ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Maharashtra Politics Shinde Ajit Pawar NCP Shivsena

Maharashtra Politics / મહારાષ્ટ્રમાં ફરી ડખો? પવાર DyCM બન્યા પણ હવે આ સમસ્યા આવી, દિલ્હીમાં થશે બેઠક, શું ગૃહમંત્રી શાહ કરાવશે સમાધાન?

Published By: Vishnu

Last Updated: 05:37 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Politics: વિભાગોની વહેંચણીને લઈને હજુ સુધી સમાધાન ન આવતાં અજીત પવાર અને પ્રફુલ્લ પટેલ દિલ્હીમાં ભાજપ હાઈકમાન સાથે બેઠક કરવા રવાના થયા.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્ર રાજનીતિમાં ફરી નવો વળાંક
  • વિભાગોની વહેંચણીને લઈને નથી આવ્યું સમાધાન
  • નારાજ અજીત પવાર દિલ્હીમાં બેઠક કરવા રવાના

મહારાષ્ટ્રમાં અજીત પવાર ડેપ્યૂટી CM બન્યા છતાં રાજનીતિમાં વિવાદો શાંત થયાં નથી. શિંદે સરકારમાં ડિપાર્ટમેન્ટનાં વિભાજનને લઈને હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી. આ જ કારણોસર NCP અજીત પવાર અને પ્રફુલ્લ   પટેલ આજે દિલ્હીમાં ભાજપ હાઈકમાન સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. પરંતુ અજીત પવારે સમાધાન માટે દિલ્હી શા માટે જવું પડી રહ્યું છે? એવા કયા વિવાદિત મુદાઓ છે જેમાં શિંદે અને ફડણવીસ સહમત નથી થઈ રહ્યાં? 

  • સૂત્રો અનુસાર શિવસેના ઈચ્છે છે કે પહેલા કેબિનેટ વિસ્તાર થાય અને પછી પોર્ટફોલિયો બને.
  • CM શિંદે કહે છે કે વિસ્તાર કર્યા વગર પોર્ટફોલિયોની વહેંચણી ન થવી જોઈએ.
  • ભાજપ અને NCP ઈચ્છે છે કે સત્ર બાદ કેબિનેટનો વિસ્તાર થાય ત્યા સુધી NCP જૂથમાં ક્વોટાનાં મંત્રીપદની ફાળવણી થવી જોઈએ.
  • ભાજપ ઈચ્છે છે કે ભાજપ અને શિવસેનામાંથી કેટલાક વર્તમાન મંત્રી દૂર કરવામાં આવે પરંતુ શિવસેના તેનો વિરોધ કરી રહી છે.

શિંદે જૂથ પાસે હાલમાં આ વિભાગ
શિવસેના શિંદે જૂથ પાસે હાલમાં એક્સાઈઝ, શિક્ષા, શહેરી વિકાસ, ઉદ્યોગ, પરિવહન વગેરે જેવા વિભાગો છે. શિવસેના આ વિભાગો છોડવા ઈચ્છતી નથી.

ભાજપ પાસે હાલમાં આ વિભાગ
ભાજપ પાસે હાલમાં નાણામંત્રાલય, ગૃહ, સિંચાઈ, ઉર્જા, ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસ, પ્રવાસન જેવા મહત્વનાં વિભાગો આવેલા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar Eknath Shinde NCP sharad pawar Shivsena maharashtra politics Maharashtra Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ