બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / વડોદરા / Major academic crisis facing Vadodara MS University

વડોદરા / MS યુનિવર્સિટીમાં દોઢ વર્ષથી ભરતી જ નહીં! ઊભું થયું શૈક્ષણિક સંકટ, રેન્કિંગ પર થઇ શકે છે ગંભીર અસર

Malay

Last Updated: 03:41 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની આગવી શૈક્ષણિક પદ્ધતિ માટે વિશ્વમાં વિખ્યાત બનેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માથે હાલ સૌથી મોટું શૈક્ષણિક સંકટ તોળાઈ રહ્યું છે. જો વહેલી તકે યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી નહીં કરાય તો વિદ્યાર્થીઓના ભણતર સહિત રેન્કિંગમાં પણ યુનિવર્સિટી પાછળ ધકેલાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 

  • વડોદરા MS યુનિવર્સિટી સામે મોટું શૈક્ષણિક સંકટ
  • વર્ષ 2025 સુધીમાં માત્ર 30% જ કાયમી અધ્યાપકો રહેશે
  • છેલ્લા નવ વર્ષમાં માત્ર 86 કાયમી અધ્યાપકોની ભરતી કરાઈ

આમ તો વડોદરા શહેરમાં આવેલી એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવોએ અનેક વિદ્યાર્થીઓનું સપનું હોય છે. પણ શું તમને ખબર છે કે આ યુનિવર્સિટીમાં હાલ અધ્યાપકોની ભારે અછત વર્તાઈ રહી છે? જાણીને નવાઇ લાગશે પરંતુ આ એક વરવી વાસ્તવિકતા છે. એમ.એસ યુનિવર્સિટીમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો, તેમજ વિદેશમાંથી પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આવતા હોય છે, ત્યારે અહી 1300 અધ્યાપકોની જરૂરિયાત સામે હાલ માત્ર 550 જ કાયમી અધ્યાપકો પોતાની ફરજ બજાવી રહ્યા છે.

MS યુનિવર્સિટીમાં પહેલા જ દિવસે ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં મારામારી, બીજી તરફ  ઑનલાઇન ક્લાસ ચાલુ રાખવા તીવ્ર માંગ | Vadodara MS University AGSG ABVP  Controversy Offline ...

વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું 
સરકારે 682 પોસ્ટ ભરવા માટે મંજૂરી આપી હોવા છતા છેલ્લા દોઢ વર્ષથી ભરતી પર બ્રેક વાગતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ત્યારે આજ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા અધ્યાપક ડૉ નિકુલ પટેલે જણાવ્યું હતું કે, અધ્યાપકોની અછતના કારણે હજારો વિદ્યાર્થીઓ હાલ તકલીફ ભોગવી રહ્યા છે. તેમના દ્વારા હાલમાં જ મળેલી સિન્ડિકેટની બેઠકમાં ભરતી માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી માઇક છીનવી અવાજ દબાવી દેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, રાજ્ય સરકાર એક તરફ 20 લાખ લોકોને રોજગારી આપવાની વાતો કરે છે ત્યારે સરકાર દ્વારા આ રોજગારી આપવાની શરૂઆત એમ.એસથી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

ડૉ નિકુલ પટેલ, (મહામંત્રી,શિક્ષક સંઘ,MSU)

2025 સુધીમાં માત્ર 428 અધ્યાપકો રહેશે
એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા પર બ્રેક વચ્ચે બીજી તરફ સેંકડો કાયમી અધ્યાપકો નિવૃત્ત થઈ રહ્યા છે, 2025 સુધીમાં 128થી વધુ અધ્યાપકો નિવૃત્ત થશે ત્યારે જો સત્તાધીશો ભરતી નહીં કરે તો 2025 સુધીમાં માત્ર 428 કાયમી અધ્યાપકો જ ફરજ બજાવતા હશે, આજ પ્રમાણે ભરતી પર બ્રેક વાગેલી રહી તો યુનિવર્સિટીમાં માત્ર 30 ટકા જ કાયમી અધ્યાપકો રહેશે.

સરકારની મંજૂરી છતાં દોઢ વર્ષથી ભરતી નહીં
મહત્વનું છે કે, રાજ્ય સરકારે 682 પોસ્ટ ભરવા માટે મંજૂરી આપી હોવા છતા સત્તાધીશો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અધ્યાપકોની ભરતી તેમજ વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્યને લઈને સત્તાધીશો ચિંતિત છે, પરંતુ સરકારના કેટલા નિયમો યુ.જી.સીની ગાઇડલાઈન તેમજ યુનિવર્સિટીના જવાબદાર વ્યક્તિઓની સંમતિ સહિતની લાંબી પ્રક્રિયાના કારણે હાલ અધ્યાપકોની ભરતી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ટૂંક જ સમયમાં યુનિવર્સિટી દ્વારા અધ્યાપકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે

સમયસર અધ્યાપકોની ભરતી ન કરાતા શૈક્ષણિક સંકટ
ટકાવારી પ્રમાણે ગણતરી કરવામાં આવે તો મંજૂર કરેલી કુલ જગ્યાઓ સામે માત્ર 30 ટકા જ કાયમી અધ્યાપકો યુનિવર્સિટીમાં આવનાર સમયમાં કાર્યરત હશે. આટલી ઓછી સંખ્યાના કારણે યુનિવર્સિટીમાં પીએચડી, રિસર્ચ, પીજી કોર્સીસમાં ભણાવવાની કામગીરી, નેક તથા એન.આઈ.આર.એફ અને બીજા રેન્કિંગ પર ભારે ગંભીર અસર પડશે અને યુનિવર્સિટી ઘણી પાછળ ધકેલાઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ