બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Leaders fly planes, helicopters fly and winning leaders also fly

મહામંથન / નેતાઓના વિમાનો ઉડે, હેલિકોપ્ટર ઉડે અને જીતનારા નેતા પણ ઉડે, ભાર તો છેવટે નાગરિકો પર જ છે

Vishal Khamar

Last Updated: 10:03 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉંમેદવારો દ્વારા કેટલો ખર્ચ કર્યો. તેની વિગત ADRના રિપોર્ટમાં જાહેર કરવામાં આવી છે. જેમાં 182 MLAમાંથી 23 MLAનો ખર્ચ 50%થી ઓછો જ્યારે 8 ધારાસભ્યએ રૂપિયા જ ખર્ચ ન કર્યા હોવાની માહિતી મળી રહી છે.

ચૂંટણીમાં કઈ કઈ બદીઓ ઘૂસી ગઈ છે તેનું સામૂહિક ચિંતન એકવાર નાગરિક તરીકે અને મતદાર તરીકે આપણે કરવું પડશે. ચૂંટણીપંચ ચૂંટણી દર ચૂંટણી નિયમોને કડક કરતું રહ્યું છે. ચૂંટણીમાં જેટલા પણ સુધારાઓ અત્યાર સુધીમાં આવ્યા છે તેનો શ્રેય ચૂંટણીપંચને જ જાય છે. જ્યારે પણ ચૂંટણીઓમાં ખરાબ થતા માહોલ અને વેડફાતા નાણાંની વાત નેતાઓને કરીએ છીએ ત્યારે વાંક જનતાનો કાઢે છે. દિવસે અને દિવસે નાગરિકોની નેતાઓ અને પક્ષો પાસેથી અપેક્ષા વધતી જાય છે તેવી ફરિયાદ નેતાઓ ખાનગીમાં કરતા હોય છે, અને એના કારણે ચૂંટણીનો ખર્ચ પણ વધતો જાય છે તેવો સૂર નિકળે છે. નેતાઓના વિમાનો ઉડે, હેલિકોપ્ટર ઉડે અને જીતનારા નેતા પણ ઉડે. ભાર તો છેવટે નાગરિકો પર જ છે. મારા અને તમારા પર જ છે. એવામાં એક રિપોર્ટ આવ્યો છે, જેમાં એ એનાલીસીસ કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં જે 182 ધારાસભ્યો ચૂંટાયા એમણે ચૂંટણી જીતવા માટે જે પ્રચાર કર્યો, તેમાં કેટલા નાણાં ખર્ચ કર્યા. ચૂંટણીપંચ એવું કે છે કે ધારાસભાની ચૂંટણી લડતો ઉમેદવાર 40 લાખ રૂપિયા જ ખર્ચ કરી શકે. ચૂંટણીમાં કેટલો ખર્ચ થયો તેનો રિપોર્ટ 1 મહિનામાં ચૂંટણી અધિકારીને સોંપવાનો હોય છે.

  • કલમ 78 હેઠળ ચૂંટણીમાં કરેલા ખર્ચની વિગતો આપવી પડે
  • પરિણામો જાહેર થયાનાં 1 મહિનામાં વિગતો આપવી પડે
  • નિયમ અનુસાર ઉમેદવાર 40 લાખ સુધીનો જ ખર્ચ કરી શકે છે

વિધાનસભા ચૂંટણીમાં ખર્ચનો શું છે નિયમ?  
લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 78 હેઠળ ચૂંટણીમાં કરેલા ખર્ચની વિગતો આપવી પડે છે. ચૂંટણીના પરિણામો જાહેર થયાના 1 મહિનામાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વિગતો આપવી પડે છે. નિયમ અનુસાર ઉમેદવાર 40 લાખ સુધીનો જ ખર્ચ કરી શકે છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીના 182 MLAમાંથી 23 MLAનો ખર્ચ 50%થી ઓછો
  • 182માંથી 174% ધારાસભ્યએ પોતાના પૈસા ખર્ચ્યા હોવાનો ઉલ્લેખ
  • 8 ધારાસભ્યએ પોતાના રૂપિયા જ ન ખર્ચ્યા હોવાની આપી માહિતી

ADRના રિપોર્ટમાં શું?
ગુજરાત વિધાનસભા ચૂંટણીના 182 MLAમાંથી 23 MLAનો ખર્ચ 50%થી ઓછો થયો છે. ગુજરાતના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ માત્ર 27.10 લાખ છે. ભાજપના ધારાસભ્યનો સરેરાશ ખર્ચ 27.94 લાખ છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 24.92 લાખ છે. 182માંથી 174% ધારાસભ્યએ પોતાના પૈસા ખર્ચ્યા હોવાનો ઉલ્લેખ છે. 8 ધારાસભ્યએ પોતાના રૂપિયા જ ન ખર્ચ્યા હોવાની માહિતી આપી છે.

સૌથી વધુ ખર્ચ દર્શાવનાર ધારાસભ્ય

નામ બેઠક ખર્ચ
ડૉ. જયરામ ગામિત નિઝર 38 લાખ
લક્ષ્મણજી ઠાકોર કલોલ 37 લાખ
કિરીટસિંહ ડાભી ધોળકા 36 લાખ

સૌથી ઓછો ખર્ચ દર્શાવનાર ધારાસભ્ય 

નામ બેઠક ખર્ચ
કાંધલ જાડેજા કુતિયાણા 6 લાખ
અમિત ચાવડા આંકલાવ 9 લખ
નારણ મકવાણા બોટાદ 9 લાખ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ