બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Killed after a tense standoff over firecrackers in Morbi

હાહાકાર / ફટકડા ફોડવા બાબતે ઉગ્ર ગાળાગાળી થઈ, સમજાવટ માટે રાજેશભાઈ વચ્ચે પડ્યા તો છરી હુલાવતા મોત, મોરબીનો લોહિયાળ કિસ્સો

Kishor

Last Updated: 12:55 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના લાભનગરમાં રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી થયા બા છરીઓ ઉડી હતી, જેમાં એક યુવાનનું મોત થયાનું બહાર આવ્યું છે.

  • ફટાકડા જેવી બાબતમાં હત્યા
  • સમજાવવા ગયેલા યુવકની હત્યા
  • રાજેશ ગઢવી નામના યુવકની હત્યા

દિવાળીના તહેવાર ઉપર ફટાકડા ફોડવાની વાતને લઈને ઘણી વખત મારા મારીની ઘટનાઓ બનતી હોય તેવું સામે આવતું હોય છે. દરમિયાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-૨ માં રહેતા લાખાભાઈ ગઢવીના ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જેની સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી પ્રમાણે લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ જામ નામનો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં રહેતો શખ્સ ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવા બાબતે ત્યાં બોલાચાલી થઈ હતી.

Killed after a tense standoff over firecrackers in Morbi

આરોપી વલીમામદ જામ સામે ગુનો

જેથી લાભનગર -1 માં રહેતા લાખભાઇ ગઢવીના સબંધી રાજેશભાઈ અમરસંગ નાંધુ (ઉ.વ.48) નામનો યુવાન ત્યાં ગયો હતો અને ત્યારે વલીમામદ જામને તે ફટાકડા ન ફોડવા બાબતે સમજાવતો હતો દરમિયાન વલીમામદ જામે તેની પાસે રહેલ છરી રાજેશભાઈ ગઢવીને છાતીના ભાગે ઝીંકી દીધી હતી. જેથી યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે, ટૂંકી સારવાર દરમિયાન રાજેશભાઈ ગઢવીનું રાજકોટ ખાતે મોત નીપજયું છે.

પરિવારજનની ફરિયાદ લેવા તજવીજ

જેથી મોરબીમાં ફટાકડા ફોડવા બાબતે શરૂ થયેલ માથાકૂટનો બનાવ હત્યામાં પલટયો છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને પોલીસ દ્વારા હાલમાં તજવીજ શરૂ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ