બ્રેકિંગ ન્યુઝ

logo
logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન, તો ગુજરાતમાં 47 ટકા વોટિંગ

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

VTV / Man Arrested For Brutally Attacking Live-In Partner In Delhi

પ્રેમસંબંધનો અંત / 'બીજે સંબંધ રાખે છે', પતિથી અલગ રહીને પ્રેમમાં પડી, લિવ ઈન પાર્ટનરે ગળું કાપતાં આવ્યાં 850 ટાંકા

Hiralal

Last Updated: 04:07 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં એક યુવાને વહેમાઈને તેની લિવ ઈન પાર્ટનરનું ગળું કાપ્યું હતું. પ્રેમીના એટેકનો ભોગ બનેલી મહિલાને 850થી વધુ ટાંકા આવ્યાં હતા.

  • દિલ્હીમાં પ્રેમ સંબંધોમાં લોહિયાળ અંતનો ખૌફનાક કિસ્સો
  • પ્રેમીએ લિવ ઈન પાર્ટનરનું ગળું કાપ્યું
  • મહિલાને આવ્યાં 850થી વધુ ટાંકા

રાજધાની દિલ્હીમાં પ્રેમ સંબંધોમાં લોહિયાળ અંતનો ખૌફનાક કિસ્સો બન્યો છે. અહીં હેવાન બનેલા એક માથાફરેલી પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરના શરીરને ચાકૂથી એવી રીતે ચીર્યું કે તેની હાલત જોઈને ડોક્ટરો અને પોલીસ પણ કંપી ગયા હતા. મહિલાને ગંભીર હાલતમાં હિન્દુ રાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનો જીવ બચાવવા માટે તેને 850થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. 

કોણ છે આરોપી 
આરોપી રિંકુ મૂળ યુપીના અલીગઢનો રહેવાશી છે. તેની ઉંમર 27 વર્ષની છે. રિંકૂ પતિથી અલગ રહેતી મહિલાના પ્રેમમાં પડ્યો હતો પરંતુ થોડા સમય પછી તે મહિલા પર વહેમાવા લાગ્યો હતો અને તેને લાગ્યું કે તેની પાર્ટનર બીજે ક્યાંક સંબંધ રાખે છે. લિવ ઈન પાર્ટનર પર આવો એટેક કરીને આરોપી ગુજરાત ભાગી ગયો હતો અને તે તેના ફ્રેન્ડને છુપાઈને રહેવા લાગ્યો હતો. 

આરોપી ગુજરાતના શાપરમાંથી ઝડપાયો 
દિલ્હીના કમલા નગરના જવાહર નગરના રહેવાસી ભરત કે જે મહિલાનો ભાઈ છે, તેણે પોલીસમાં લખાવેલી ફરિયાદમાંકહ્યું કે 2011માં તેની બહેનનો લગ્ન થયા હતા 
પરંતુ કેટલાક વિવાદોને કારણે આ કપલ અલગ રહેવા લાગ્યું હતું. આ પછી મહિલા જવાહર નગરમાં રહેવા લાગી હતી. છ-સાત વર્ષ પહેલા ભરતની બહેનને કમલા નગરમાં જૂતાની દુકાનમાં કામ કરતા રિંકુ નામના યુવક સાથે પ્રેમ થયો હતો. આ પછી બંને લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા હતા. જોકે થોડા સમય બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેથી મહિલા રિંકુ છોડીને કમલા નગરમાં પીજીમાં રહેવા લાગી હતી. કપલના છૂટા પડવાનું મૂળ કારણ પાર્ટનરનો વહેમ હતો. પ્રેમી તેની લિવ ઈન પાર્ટનર પર વહેમાતો હતો. અને એક દિવસ બન્ને વચ્ચે ખૂબ ઝગડો થયો અને આથી ઉશ્કેરાઈને તેણે છરીથી મહિલાના ગળા પર ઘા કર્યા, જેમાં તેને 850 ટાંકા આવ્યાં હતા. આરોપી ત્યારથી ફરાર હતો, પરંતુ તે તેની સાથે કામ કરતા લોકોના જુદા જુદા નંબરના તેના નજીકના સંબંધીઓ સાથે વાત કરતો હતો. આરોપીનું લોકેશન ગુજરાતના શાપર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મળી આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પછી દિલ્હી પોલીસની ટીમે છાપો મારીને તેને પકડી લીધો હતો. યાદવના જણાવ્યા અનુસાર રિંકુએ આ કેસમાં પોતાની સંડોવણીની કબૂલાત કરી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ