બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Lustful teacher: Raped a minor first, wrote a love letter if she quit tuition... A red-light case for Ahmedabad parents

ધરપકડ / લંપટ શિક્ષક: પહેલા સગીરા પર બળાત્કાર ગુજાર્યો, ટ્યુશન છોડ્યું તો લખતો લવ લેટર... અમદાવાદના વાલીઓ માટે લાલ-બત્તી સમાન કેસ

Vishal Khamar

Last Updated: 04:50 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ટ્યુશન સંચાલક દ્વારા સગીર વિધાર્થીની સાથે દુષ્કર્મ, ટ્યુશન સંચાલક પ્રેમ પત્ર લખીને વિધાર્થિનીને પરેશાન કરતો હતો. ત્યારે પોલીસે દુષ્કર્મ નો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

  • ઘરે ટ્યુશન ચલાવતા શિક્ષકએ સગીરા પર આચર્યું દુષ્કર્મ
  • અવાર નવાર સગીરાને પ્રેમ પત્ર લખી કરતો હતો પરેશાન
  • દાણીલીમડા પોલીસે શિક્ષકની કરી ધરપકડ

એક શિક્ષકનું કામ શિષ્યોને જ્ઞાન આપવાનું હોય છે, પણ ગુરુની પદવી ને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને ઘરે જ ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે તેના ટયુશનના આવતી એક સગીર વિધાર્થિનીને પોતાના હવસનો શિકાર બનાવી અને તેને ધાક ધમકીઓ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો. પરિવારની ફરિયાદને આધારે પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી.

પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી

સગીરવયની વિદ્યાર્થીની પર ટ્યુશન ક્લાસિસ સંચાલકે બળાત્કાર ગુજાર્યો હતો

દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તેના જ ઘરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટયુશનના આવતી એક સગીરવયની વિદ્યાર્થીની પર સુનિલે બળાત્કાર ગુજાર્યો હતો. જૂન 2022 થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમારના ટયુશનના જતી હતી તે દરમ્યાન સુનીલ આ સગીરાને ટયુશનના સમય કરતાં વધુ સમય ધરે રોકી રાખતો હતો. જે બાદ સગીરા ને ધાક ધમકીઓ આપી તેના પર અનેક વખત બળાત્કાર પણ ગુજાર્યો હતો. જોકે સગીરાએ સુનીલના ટ્યુશન ક્લાસ છોડાવી લીધા બાદ પણ સુનીલ તેનો પીછો મૂકતો નો હતો અને સગીરાને લવ લેટર લખતો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે ઘરે થી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો.

જે.પી.જાડેજા (ઇન્ચાર્જ PI દાણીલીમડા પોલીસ સ્ટેશન)

સગીરાનો પીછો કરતાં એક દિવસ ટ્યુશન ક્લાસીસ સંચાલક સ્કૂલ સુધી પહોંચ્યો હતો

એક દિવસ સુનીલ જ્યારે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી પહોચ્યો હતો ત્યારે ત્યાં અન્ય લોકોએ સુનિલને પકડ્યો હતો અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલ સગીરાના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરાનાં પરિવારે દાણીલીમડા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે સુનીલ પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ