બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Lockdown in Maharashtra? As State Battles New Surge of Covid-19 Cases

કોરોનાની નવી લહેર / મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થતાં હાહાકાર, નાગપુરમાં પણ સ્કૂલો બંધ VIP નેતાઓ બેફામ

Hiralal

Last Updated: 03:02 PM, 22 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં એક વાર અત્યંત ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. મુખ્યપ્રધાન લોકડાઉન લાદવાની પણ ચેતવણી આપી છે.

  • નાસિકમાં પૂર્વ સાંસદના પુત્રના લગ્નની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈન ભૂલાઈ
  • શરદ પવાર, ફડણવીસ, રાઉત, અરવિંદ સાવંત પાર્ટીમાં સામેલ થયા હતા
  • રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી 

પરંતુ કેટલીક વીઆઈપી પાર્ટીઓને મળી રહેલી છૂટછાટને કારણે સવાલ  ખડા થયા છે.

નાસિકમાં વીઆઈપી પાર્ટીની ઉજવણી 
રવિવારે નાસિકમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકના પુત્રના લગ્નની જોરદાર ઉજવણી કરાઈ હતી. લગ્નની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાયું નહોતું. લગ્નની પાર્ટીમા શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ, સંજય રાઉત, અરવિંદ સાવંત જેવા મોટા ગજાના નેતાઓ પણ સામેલ થયા હતા. 

દેશમાં કુલ 1,11, 16, 854 લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી

આંકડામાં જણાવ્યાનુંસાર દેશમાં કુલ 1,11, 16, 854 લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી છે. વર્તમાનમાં ભારતમાં સક્રિય મામલાની કુલ સંખ્યા હવે 1, 50, 055 છે અને ડિસ્ચાર્જ થયેલા કુલ કેસ 1, 06, 99, 410 છે. ભારતમાં કાલ સુધીમાં 21, 15, 51, 746 સેમ્પલના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 6, 20, 216 ટેસ્ટ રવિવારે કરવામાં આવ્યા.

7 દિવસોમાં 1, 00,990 નવા કેસ દાખલ

ભારતમાં ગત અઠવાડીયામાં (15થી 21 ફેબ્રુઆરી)માં કોરોનાના 1, 00,990 તાજા મામલા દાખલ થયા છે. ગત અઠવાડિયામાં કોરોનાના 77, 284 નવા મામલા સામે આવ્યા છે.  તેવામાં ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે 31 ટકા કેસ વધ્યા છે.  રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ આવ્યા છે. જ્યાં ગત અઠવાડિયે 81 ટકા વધારો થયો છે. ભારતમાં ગત અઠવાડિયે કોરોનાની સંખ્યા 11430 હતી. આ અઠવાડિયે 12,770 થઈ ગઈ છે. આ અઠવાડિયે મરનારની સંખ્યા 660 રહી જે ગત અઠવાડીયાની સરખામણીએ 10 ટકા વધારે છે.

ભારતમાં કોરોના 1.1 કરોડ આંકડાની પાર કરી ગયા છે

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ રવિવારે 11 મિલિયન એટલે કે 1.1 કરોડ આંકડાની પાર કરી ગયા છે. જો કે અંતિમ 1 મિલિયન મામલા 65 દિવસોમાં આવ્યા છે. જે આટલા નવા કોરોના મામલા માટે સૌથી મોટો પીરિયડ છે. ગત 7 દિવસોમાં કોરોનાના મામલામાં વધારો થયો છે.

74 ટકાથી વધારે એક્ટિવ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં

મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ -19ના કુલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં 74 ટકાથી વધારે કરેળ અને મહારાષ્ટ્રમાં છે. એ બાદ છત્તીસગઢ અને મઘ્ય પ્રદેશમાં પણ મામલા વધી રહ્યા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ રોજ બરોજ મામલામાં વૃદ્ધિ થવાની પ્રવૃત્તિ જોવા મળી છે. જે 18, 200થી વધી 21, 300 થઈ ગઈ છે. જ્યારે અઠવાડિયાની પુષ્ટિ દર 4.7થી વધી 8 ટકા થઈ ગઈ છે.

સંક્રમણના મામલામાં રાષ્ટ્રીય દરથી મહારાષ્ટ્ર ઘણું આગળ છે

મંત્રાલયે કહ્યું કે 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણની સાપ્તાહિક પુષ્ટીનો દર રાષ્ટ્રીય ટકા 1.79થી વધારે છે. આ દર મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. જે 8.10 છે. કેન્દ્રએ આ તમામ રાજ્યોના 5 ઉપાયો પર ભાર દેવાની સલાહ આપી છે. જેમાં આરટી  પીસીઆર તપાસ, સખત વ્યાપક નજર, જિલ્લામાં ક્લીનિકલ મેનેજમેન્ટ વગેરે સામેલ છે. મહારાષ્ટ્રમાં રવિવારે 6971 નવા કેસ આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 21 લાખને પાર થઈ ગઈ છે.

24 કલાકમાં 14 હજાર 199 નવા કેસ 

મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4, જ્યારે કેરળના 2 જિલ્લા મામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં ગત 24 કલાકમાં કુલ 14 હજાર 199 નવા દર્દીઓ મળ્યા છે. જેમાંથી અડધા એટલે કે 7 હજાર દર્દી ફક્ત મહારાષ્ટ્રમાં મળ્યા છે. 24 કલાકમાં 9 હજાર 695 દર્દીઓ રિકવર થયા છે અને 83 લોકોના જીવ ગયા છે. મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કોરોનાથી 1 કરોડ 10 લાખ 5 હજાર 850 સંક્રમિત થઈ ચુક્યા છે. કોરોનાથી મોતનીકુલ સંખ્યા 1, 56, 385 છે. જ્યારે  1 કરોડ 6 લાખ 99 હજાર 410 લોકો સાજા થયા છે. અત્યારે 1 લાખ 50 હજાર 55 એક્ટિવ દર્દી છે.

અમરાવતીમાં એક અઠવાડિયાનું લોકડાઉન

પુણેમાં શનિવારે 849 અને અમરાવતીમાં 727 કેસ નોંધાયા હતા. કેબિનેટ મંત્રી યશોમતિ ઠાકુરે અમરાવતી જિલ્લામાં 1 અઠવાડિયાનું લોકડાઉનનું એલાન કર્યું છે. 

પુણેમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત

કોરોનાના વધી રહેલા કેસને પગલે પુણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બિનજરૂરી ગતિવિધીઓને મંજૂરી મળશે નહીં. આ સિવાય સ્કૂલ, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાનો 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. 

સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને અન્ય સીનિયર અધિકારીઓની ખાસ બેઠક બાદ આ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ