બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / 'Lashkar-e-Taiba terror organization for us from today', Israel's big announcement ahead of 26/11 anniversary

BIG NEWS / 'આજથી અમારી માટે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન', 26/11ની વરસી પહેલા ઈઝરાયલનું મોટું એલાન

Priyakant

Last Updated: 02:42 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Latest News: મુંબઈ 26/11 હુમલાની વરસી પહેલા મોટા સમાચાર, દોઢ મહિનાથી વધુ સમયના યુદ્ધ વચ્ચે ઈઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું

  • ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને દોઢ મહિનાથી વધુ સમય
  • ભારતે ઈઝરાયેલ પરના હુમલાની સખત નિંદા કરી હતી અને આતંકવાદ ગણાવ્યો
  • ઈઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું 

Israel Hamas War : ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતે ઈઝરાયેલ પરના હુમલાની સખત નિંદા કરી હતી અને તેને આતંકવાદ પણ ગણાવ્યો હતો. હવે આતંકવાદ સામે ભારતના સંકલ્પને સમર્થન આપતા ઈઝરાયલે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી દીધું છે. ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે મંગળવારે આ માહિતી આપી હતી.

લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન જાહેર
ઈઝરાયલની એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 26/11ના મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને ઈઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ભારત સરકાર તરફથી ઈઝરાયલને કોઈ અપીલ કરવામાં આવી ન હતી તેમ છતાં દેશ દ્વારા જ આ પગલું લેવામાં આવ્યું છે. ઈઝરાયલની દૂતાવાસે કહ્યું કે તમામ જરૂરી દસ્તાવેજો અને વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે અને તેની સાથે હવે લશ્કર-એ-તૈયબાને ઈઝરાયલની ગેરકાયદેસર આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

મુંબઈ હુમલામાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો
નોંધનીય છે કે, 26 નવેમ્બર 2008ના રોજ લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ અને ફાયરિંગથી મુંબઈને હચમચાવી નાખ્યું હતું. આ આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો 29 નવેમ્બર સુધી ચાલુ રહ્યો. આમાં નવ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા અને જીવતા પકડાયેલા આતંકવાદી કસાબને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. પાકિસ્તાની આતંકવાદીઓએ યહૂદીઓના પૂજા સ્થળ, ચાબડ હાઉસ (નરીમાન હાઉસ)ને પણ નિશાન બનાવ્યું હતું. બે હુમલાખોરોએ યહૂદીઓને બંધક બનાવ્યા હતા. અહીં તેણે રબ્બી ગેબ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને તેની ગર્ભવતી પત્ની રિવકાહ હોલ્ટ્ઝબર્ગ સહિત છ લોકોની હત્યા કરી હતી. ઈઝરાયલ દ્વારા આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ