બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Kirti Patel beat woman in presence of police in Ahmedabad

ફરિયાદ / કીર્તિ પટેલે તો હદ વટાવી! મહિલા સાથે બબાલ કરવા સાથીદારોને લઈને અમદાવાદ પહોંચી, પોલીસની હાજરીમાં ઝીંક્યા લાફા

Malay

Last Updated: 02:02 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પોલીસની હાજરીમાં કીર્તિ પટેલે મહિલાને માર્યો માર, મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

  • વસ્ત્રાપુરમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ
  • ઘરમાં ઘુસી પોલીસની હાજરીમાં કરી મારમારી 
  • વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Ahmedabad News: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની મહિલાને ઘરમાં ઘુસીને માર મારવા મામલે કીર્તિ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

TikTok સ્ટાર કિર્તી પટેલને હજુ માંડ પોલીસે છોડી ત્યાં તો બીજા આરોપો આવ્યા  બહાર, જાણો હવે શું? | Another charge came against TikTok star Kirti Patel  who was still arrested

2014માં લગ્ન અને 2019માં  છૂટાછેડા
મળતી માહિતી અનુસાર,  અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાના લગ્ન રામનિવાસ અગ્રવાલ સાથે વર્ષ 2014માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા તેઓએ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, છૂટાછેડા બાદ પતિ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરતા હતા. 

બે યુવતીઓએ આવીને માર્યો માર
ચારેક દિવસ રમીલાબેન ઘરમાં હાજર હતા, ત્યારે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની યુવતીઓ સહિત 4 લોકો તેમના ઘરે આવ્યા હતા  અને તેમને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી હતી. જે બાદ કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ સહિત તેમના મિત્રોએ રમીલાબેનને માર માર્યો હતો. જેથી મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. 

પોલીસની હાજરીમાં કરી મારામારી
જેથી પોલીસની ટીમ ત્યાં દોડી આવી હતી. વસ્ત્રાપુર ગોયલ પાર્કના એક ફ્લેટમાં પોલીસની હાજરીમાં આ તમામે રમીલાબેન સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કીર્તિ પટેલે પોલીસની હાજરીમાં જ મહિલાને લાફો ઝીંકી દીધો. 

મહિલાએ ચારેય વિરુદ્ધ નોંધાવી ફરિયાદ 
મારામારી કર્યા બાદ આ તમામ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે બાદ મહિલા સીધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. આ મામલે કીર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી. 

અગાઉ પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ
આપને જણાવી ધઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ હોય, આ પહેલા પણ તેની સામે સુરત અને અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. અગાઉ સુરતની પુણા પોલીસે ત્રણ વર્ષ પહેલા હત્યાના પ્રયાસ મામલે કીર્તિ પટેલની ધરપકડ પણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ