બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Man who urinated on woman in Air India flight fired, lookout notice issued

એક્શન / એર ઈન્ડિયાની ફલાઈટમાં મહિલા ઉપર પેશાબ કરનાર શખ્સ નોકરીમાંથી બરખાસ્ત, લુકઆઉટ નોટિસ જારી

Vishal Khamar

Last Updated: 07:59 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે 26મી નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમની કંપની વેલ્સ ફાર્ગોએ કંપનીમાંથી કાઢી મુક્યા છે.

  • 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલ ફલાઈટમાં બની ઘટના
  • મુસાફરી કરી રહેલ વ્યક્તિએ મહિલા પર કર્યો પેશાબ
  • DGCAએ કડકાઈ દાખવતા એર ઈન્ડિયાને પણ આ મામલે નોટિસ પાઠવી 

 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. આ પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં શંકર મિશ્રાએ એક મહિલા પર પેશાબ કર્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવી શરમજનક ઘટનાનો મામલો સામે આવ્યા બાદ DGCAએ કડકાઈ દાખવતા એર ઈન્ડિયાને પણ આ મામલે નોટિસ પાઠવી હતી. 

ગયા વર્ષે 26મી નવેમ્બરે ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશાની હાલતમાં મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમની કંપની વેલ્સ ફાર્ગોએ તેમને કંપનીમાંથી કાઢી મુક્યા છે. 

અમને આ આરોપી ખૂબ જ ગંભીર લાગ્યાઃવેલ્સ ફાર્ગો 
કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે વેલ્સ ફાર્ગો અપેક્ષા રાખે છે કે તેના કર્મચારીઓ વ્યવસાયિક અને વ્યક્તિગત રીતે વર્તે. અમને આ આરોપો ખૂબ જ ગંભીર લાગ્યા. આ વ્યક્તિને વેલ્સ ફાર્ગોમાંથી છુટો કરવામાં આવ્યો છે. અમે આ મામલે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. 

શંકર મિશ્રા ફરાર છે
ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રા ફરાર છે. તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. દિલ્હી પોલીસે તેની શોધમાં અનેક ટીમો મુંબઈ મોકલી છે. પરંતુ તે ત્યાં નથી. દિલ્હી પોલીસની ઘણી ટીમો તેને શોધી રહી છે. આવી સ્થિતિમાં શંકર મિશ્રાના મોબાઈલનું છેલ્લું લોકેશન બેંગલુરુમાં મળી આવ્યું છે. 

દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે 3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનો મોબાઈલ ફોન બેંગલુરુમાં એક્ટિવ હતો. પરંતુ ત્યારપછી તેનો ફોન સ્વીચ ઓફ છે.

પોલીસનું કહેવું છે કે શંકર મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આ દરમિયાન દિલ્હી પોલીસે મિશ્રાના પરિવારજનોનો સંપર્ક કરી તેમની સાથે વાત કરી હતી. પરંતુ પરિવારજનો પણ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે શંકર મિશ્રાની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. 

શું છે મામલો?
26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. આ પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં શંકર મિશ્રાએ એક મહિલા પર પેશાબ કર્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવી શરમજનક ઘટનાનો મામલો સામે આવ્યા બાદ DGCAએ કડકાઈ દાખવતા એર ઈન્ડિયાને પણ આ મામલે નોટિસ પાઠવી હતી. 

આ પહેલા ગુરુવારે એર ઈન્ડિયાએ DGCAને એક રિપોર્ટ પણ સુપ્રત કર્યો હતો, જેમાં એરલાઈન્સે સ્પષ્ટતા કરી હતી કે ઘટનાના એક મહિનાથી વધુ સમય પછી પણ ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી.

મુંબઈના રહેવાસી શંકર મિશ્રા વેલ્સ ફાર્ગો કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ હતા. આ કંપની અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા નિગમ સાથે સંકળાયેલી છે. દિલ્હી પોલીસે મિશ્રા વિરુદ્ધ જાતીય સતામણી અને અશ્લીલતાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. 

એર ઈન્ડિયાએ મિશ્રા પર 30 દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો. એર ઈન્ડિયાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. જો કે, મામલો ઉગ્ર બન્યા બાદ મિશ્રા ધરપકડથી બચવા માટે મુંબઈ ભાગી ગયો હતો. દરમિયાન દિલ્હી પોલીસે તેને પકડવા માટે ટીમો બનાવી છે. 

એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં વારંવાર બનતી આવી ઘટનાઓ પર કડકાઈ બતાવતા એરલાઈનના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને પ્લેનમાં કોઈપણ અયોગ્ય વર્તનની તાત્કાલિક જાણ કરવા સૂચના આપી છે. 

તેણે કહ્યું છે કે સ્પષ્ટપણે કેટલાક પાઠ છે જે આપણે શીખી શકીએ અને શીખવા જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે જો અમારા પ્લેનમાં કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન જોવા મળે છે, તો અમારે શક્ય તેટલી વહેલી તકે અધિકારીઓને તેની જાણ કરવી જોઈએ. ભલે એવું લાગે કે કેસ સાથે સંકળાયેલા પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું છે.

તેમણે કહ્યું કે આપણે આપણા વિમાનમાં અપેક્ષિત વર્તનના ધોરણો વિશે પણ સ્પષ્ટ હોવું જોઈએ અને આ ધોરણોનું પાલન ન કરનારાઓ સામે નિર્ણાયક અને સમયસર પગલાં લેવા જોઈએ. જો કે એવા ઘણા કિસ્સાઓ છે જેમાં અમે લોકો સામે કાર્યવાહિ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ