બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Mama, who lives in Vadaj, Ahmedabad, created a fake account for her niece and made dirty comments

કળિયુગ / અમદાવાદમાં મામાએ જ પરણિત ભાણીનું ફેક એકાઉન્ટ બનાવી કર્યું એવું કાળું કામ, પોલીસે કરી ધરપકડ

Vishnu

Last Updated: 08:07 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વટવામાં મામાએ પોતાની જ પરણિત ભાણીનું ફેક અકાઉન્ટ બનાવ્યું હતું, ફોટા પર બિભત્સ લખાણ અને નંબર પોસ્ટ કર્યો

  • અમદાવાદમાં મામાએ સંબંધ લજવ્યા
  • ભાણીને બદનામ કરવા બનાવ્યું ફેક અકાઉન્ટ
  • ફોટો પર બિભત્સ લખાણ લખી નંબર કર્યો પોસ્ટ

ભાણીને બદનામ કરવા સોશ્યલ મીડિયા પર ફેક આઈડી બનાવી બીભત્સ પોસ્ટ કરનાર મામો ઝડપાયો. આરોપીની માનસિક પરિસ્થિતિ સ્વસ્થ ન હોવાથી આ કૃત્ય કર્યું હોવાની આરોપીએ કરી કબૂલાત

મામાએ પરણિત ભાણીને બદનામ કરવા રચ્યું કાવતરું
દ્રશ્યોમાં દેખાતો આ આરોપી હાલ વટવા પોલીસની કસ્ટડીમાં છે.આરોપીએ તેની જ પરિણીત ભાણી ના નામની ફોટો વાળી એક પોસ્ટ કરી હતી.જેમાં તેને બીભત્સ લખાણ લખ્યું હતું.જેના લીધે મહિલાને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.આખરે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે આરોપીની મામાની ધરપકડ કરી.અને પૂછપરછ કરી તો સામે આવ્યું કે આરોપી માનસિક અસ્વસ્થ છે અને તેના લીધે જ તેણે આવી હરક્ત ને અંજામ આપ્યો.

ભાણીને અનેક ફોન કોલ્સ આવ્યા, ફરિયાદ થતાં મામો ઝડપાયો
આરોપીએ મહિલાના નામ અને નંબર સાથે પોસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે. જેના લીધે આરોપીની ભાણીને અનેક ફોન કોલ્સ આવ્યા અને બાદમાં તેને આ ઘટનાની જાણ થઈ હતી. જેથી તેણે ફરિયાદ કરી અને પોલીસ આરોપી સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીડિત મહિલાએ આરોપીને પોલીસ સ્ટેશનમાં જોયો ત્યારે હેરાન થઈ ગઈ. કારણ કે આરોપી તેનો મામા નીકળ્યો.વટવા પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. 

આરોપીએ કૃત્ય કર્યાનું સ્વીકાર્યું
આરોપી એમ્બ્રોડરી નું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ કૃત્ય કરવા પાછળનું ચોક્કસ કારણ નથી સામે આવ્યું. ત્યારે આવા માનસિક અસ્વસ્થ આરોપીને વટવા પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. તપાસમાં આરોપીએ માનસિક સ્થિતિ સારી ન હોવાથી કૃત્ય કર્યાનું સ્વીકાર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ