બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LRD-PSI physical test date changed due to Gram Panchayat election arrangements for policemen
Vishnu
Last Updated: 03:56 PM, 16 December 2021
ADVERTISEMENT
એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે બીજી તરફ LRD-PSIની શારીરિક કસોટીમાં દોડ ચાલુ છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની સીધી અસર ભરતી પરીક્ષા પર જોવા મળી રહી છે.ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા પોલીસકર્મીઓ માટે LRD-PSIની શારીરિક કસોટીના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.
17,18 અને 20 ડિસેમ્બરે યોજાનાર શારીરિક કસોટીની તારીખો બદલાઇ
ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ ખડેપગે હોવાથી ભરતી પરીક્ષાની દોડમાં ભાગ લઈ શકે તેમ નથી તેથી લોક રક્ષક બોર્ડે નિર્ણય કર્યો છે કે 17,18 અને 20 ડિસેમ્બરે યોજાનાર શારીરિક કસોટીમાં જે પણ પોલીસકર્મી ભાગ લઈ રહ્યા છે તે ચૂંટણી વ્યવસ્થામાં હોવાથી 24 ડિસેમ્બરના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી યોજાશે.
ADVERTISEMENT
સમસ્યા હોય તો હેલ્પલાઇન પર ફોન કરો
LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. શારીરિક કસોટી માટે દોડ લગાવી રહેલા ઉમેદવારોને પડી રહેલી મુઝવણ માટે હેલ્પલાઇન માટે 3 નંબર જાહેર કરાયા છે. IPS હસમુખ પટેલે ટ્વિટ કરી માહીતી આપી છે કે 7041454218, 9104654216, 8401154217 આ નંબર પર જરૂર હોય ત્યારે હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે.
લોકો પેપર ફોડવાનું કામ કરતા હોય તો..
જો અગાઉ થયેલી ભરતીઓને ધ્યાને રાખી તો ભરતી વખતે અનેક અફવાઓ ચાલુ થઇ જાય છે. કેટલાક લોકો ઓળખાણની લાલચ આપતા હોય છે. ઘણી વખતે લોકો પૈસા આપી નોકરી અપાવવાની લાલચ આપે છે. કેટલાક લોકો પેપર ફોડવાનું કામ કરતા હોય છે. આ બાબતે પણ અગાઉ હસમુખ પટેલ કહી ચૂક્યા છે કે ઉમેદવારોએ પરીક્ષા તરફ જ ધ્યાન આપવું જોઈએ. કોઇ આવી વાત તમારા સુધી આવે તો અમને જાણ કરજો. ઉમેદવારોએ નવી ભરતીની તૈયારીઓ કરવી જોઇએ. ત્યારે આ નંબરનો ઉપયોગ ભરતીમાં રહેલી મુઝવણોને નાથવા જ છે માટે ઉમેદવારો શારીરિક અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરે કોઈ પણ અફવામાં ન આવે જરૂર જણાય તો ફોન કરે.
કોલ લેટર સાથે છેડછાડના ગુનામાં કાર્યવાહી
કોલ લેટર છેડછાડના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી બે પોલીસ કોન્સ્ટેબલ છે. તેઓ વિરુદ્ધ ગુનાની કાયદાકીય કાર્યવાહી ઉપરાંત ખાતાકીય પગલા પણ લેવામાં આવશે. ભરતીમાં ગેરરીતિ કરનાર કોઈપણ ની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.