બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Lord Jagannath returns to his temple: Netrotsava ceremony performed blindfolded

અમદાવાદ રથયાત્રા 2023 / નિજ મંદિરે પરત ફર્યા ભગવાન જગન્નાથ: આંખે પાટા બાંધીને કરવામાં આવી નેત્રોત્સવ વિધિ, જાણો શું છે મહિમા

Malay

Last Updated: 11:11 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rathyatra 2023: આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામ મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે જગન્નાથજીના મંદિરે નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી.

 

  • અમદાવાદમાં 146મી રથયાત્રા યોજાશે
  • જગન્નાથજી મંદિરે નેત્રોત્સવ વિધિ
  • નેત્રોત્સવ વિધિ બાદ કરવામાં આવી મહાઆરતી
  • 15 દિવસ બાદ ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન

આગામી 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજવા જઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. 15 દિવસ બાદ મામાના ઘરેથી ભગવાન મંદિરે પરત ફરતા જમાલપુર નિજ મંદિરે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. 

હજારોની સંખ્યામાં ભક્તો રહ્યા હાજર
નેત્રોત્સવ વિધિ બાદ જગન્નાથજીના મંદિરે ધ્વજારોહણની વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન જમાલપુર નિજ મંદિર ખાતે અમદાવાદ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ  સહિતના નેતાઓ અને હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. ભગવાનના કપાટ ખૂલતાંની સાથે જ જય રણછોડ, માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.  ભગવાન નિજમંદિરે પરત ફર્યા બાદ આજે નેત્રોત્સવ વિધિ બાદ પહેલી મહાઆરતી ઉતારવામાં આવી હતી.

મંદિરે ગોઠવી દેવાયો ચુસ્ત બંદોબસ્ત
પોલીસ વિભાગ દ્વારા જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હતી. હવે અંતિમ દિવસોમાં જમાલપુર સ્થિત મંદિરે વિવિધ સુરક્ષા દળોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. 146મી રથયાત્રાને લઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રિહર્સલ કરાયું હતું. જેમાં 22 કિમી સુધીના રૂટ પર અમદાવાદ પોલીસના 15 હજાર જવાનો જોડાયા હતા. રિહર્સલ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

નેત્રોત્સવ વિધિ એટલે શું?
નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે અગાઉ 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે. મામાના ઘરે ભગાવાનની ખૂબ જ આગતા સ્વાગતા કરવામાં આવે છે. મોસાળમાં ભાણેજને અનેક મિષ્ઠાન્ન અને જાંબુ ખવડાવવામાં આવે છે આથી તેમને આંખો આવી જાય છે. જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આથી ભગવાનને આંખોને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે સવારે 4 વાગ્યે ભગવાની આંખેથી આ પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળાઆરતી થશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ