બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Kitchen is the sacred space of the house. It should be made according to Vastu

માન્યતા / ભૂલથી પણ આ દિશામાં રસોઇ ન બનાવતા, નહીં તો પરિવારના સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર!

Pooja Khunti

Last Updated: 10:51 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Kitchen: રસોડું ઘરની પ્રવિત્ર જગ્યા હોય છે. તેને વાસ્તુ પ્રમાણે જ બનાવવું જોઈએ, નહિંતર ઘરનાં લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આનાથી આર્થિક નુકસાન પણ થાય છે.

  • રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં બનાવવું જોઈએ
  • ભૂલથી પણ રસોડું ઘરની ઉત્તર દિશામાં ન બનાવવું જોઈએ
  • ખોટી દિશામાં રસોડું તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે

રસોડું એ ઘરની એવી જગ્યા છે, જે મહિલાઓની સૌથી પ્રિય હોય છે. રસોડું અન્નપૂર્ણા દેવીનું સ્થાન છે. શાસ્ત્રોમાં રસોડાને પણ પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે. તેથી તેને હંમેશા સ્વચ્છ અને સારી રીતે જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. એવું કહેવાય છે કે જો રસોડું વાસ્તુ પ્રમાણે સાફ અને યોગ્ય જગ્યાએ ન હોય તો તેની નકારાત્મક અસર સમગ્ર પરિવાર પર પડે છે. જાણો આવી સ્થિતિમાં વાસ્તુ અનુસાર રસોડું કઈ જગ્યાએ બનાવવું જોઈએ અને ભૂલથી પણ કઈ જગ્યાએ ન બનાવવું જોઈએ.જ્યોતિષ શાસ્ત્ર મુજબ રસોડું ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે. વાસ્તુ અનુસાર ઘરમાં રસોડું યોગ્ય દિશામાં બનાવવું જોઈએ નહીં તો આખા પરિવાર પર તેની નકારાત્મક અસર પડી શકે છે.

રસોડું કઈ દિશામાં હોવું જોઈએ
રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે. રસોડું અગ્નિનું પ્રતિક છે. એટલા માટે જ્યારે બંને એક જગ્યાએ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. દક્ષિણ-પૂર્વ દિશામાં જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવે છે, ત્યારે તે ખોરાક સમગ્ર પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સુધારે છે. કારણ કે ખોરાકનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે છે. 

વાંચવા જેવું: પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરે છે આ વ્રત, જાણો પૂજા વિધિ, બ્રહ્મ મુહૂર્તમાં થશે વિશેષ લાભ 

ભૂલથી પણ રસોડું આ દિશામાં ન બનાવશો
ભૂલથી પણ રસોડું ઘરની ઉત્તર દિશામાં ન બનાવવું જોઈએ. કારણ કે ઉત્તર દિશા જળ તત્વનું પ્રતિક છે અને રસોડું અગ્નિ તત્વનું પ્રતિક છે. અગ્નિ અને પાણીનું મિશ્રણ નકારાત્મક અસર પાળે છે. પાણી આગ ઓલવવાનું કામ કરે છે. આ જ કારણ છે કે રસોડું ઉત્તર દિશામાં ન બનાવવું જોઈએ. 

ખોટી દિશામાં રસોડું તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે
જો તમે ઉત્તર દિશામાં રસોડું બનાવશો તો સૌથી પહેલા તમારા ઘરનું અગ્નિ તત્વ બગડશે એટલે કે તમારે પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ઘરના લોકોનું સ્વાસ્થ્ય સતત બગડતું રહેશે. આનાથી આર્થિક નુકસાન પણ થાય છે. એટલા માટે રસોડું બનાવતા પહેલા કોઈ જ્યોતિષ પાસેથી ચોક્કસ વાસ્તુ વિશે જાણકારી મેળવી લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ