બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major negligence of administration amid preparations for Bhadravi Poonam fair in Ambaji

યાત્રાધામમાં પોલમપોલ! / શું પાણીમાં તો કંઇ ડામર ચોંટતો હશે? ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ વચ્ચે અંબાજીમાં સામે આવી તંત્રની ગંભીર બેદરકારી

Malay

Last Updated: 03:34 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji News: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ વચ્ચે તંત્રની મોટી બેદરકારી, રોડ પર પાણી ભરેલા ખાડામાં ડામર ઠાલવતા ઉઠ્યા અનેક સવાલો.

  • અંબાજીમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી
  • ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ વચ્ચે બેદરકારી
  • રોડ પર પાણીમાં ડામર ઠાલવ્યો
  • વરસાદમાં થીગડા મારેલો રોડ ટકશે? 

ભાદરવી પૂનમ મહામેળો અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી પહોંચતા હોય છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેથી ભાદરવી પૂનમના મેળાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ વચ્ચે તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. અંબાજીમાં મેળાની તૈયારીના ભાગરૂપે તંત્ર નાટક કરતું હોય તેવો ઘાટ જોવા મળ્યો છે.

ખાડા બૂરવાની કામગીરીમાં પણ વેઠ ઉતારાયો
અંબાજીમાં રોડ પર પડી ગયેલા ખાડાને ભરવાની કામગીરી હાથ ધરાઈ છે. એટલે કે ખાડા પર ડામરના થીગડા મારવામાં આવી રહ્યા છે. તંત્રએ રસ્તો બનાવવાને બદલે ડામરના થીગડા મારીને સંતોષ માની લીધો છે. એટલું જ નહીં અંબાજીમાં રોડ પર ખાડા બૂરવાની કામગીરીમાં પણ વેઠ ઉતારવામાં આવ્યો છે. રસ્તા પર પાણી ભરેલા ખાડામાં ડામર ઠાલવતા અનેક સવાલો ઉઠ્યા છે. પાણીમાં ડામર નાખતા ડામર રોડ પર ચોટશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. 

રસ્તા પર પાણી ભરેલું હોવા છતાં પાથરી દીધો ડામર
આપને જણાવી દઈએ કે, આગામી 23થી 29 સપ્ટેમ્બર સુધી આ રસ્તાઓ પરથી લાખો લોકો પસાર થવાના છે. ત્યારે આ થીગડા મારેલો રોડ ભાદરવી પૂનમ સુધી ટકશે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. કારણ કે કામદારો દ્વારા રોડ પર પાણી ભરેલું હોવા છતાં ડામર પાથરી દેવામાં આવ્યો છે. રસ્તા પરના ખાડા ભરવામાં વેઠ વારવામાં આવ્યો છે.  જ્યાં પાણીનો મોટો ખાડો ભરાયેલો હતો, તેમાંથી પાણી કાઢીને પછી તેમાં ડામર નાખવાને બદલે પાણીમાં જ ડાયરેક્ટ ડમ્પરથી ડામર ઠાલવવામાં આવ્યો. ત્યારે પાણીમાં ડામર નાખતા ડામર રોડ પર ચોટશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. 

સળગતા સવાલ
- અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં કેમ બેદરકારી?
- પ્રજાના ટેક્સના પૈસા કેમ વેડફાય છે?
- બેજવાબદાર લોકો સામે ક્યારે થશે કાર્યવાહી?
- પાણીમાં ડામર કેવી રીતે ચોટશે?
- વરસાદમાં થીગડા મારેલો રોડ કેવી રીતે ટકશે? 
- ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ વચ્ચે બેદરકારી કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ