બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / live-in couples and queer couples within the ambit of the Surrogacy Act would open the scope of ‘misuse’ of such facilities

સુપ્રીમ કોર્ટ / લિવ ઈન પાર્ટનર, સજાતિય કપલને સરોગેસી કાયદા હેઠળ સર્વિસનો લાભ લેવાની મંજૂરી ન આપી શકાય- કેન્દ્ર

Vaidehi

Last Updated: 06:10 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રે સુપ્રીમ કોર્ટને કહ્યું કે લીવ-ઈન પાર્ટનર અને સમલૈંગિક કપલને સરોગેસી કાયદા હેઠળ પરવાનગી ન આપી શકાય.

  • કેન્દ્રે સુપ્રીમ કોર્ટમાં સેરોગેસી કાયદા અંગે કરી દલીલ
  • કહ્યું સેમસેક્સ,લિવ-ઈન કપલને સેરોગેસીની પરવાનગી ન આપી શકાય
  • બાળકનાં ભવિષ્ય અને સુરક્ષા પર ઊઠી શકે સવાલો-કેન્દ્ર

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સરોગેસી એક્ટની અનેક જોગવાઈઓને પડકારતી અરજીઓનો જવાબ દાખલ કર્યો છે. જેમાં કેન્દ્રે લિવ-ઈન કપલ અને સમલૈંગિક કપલને સરોગેસી એક્ટ હેઠળ લાવવાનો વિરોધ દર્શાવ્યો છે. કેન્દ્રે કહ્યું કે તેમને સેરોગેસી કાયદા હેઠળ સેવાઓનો લાભ ઊઠાવવાની અનુમતિ ન આપી શકાય.

સેરોગેસી કાયદા અંતર્ગત પરવાનગી ન આપી શકાય
આ મામલામાં કેન્દ્ર સરકારે એફિડેવિટ જમા કરાવી છે. સરકારે SCને જણાવ્યું કે 19 જાન્યુઆરીનાં થયેલી રાષ્ટ્રીય બોર્ડનાં વિશેષજ્ઞ સદસ્યોની બેઠકમાં સલાહ આપવામાં આવી હતી કે અધિનિયમ એસ અંતર્ગત વ્યાખ્યાયિત યુગલની વ્યાખ્યા સાચી જ છે અને SAMESEX કપલ અને લિવ-ઈન પાર્ટનર્સને સેરોગેસી કાયદા અંતર્ગત પરવાનગી ન આપી શકાય.

બાળકોનાં ભવિષ્ય અને સુરક્ષા પર પ્રશ્નાર્થચિહ્ન- કેન્દ્ર
કેન્દ્રે એફિડેવિટમાં કહ્યું કે લિવ-ઈન કે સમલૈંગિક કપલ કોઈપણ કાયદાનાં બંધનથી બંધાયેલા રહેતાં નથી. તેવા મામલામાં સેરોગેસીની મદદથી જન્મેલા બાળકોનાં ભવિષ્ય અને સુરક્ષા પર હંમેશા પ્રશ્નાર્થચિહ્ન રહે છે. કેન્દ્રે પોતાનો આ જવાબ સેરોગેસી અધિનિયમ 2021 અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટ, 2021ની શક્તિઓને પડકારતી અરજીઓ માટે આપ્યો હતો.

SCએ પોતાના જવાબમાં કેન્દ્રની દલીલનો કર્યો ઉલ્લેખ
સુપ્રીમ કોર્ટે પોતાના દાખલ જવાબમાં કેન્દ્રની તરફથી કરવામાં આવેલી દલીલોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે સેરોગેસી એક્ટની અંતર્ગત સમલૈંગિક અને લિવ-ઈન કપલને લાવવું યોગ્ય નથી કારણકે તેનાથી કાયદાનો દુરુપયોગ થઈ શકે છે. અને ભવિષ્યમાં એવા બાળકોની સુરક્ષાને લઈને આશંકાઓ સામે આવી શકે છે.

આ 2 કંડીશનમાં સેરોગેસીની મળે છે પરવાનગી
કેન્દ્રે એકલી અને અવિવાહિત મહિલાને સેરોગેસી એક્ટથી બહાર રાખવાનાં પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતાં જણાવ્યું કે હાલમાં માત્ર 2 જ કંડીશનમાં એકલી માતાને સેરોગેસીની પરવાનગી મળે છે. જેમાં પહેલું મહિલા વિધવા હોય અને સમાજનાં ભયથી પોતે બાળક પેદા ન કરવા ઈચ્છતી હોય કે પછી બીજું કે જે મહિલા ડેવોર્સડ્ હોય અને બીજીવાર લગ્ન ન કરવા ઈચ્છતી હોય અને બાળક પાળવાની ઈચ્છા રાખતી હોય. કાયદાની અંતર્ગત મહિલાની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ