બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / mahisagar army jawan missing from godhra railway station

ઘટના / મહિસાગરનો આર્મી જવાન ગુમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું, અંતે થાકેલા પરિવારે મજબૂરીમાં લીધો આ નિર્ણય

Dhruv

Last Updated: 01:18 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરના લકડિપોયડા ગામનો આર્મી જવાન ગુમ થઇ ગયો છે. છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે.

  • મહીસાગરના લકડિપોયડા ગામનો આર્મી જવાન ગુમ
  • જવાનનો ગોધરા રેલવે સ્ટેશનથી સંપર્ક નથી થઇ શક્યો
  • પરિવારજનોએ શોધખોળ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો

મહીસાગરના લકડિપોયડા ગામનો આર્મી જવાન ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. યુપી (ઉત્તરપ્રદેશ) જવા માટે નીકળેલા જવાનનો ગોધરા રેલવે સ્ટેશનથી સંપર્ક નથી થઇ શક્યો.
એકાએક આર્મી જવાન ગુમ થતા પરિવાર પણ ચિંતામાં મુકાયો છે. ગોધરા રેલવે સ્ટેશન અને તંત્ર તરફથી પૂરતો સહકાર ન મળતો હોવાનો પરિવાર આક્ષેપ લગાવી રહ્યાં છે. પરિવારે આર્મી જવાનની શોધખોળ માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે.

આ મામલે સોશિયલ મીડિયા પર પરિવારે માહિતી આપતા જણાવ્યું છે કે, 'ગામ લકડી પોયડા તા. લુણાવડા. જિલ્લો. મહીસાગર, રાજ્ય ગુજરાત. પીન કોડ 388270 નામ નરેન્દ્ર સિંહ બારીયા આર્મી નોકરી કરે છે તેઓ 7/6/2022ના રોજ ગોધરા રેલવે સ્ટેશનથી ઝાંસી ઉત્તરપ્રદેશ જવા નીકળ્યા હતા. અત્યાર સુધી તેમનો કોઇ જ કોન્ટેક્ટ થયો નથી. ઝાંસી તપાસ કરી ત્યાં પણ પહોંચ્યા નથી. જો કોઇને ક્યાંય જોવા મળે તો પ્લીઝ સંપર્ક કરો ને વધુમાં વધુ આ પોસ્ટ શેર કરવા વિનંતી.

આપણા દેશના જવાન નરેન્દ્રસિંહ માટે થોડી મદદ કરો.
જય હિન્દ જય જવાન જય કિસાન

મહત્વનું છે કે, આર્મીનો જવાન ગુમ થઇ ગયો હોવા છતાં તંત્ર તરફથી કોઇ પણ પ્રકારની મદદ નથી મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અંતે થાકીને જવાનના પરિવારે સોશિયલ મીડિયાનો સહારો લીધો. આર્મીનો જવાન કે જે દેશ માટે પોતાના જીવની પણ પરવાહ નથી કરતો. છતાંય આર્મીના આ જવાનને શોધવામાં ગોધરા રેલવે સ્ટેશન કે તંત્ર તરફથી કોઇ પણ પ્રકારનો સાથ સહકાર નહીં મળતો હોવાનો પરિવાર આક્ષેપ લગાવી રહ્યાં છે.

અંતે કંટાળેલા પરિવારે જાતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી જવાનના ફોટા મૂકીને મોબાઇલ નંબર શેર કરીને મદદ કરવા માટેની ગુહાર લગાવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પરિવારે ખુદ સોશિયલ મીડિયાના માધ્યમથી જવાનની શોધખોળ માટેની ગુહાર લગાવી છે. ત્યારે શું તંત્ર આ પરિવાર માટે મદદરૂપ થશે? શું તંત્ર કે પોલીસ આ જવાનને શોધી કાઢશે? શું થયુ હશે આ જવાન સાથે? આ રીતે એકાએક આર્મી જવાન ગુમ થઇ જતા પરિવાર પણ ચિંતામાં મૂકાઇ ગયો છે. આખરે ક્યારે આ જવાન પોતાના પરિવારને મળી શકશે તે હવે જોવાનું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ