બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Maharashtra police interrogates Badshah in betting app case, FIR filed against 40 other artists, what is the case?

મનોરંજન / સટ્ટાબાજીના એપ કેસમાં મહારાષ્ટ્ર પોલીસે કરી બાદશાહની પૂછપરછ, અન્ય 40 કલાકારો સામે FIR દાખલ, શું છે મામલો?

Megha

Last Updated: 07:45 AM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેપર બાદશાહ સહિત 40 અન્ય કલાકારો સામે ફેરપ્લે નામની સટ્ટાબાજીની એપ પર IPL મેચ જોવાનો પ્રચાર કરવા બદલ FIR નોંધવામાં આવી છે.

  • મહારાષ્ટ્ર પોલીસે સટ્ટાબાજીના કેસમાં બાદશાહની પૂછપરછ કરી 
  • બાદશાહ સહીત અન્ય કલાકારો સામે FIR નોંધાઈ
  • બાદશાહ એ ઓનલાઈન સટ્ટાબાજીની એપનું કર્યું હતું પ્રમોશન 

રેપર બાદશાહ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. બાદશાહ મહારાષ્ટ્ર સાયબર ઓફિસમાં ગઈકાલે એટલે કે 30મી ઓક્ટોબરે જોવા મળ્યો હતો. વાયકોમ 18 નેટવર્કે રેપર બાદશાહ અને બોલિવૂડના 40 અન્ય કલાકારો સામે ફેરપ્લે નામની સટ્ટાબાજીની એપ પર IPL મેચ જોવાનો પ્રચાર કરવા બદલ FIR નોંધાવી છે.

પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રેપર બાદશાહ એક ઓનલાઈન સટ્ટાબાજીની એપના પ્રમોશનનો ભાગ હતો. જેના કારણે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો
એવા અહેવાલો છે કે બાદશાહે આ એપનો પ્રચાર કર્યો હતો. એપના પ્રચારને કારણે મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલે રેપર સિંગર બાદશાહને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ફેરપ્લે નામની એક એપ આઈપીએલ બતાવી રહી હતી પણ તેની પાસે આવી સ્ટ્રીમિંગની કોઈ પરવાનગી નથી.

જ્યારે વાયકોમ 18 પાસે ક્રિકેટ મેચો સ્ટ્રીમ કરવા માટે આઈ.પી.આર. મીડિયા નેટવર્કે છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમામ 40 કલાકારોએ ફેરપ્લે એપ પર ટૂર્નામેન્ટનો પ્રચાર કર્યો હતો. વાયાકોમની ફરિયાદ બાદ મહારાષ્ટ્ર સાયબર વિભાગે ફેરપ્લે વિરુદ્ધ ડિજિટલ કોપીરાઈટરનો કેસ નોંધ્યો છે. 

હવે અહિયાં મહત્વની વાત એ છે કે ફેરપ્લે એપ મહાદેવ એપથી સંબંધિત છે, જેને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. જોકે, આ કેસમાં અન્ય 40 કલાકારો કોણ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

ફેરપ્લે મહાદેવ એપ સાથે જોડાયેલ છે
જણાવી દઈએ કે ED હાલમાં મહાદેવ બુક એપ મની લોન્ડરિંગ માટે તપાસ કરી રહી છે. આ કેસમાં રણબીર કપૂર, હુમા કુરેશી, કપિલ શર્મા અને શ્રદ્ધા કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. જ્યારે સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને ટાઈગર શ્રોફ જેવા બોલીવુડના દિગ્ગજ કલાકારો આ વર્ષે ફેબ્રુઆરીમાં ચંદ્રાકરના લગ્નમાં હાજરી આપવાના અહેવાલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ