બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Major tragedy in Tajia in Dhoraji: Total 24 people electrocuted, two dead, officials including DySP running

દુઃખદ / ધોરાજીમાં તાજિયામાં મોટી દુર્ઘટના: કુલ 24 લોકોને લાગ્યો કરંટ, બેના નિધન, DySP સહિતના અધિકારીઓ થયા દોડતા

Vishal Khamar

Last Updated: 06:01 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીમાં તાજીયા સરઘસ દરમ્યાન વીજ કરંટ લાગતા 2 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 24 લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ તેમજ વીજ કંપનીની ટીમો તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા.

  • ધોરાજીમાં તાજીયા સરઘસમાં વીજ કરંટ લાગતા નાસભાગ
  • વીજ કરંટથી 2 નાં મૃત્યું જ્યારે 24 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
  • ઘટનાની જાણ થતા પોલીસ તેમજ વીજ કંપનીન ટીમ ઘટના સ્થળે પહોંચી

 આજે મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર તહેવાર મોહરમની સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ધોરાજીમાં અચાનક તાજીયામાં વીજ કરંટ લાગતા 2 લોકોનાં મૃત્યું થયા હતા. રસુલપુરા વિસ્તારમાં સરઘસ દરમ્યાન 24 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાં સર્જાતા સમગ્ર વિસ્તારમાં દોડાદોડ મચી જવા પામી હતી. ત્યારે તાત્કાલીક તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ ડીવાયએસપી, પોલીસ તેમજ વીજ કંપનીની ટીમ ઘટનાં સ્થળે પહોંચી હતી. ત્યારે અચાનક જ સર્જાયેલ આ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યું થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. 

 

ઈજાગ્રસ્તોનો તમામ ખર્ચો ટ્રસ્ટ બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવશેઃ અફરોજભાઈ
આ બાબતે મુસ્લિમ સમાજનાં આગેવાન અફરોજભાઈએ જણાવ્યું હતું કે આજે ધોરાજી ખાતે મોહરમ પ્રસંગે એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં બે લોકોનાં મૃત્યું થયા છે જ્યારે 24 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આજે ધોરાજીમાં બઉ મોટો ગમખ્વાર અકસ્માત બન્યો છે. ત્યારે તાજીયા કમિટી તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે ક્યાં પણ ઢોલ ત્રાસ વાગશે નહી. તેમજ એમ.એમ.એ ટ્રસ્ટ બોર્ડે તેમજ તેલી હોસ્પિટલ ટ્રસ્ટ બોર્ડ તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે આ ગમખ્વાર બનાવમાં જે લોકો ઈજાગ્રસ્ત છે તેઓને વધુ સારવાર અર્થે જ્યાં પણ ખસેડવામાં આવશે જેનો તમામ ખર્ચો ટ્રસ્ટ બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવશે.

હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોનાં પરિવારજનો ઉમટ્યા

અચાનક જ વીજ કરંટ લાગતા બે લોકોનાં મૃત્યું થયા, જ્યારે 24 લોકો સારવાર હેઠળઃ રાજકોટ ગ્રામ્ય એસપી
આ બાબતે રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાનાં ધોરાજી ખાતે તાજીયાનો જે માતમ ચાલતો હતો. જેમાં તેઓ તાજીયા લઈને બહાર નીકળતા હતા. ત્યારે અચાનક જ વીજ કરંટ લાગતા બે લોકોનાં ઘટનાં સ્થળે જ મૃત્યું થયા હતા. જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ