બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / 'Live Stream My Divorce Like Johnny Depp..' Karan Mehra Talks About Divorce Case With Nisha Rawal

મનોરંજન / 'જોની ડેપની જેમ મારા ડિવોર્સને લાઇવ સ્ટ્રીમ..' નિશા રાવલ સાથેના છૂટાછેડાના કેસને લઈને કરણ મહેરા બોલ્યા કઇંક આવું

Megha

Last Updated: 06:51 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણ મહેરાએ હાલમાં દાવો કર્યો હતો કે તે જોની ડેપની જેમ તેના ડિવોર્સને લાઇવ સ્ટ્રીમ કરવા માંગે છે.

  • કરણ મહેરાએ એવું નિવેદન આપ્યું જેને સાંભળીને દરેક લોકો ચોંકી ગયા
  • હું મારા છૂટાછેડાના કેસને લાઈવ સ્ટ્રીમ કરવા ઈચ્છું છું
  • 2012માં કર્યા હતા લગ્ન 

છેલ્લા ઘણા દિવસોથી કરણ મહેરા અને તેની પત્ની નિશા રાવલ વચ્ચેના ઝઘડાના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ એ નિશા રાવલે કરણ મહેરા પર મારપીટનો આરોપ લગાવ્યો હતો અને કરણ મહેરાએ તેની પત્ની પર તેના બનાવેલ ભાઈ સાથેના અફેરની વાત કરી હતી. આ બધા વચ્ચે તેમનો સંબંધ છૂટાછેડાના આરે પહોંચી ગયો છે. નિશા અને કરણ બંને માંથી કોઈ તેમના સંબંધોને બીજી તક નથી આપવા માંગતા અને બંને હવે પોતાની શરતો પર પોતાનું જીવન આગળ વધારવા માંગે છે. આ બધા વચ્ચે હાલમાં કરણ મહેરાએ એવું નિવેદન આપ્યું જેને સાંભળીને દરેક લોકો ચોંકી ગયા હતા. 

ડિવોર્સનું લાઈવ સ્ટ્રીમિંગ 
કરણ મહેરાએ હાલમાં દાવો કર્યો હતો કે તે જોની ડેપની જેમ તેના ડિવોર્સને લાઇવ સ્ટ્રીમ કરવા માંગે છે. કરણ મહેરાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તેની પાસે છુપાવવા માટે કંઈ નથી. એક ઈન્ટરવ્યુમાં કરણ મહેરાએ કહ્યું હતું કે, હું મારા છૂટાછેડાના કેસને લાઈવ સ્ટ્રીમ કરવા ઈચ્છું છું જે રીતે અંબર અને જોની ડેપના કેસમાં થયું હતું. જો કે એ અલગ વાત છે કે ભારતનો કાયદો આ વાતને મંજૂરી આપતો નથી.

1500 પેજ લખ્યા 
આગળ કરણ મહેરાએ આગળ કહ્યું હતું કે, કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા બાદ હું ઘણું શીખ્યો છું. આપણે ત્યાં લાઈવ કેસ નથી બતાવી શકતા. હું ઈચ્છું છું ખાસ આવું થતું હોત. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. મેં કોર્ટને બતાવવા માટે 1500 પાના લખ્યા છે અને દરેક પેજ મેં જાતે લખ્યા છે. હવે મારા માટે કોઈ પણ વાતનો કોઈ અર્થ નથી. 

2012માં કર્યા હતા લગ્ન 
જણાવી દઈએ કે કરણ મહેરા અને અભિનેત્રી નિશા રાવલની મુલાકાત 2008માં શો 'હસતે-હસતે' ના સેટ પર થઈ હતી અને તે સમયે કરણ આસિસ્ટન્ટ સ્ટાઈલિશ હતો અને નિશા તે શોમાં લીડ એક્ટ્રેસ હતી. આ શોમાં બંને મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા હતા. આ પછી બંનેએ 2012માં લગ્ન કરી લીધા. બંનેને એક બાળક પણ છે જેનું નામ કવિશ મેહરા છે. જણાવી દઈએ કે બંને હાલ આ બાળકની કસ્ટડી માટે લડી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ