બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Kieron Pollard announces retirement from international cricket

ક્રિકેટ / ચાલુ IPLમાં વેસ્ટ ઈન્ડીઝના કિરોન પોલાર્ડેનો મોટો નિર્ણય, અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કરી નિવૃતીની જાહેરાત

Hiralal

Last Updated: 10:29 PM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના સુપરસ્ટાર ક્રિકેટર કિરોન પોલાર્ડે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરીને ચોંકાવ્યાં.

  • કિરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતી
  • વેસ્ટ ઈન્ડિઝનો સુપરસ્ટાર ક્રિકેટર છે  કિરોન પોલાર્ડે 
  • કિરોન પોલાર્ડે ઈન્સ્ટાગ્રામ કરી સંન્યાસની જાહેરાત
  • પોલાર્ડની 15 વર્ષની ક્રિકેટર કરિયરનો આવ્યો અંત

વેસ્ટ ઈન્ડિઝના 34 વર્ષીય દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. પોલાર્ડે ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ શેર કરતા આ જાહેરાત કરી હતી. આ સાથે પોલાર્ડની 15 વર્ષની ક્રિકેટ કરિયરનો અંત આવ્યો છે. આઈપીએલની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃતીની જાહેરાત કરીને પોલાર્ડે બધાને ચોંકાવી દીધા છે. હાલમાં પોલાર્ડ આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સ વતી રમી રહ્યો છે. તે આઈપીએલમાં ખાસ કંઈ ઉકાળી શક્યો નથી પરંતુ ઓવરઓલ ટી-20માં તેનો રેકોર્ડ શાનદાર છે. પોલાર્ડ 11,000થી વધારે રન બનાવી ચૂક્યો છે અને 300 વિકેટ પણ લીધી છે. 

સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ 
બુધવારે સોશિયલ મીડિયા પર સંન્યાસની જાહેરાત કરતા પોલાર્ડે લખ્યું કે જેવી રીતે હું આગળ વધી રહ્યો છું અને એ લોકો માટે જગ્યા બનાવી રહ્યો છું, જેઓ વેસ્ટ ઈન્ડીઝના રંગમાં રમતને આગળ વધારશે. મને ખબર છે કે હું દરેક રીતે સમર્થન આપીશ. આ મારા સપનાનું જીવન જીવવા માટે ગાઢ આભાર છે કે હું હવે મારુ બેટ ઉપર ઉઠાવું છું. વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટને સલામ. પોલાર્ડે લખ્યું કે હું તમામ સિલેક્ટર્સ, મેનેજમેન્ટ અને ખાસ કરીને કોચ ફિલ સિમંસનો આભારી છું જેમણે મારામાં ક્ષમતા જોઈએ અને મારી આખી કરિયરમાં મારી પર વિશ્વાસ મૂક્યો. વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટે મારામાં જે આત્મવિશ્વાસ જોયો તે ખાસ કરીને ધરપત આપનારો હતો. કારણ મેં ટીમની આગેવાની કરવાના પડકારનો સામનો કરવા માટે પગલું ભર્યું. 

IPLમાં મુંબઈ ઈન્ડીયન્સ વતી રમી રહ્યો છે પોલાર્ડ

પોલાર્ડ હાલ ભારતમાં છે, જ્યાં તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

પોલાર્ડેની આંતરરાષ્ટ્રીય કારકીર્દી 

કિરોન પોલાર્ડે 123 વન ડે રમી હતી, જેમાં તેણે 2706 રન ફટકાર્યા હતા અને 55 વિકેટ ઝડપી હતી. તે વિશ્વના શ્રેષ્ઠ ટી -20 આઈ બેટ્સમેનમાંનો એક હતો. પોલાર્ડે 101 મેચમાં 135.14ના સ્ટ્રાઇક રેટથી 1568  રન બનાવ્યા હતા. પોલાર્ડ છેલ્લે ફેબુ્રઆરી 2022માં ભારતમાં રમ્યો હતો, ત્યારે તેણે વન ડે અને ટી-20 શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળ્યું હતુ, જેમાં મહેમાન ટીમ હારી ગઈ હતી.તે 587 મેચોમાં 11,509 મેચ રમીને ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા નંબર પર છે. ટી-20 ક્રિકેટમાં પોલાર્ડના મોટાભાગના રન દુનિયાભરની ટી-20 લીગમાં ફ્રેન્ચાઈઝી માટે આવ્યા છે.

 
 
 
 
 
 
 
 
 

A post shared by Kieron Pollard (@kieron.pollard55)કિરોન પોલાર્ડેની ક્રિકેટ કરિયર 

ભારત સામે કિરોન પોલાર્ડનો રેકોર્ડ
20 વન-ડે, 448 રન, 26.35 એવરેજ, 9 વિકેટ
17 ટી-20, 324 રન, 32.40 એવરેજ, 4 વિકેટ છે.

ઘણી મેચોમાં વેસ્ટ ઇન્ડીઝની કેપ્ટનશિપ કરી 

કિરોન પોલાર્ડે વેસ્ટ ઇન્ડીઝ ટી20, વનડે ટીમની કેપ્ટનશીપ પણ ઘણી મેચોમાં કરી છે. જોકે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સાથે વિવાદના કારણે તે ઘણી વખત ટીમમાંથી બહાર પણ થયો હતો. આ જ કારણે તે 2015ના વન-ડે વર્લ્ડકપ, 2016ના ટી-20 વર્લ્ડ કપનો હિસ્સો બની શક્યો નહતો. જોકે બાદમાં તેને ટીમમાં સમાવી લેવાયો હતો અને 2021ના ટી-20 વર્લ્ડ કપમાં પણ  ટીમની કમાન સંભાળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ