ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8માં પગાર પંચને લઈ આવતા મહિને મુંબઈ અને બેંગલુરુમાં મળશે મહત્વની બેઠકો, જાણો તમામ માહિતી

photo-story

4 ફોટો ગેલેરી

8th Pay Commission / 8માં પગાર પંચને લઈ આવતા મહિને મુંબઈ અને બેંગલુરુમાં મળશે મહત્વની બેઠકો, જાણો તમામ માહિતી

Last Updated: 07:27 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8માં પગાર પંચ નવી ભલામણો તૈયાર કરવાના ભાગરૂપે ઓક્ટોબર મહિનામાં બેંગલુરુમાં 7-8 ઓક્ટોબર અને મુંબઈમાં 22-23 ઓક્ટોબરરે કર્મચારી સંગઠનો સાથે મહત્વની બેઠકો યોજશે.

1/4

photoStories-logo

1. 8મુ પગાર પંચ

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની કામગીરીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં નવા પગાર ધોરણ, ભથ્થાં અને પેન્શન સુધારણા માટે ભલામણો તૈયાર કરી રહેલી પંચની ટીમ દેશના વિવિધ ભાગોમાં જઈને સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ઓક્ટોબર મહિનામાં બેંગલુરુ અને મુંબઈ ખાતે કર્મચારી યુનિયનો તથા પેન્શનર એસોસિએશન્સ સાથે બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. બેંગલુરુ અને મુંબઈ મુલાકાતનું શિડ્યુલ

જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષપદ હેઠળનું 3 સભ્યોનું પગાર પંચ સંબંધિત મંડળો સાથે સીધો સંવાદ સાધી રહ્યું છે. જેમાં બેંગલુરુની મીટીંગમાં પંચની ટીમ 7 અને 8 ઓક્ટોબરે બેંગલુરુ ખાતે કર્મચારી પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરશે. તો ત્યારબાદ 22 અને 23 ઓક્ટોબરે મુંબઈ ખાતે મુલાકાત ગોઠવવામાં આવી છે. મુંબઈમાં રજૂઆત કરવા ઈચ્છતા માન્ય કર્મચારી સંગઠનો માટે 10 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની સમયસીમા રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. કર્મચારી યુનિયનોની મુખ્ય માંગણીઓ

આ બેઠકો દરમિયાન કર્મચારી સંગઠનો પગાર અને પેન્શન વધારાને લઈને પોતાના પ્રસ્તાવો મૂકશે. જેમાં કર્મચારી મંડળો દ્વારા ફિટમેન્ટ ફેક્ટર 3.83 થી 4.00 સુધી રાખવાની જોરદાર માંગ કરવામાં આવી રહી છે. હાલના મૂળ પગારમાં મોટો વધારો કરીને ન્યૂનતમ બેઝિક પે 69,000 થી 72,000 રૂપિયા સુધી નક્કી કરવાનો પ્રસ્તાવ છે. આ સિવાય હાલના 3% વાર્ષિક ઈન્ક્રીમેન્ટના દરને વધારીને 6% કરવાની માંગ પણ કર્મચારી સંગઠનોએ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. રિપોર્ટ અને આગળની પ્રક્રિયા

અગાઉ આ પંચે દિલ્હી, લદ્દાખ, ચંડીગઢ, ચેન્નાઈ અને જયપુર જેવા વિસ્તારોમાં બેઠકો પૂર્ણ કરી લીધી છે. જેમાં નવેમ્બર 2025માં ગઠિત થયેલા આ પંચને તેની આખરી ભલામણો સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જે મે-જૂન 2027 સુધીમાં પૂરૂ થશે. હાલમાં યોજાઈ રહેલી બેઠકો એ કર્મચારીઓનો પક્ષ જાણવાનો એક ભાગ છે અને તેના આધારે પંચ તેની અંતિમ ભલામણો તૈયાર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Annual Increment 8th Pay Commission revision meetings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ