું છે. મંદિરા બેદીને 90ના દાયકામાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં પણ દર્શકોએ જોઈ હતી. આ ફિલ્મ આજે પણ લોકોના મનમાં ઘર બનાવીને રહે છે અને લોકો મંદિરા બેદીના પાત્રને પણ યાદ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ