બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Know who is ADG Amitabh Yash of STF

દબદબો / કોણ છે IPS અમિતાભ યશ? જેઓ વિકાસ દુબેથી લઇને 150 ગુનેગારોને કરી ચૂક્યાં છે ઠાર

Malay

Last Updated: 04:00 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asad Encounter: અમિતાભ યશે પોતાના કરિયરમાં 150થી વધુ બદમાશોને ઠાર માર્યા છે. તેમણે યુપીના મુખ્તાર અને અતીક ગેંગના તમામ શૂટરોને પણ ઠાર માર્યા છે.

 

  • માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર
  • બાતમીના આધારે STFએ હાથ ધર્યું હતું ઓપરેશનઃ અમિતાભ યશ
  • જાણો કોણ છે STFના ADG અમિતાભ યશ 

માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામનું આજે ઝાંસીમાં યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ડેપ્યુટી એસપી નવેન્દુ કુમાર અને ડેપ્યુટી એસપી વિમલ કુમારના નેતૃત્વમાં યુપી એસટીએફની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું. UP STFના ADG અમિતાભ યશે માહિતી આપી છે કે બંને આરોપીઓને જીવતા પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને માર્યા ગયા છે.

અસદ અને ગુલામની ધરપકડ કરવા માંગતી હતી પોલીસઃ અમિતાભ યશ
અસદ અહેમદના એન્કાઉન્ટર અંગે UP STFના ADG અમિતાભ યશે જણાવ્યું કે, STFની ટીમ છેલ્લા દોઢ મહિનાથી અસદ અને ગુલામને ટ્રેક કરતી હતી. અસદ અને ગુલામ ઝાંસી હોય તેવી બાતમી STFને મળી હતી. બાતમીના આધારે STFએ ઑપરેશન હાથ ધર્યું હતું. ડેપ્યુટી SP વિમલ અને નવેન્દુ ઑપરેશનને લીડ કરતા હતા. પોલીસ અસદ અને ગુલામની ધરપકડ કરવા માંગતી હતી. અસદ અને ગુલામે પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ફાયરિંગનો જવાબ આપવામાં બન્નેનું એન્કાઉન્ટર થયું. બંન્ને પાસેથી વિદેશમાં બનેલા હથિયાર મળ્યા છે. અમિતાભ યશ આ પહેલા પણ યુપીમાં ઘણા મોટા ઓપરેશનને અંજામ આપી ચૂક્યા છે. 

કોણ છે અમિતાભ યશ?
બિહારના ભોજપુરથી આવેલા અમિતાભ યશના પિતા રામ યશ સિંહ પણ IPS હતા. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને IPS બન્યા હતા. સૌથી પહેલા અમિતાભ યશનું સંતકબીરનગર જિલ્લામાં પોસ્ટિંગ કરાયું હતું.  11 મહિના સુધી અહીં સેવા આપ્યા પછી તેઓ બારાબંકી મહારાજગંજ, હરદોઈ, જાલૌન, સહારનપુર, સીતાપુર, બુલંદશહર, નોઈડા અને કાનપુરમાં એસપી અને એસએસપી તરીકે તૈનાત રહ્યા. 

અમિતાભ યશ ( UP STFના ADG)

2021માં બન્યા  STFના ADG 
અમિતાભ યશ 2007માં માયાવતી સરકારમાં STF SSP બન્યા. આ દરમિયાન તેમણે બુંદેલખંડના જંગલોમાં ડાકુ દાદુઆ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું અને તેને ઠાર માર્યો હતો. આ ઉપરાંત તેમની ટીમે ડાકુ (ડકૈત) ઠોકિયાને પણ માર્યો હતો. ચિત્રકૂટના જંગલોને ડાકુઓથી મુક્ત કરાવવાનો શ્રેય પણ અમિતાભ યશને જાય છે. મે 2017માં તેઓ યોગી સરકારમાં STFના IG બન્યા હતા. આ પછી જાન્યુઆરી 2021માં તેઓ STFના ADG બન્યા.

150થી વધુ બદમાશોને કરી ચૂક્યા છે ઠાર 
એક રિપોર્ટ મુજબ, અમિતાભ યશે પોતાની કારકિર્દીમાં 150થી વધુ બદમાશોને ઠાર માર્યા છે. તેમણે યુપીના મુખ્તાર અને અતીક ગેંગના તમામ શાર્પ શૂટરોને માર્યા હતા. કાનપુરના કુખ્યાત ગુનેગાર વિકાસ દુબે અને તેની ગેંગને પણ અમિતાભ યશની ટીમે ઠાર માર્યા હતા. અમિતાભ યશે યુપીના આયુષ ભરતી કૌભાંડ, TET પેપર લીક, પશુપાલન કૌભાંડ સહિત અનેક મોટા મામલાઓનો ખુલાસો કરીને આરોપીઓને જેલમાં મોકલવાનું કામ પણ કર્યું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ