બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Latest Bihar hooch tragedy news in gujarati

બિહાર લઠ્ઠાકાંડ / મોતની પોટલીમાં સુખનો સૂરજ આથમ્યો: આઠના મોત, છ લોકોએ રોશની ગુમાવી, બિહારમાં ફરી લઠ્ઠાકાંડ

vtvAdmin

Last Updated: 01:16 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પોતે જ ડોકટરોને કહ્યું કે તેઓએ દારૂ પીધો હતો અને ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ

  • બિહારમાં ફરી એકવાર દારૂનો કહેર જોવા મળ્યો
  • મોતિહારી જિલ્લામાં દારૂ પીવાથી આઠ લોકોના મોત થયા
  • છ લોકોએ આંખોની રોશની ગુમાવી, ઝેરી દારૂ પીને લોકોની હાલત બગડી?


બિહારમાં ફરી એકવાર દારૂનો કહેર જોવા મળ્યો છે. મોતિહારી જિલ્લામાં દારૂ પીવાથી આઠ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકોએ આંખોની રોશની ગુમાવી છે. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વાત જાણે એમ છે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પોતે જ ડોકટરોને કહ્યું કે તેઓએ દારૂ પીધો હતો અને ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. દર્દીઓના આ નિવેદન બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઝેરી દારૂ પીને જ આ લોકોની હાલત બગડી છે.

બિહારની મોતિહારી સદર હોસ્પિટલમાં તૈનાત એક ડોક્ટરે જણાવ્યું કે, દર્દીઓએ દારૂ પીધો હોવાનું સ્વીકાર્યું છે. જોકે પ્રશાસન પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને બિસરા તપાસ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યું છે. મોતિહારી અને મુઝફ્ફરપુર સિવિલ સર્જને પહેલા તેને ડાયેરિયા કહીને શંકાસ્પદ મૃત્યુ ગણાવ્યું હતું, પરંતુ જ્યારે દર્દીઓએ દારૂ પીવાની અને આંખમાં કંઈ ન દેખાતું હોવાની વાત કહી ત્યારે ડૉક્ટરોની શંકા વધુ ઘેરી બની. હાલમાં દાખલ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ઘટના બાદ તંત્ર એલર્ટ
આ ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. જેને લઈ તાત્કાલિક અસરથી ડૉક્ટરોની ટીમ ગામમાં મોકલવામાં આવી છે. ટીમ ગામમાં દરેક સભ્યોની તપાસ કરી રહી છે. જે પણ શંકાસ્પદ જણાશે તેને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં ધ્રુવ પાસવાન, વિનોદ પાસવાન, અશોક પાસવાન, રામેશ્વર રામ અને હરસિદ્ધિના પિતા-પુત્ર પરમેન્દ્ર દાસ અને નવલ દાસ, ટુનટુન સિંહ અને પહાડપુર ગામના ભૂતાન માંઝીના મોત થયા છે. બીજી તરફ પહારપુર ગામના ભોલા પ્રસાદની હાલત નાજુક છે. સદર હોસ્પિટલના ડૉ.અમિત અને ગ્રામ્ય હૉસ્પિટલના ડૉ.વિનોદનું મોત નકલી દારૂના કારણે થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ