બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Kerala Assembly passed the proposal to change states name with keralam said CM Pinarayi Vijayan

દેશ / કેરળનું નામ બદલીને કરાશે કેરલમ: આખરે કેમ કરાઇ રહ્યો છે ફેરફાર? જાણો પ્રસ્તાવની સંપૂર્ણ કહાની

Vaidehi

Last Updated: 07:20 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ રાજ્યનું નામ બદલીને 'કેરલમ' રાખવાની માંગ ફરી ઊઠી છે. જેનો પ્રસ્તાવ કેરળ વિધાનસભામાં સર્વસમ્મતિથી પાસ થઈ ગયો છે.

  • કેરળ વિધાનસભામાં રાજ્યનું નામ બદલવાની માંગ
  • કેરળથી બદલી 'કેરલમ' કરવાનો પ્રસ્તાવ સર્વસમ્મતિથી પાસ
  • મલયાલમ ભાષામાં કેરળને 'કેરલમ' કહેવાય છે-CM

કેરળ વિધાનસભામાં હાલમાં સર્વસમ્મતિથી એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાની વાત કરવામાં આવી છે. બુધવારે કેરળનાં CM પિનરાઈ વિજયને આ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો હતો અને કહ્યું કે મલયાલમમાં રાજ્યનું નામ 'કેરલમ' છે. પ્રસ્તાવ વાંચતાં CM વિજયને કહ્યું કે,'1 નવેમ્બર 1956 નાં ભાષાનાં આધાર પર રાજ્યોનું ગઠન થયું હતું. કેરળનો સ્થાપના દિવસ પણ 1 નવેમ્બર છે. સ્વતંત્રતા આંદોલનનાં સમયથી જ મલયામલ ભાષીઓ માટે સંયુક્ત કેરળ બનાવવાની માંગ થઈ રહી હતી. પરંતુ બંધારણની પહેલી જ લાઈનમાં આપણાં રાજ્યનું નામ કેરળ લખવામાં આવ્યું.'

'કેરલમ' નામ લખવામાં આવે તેવી માંગ 
તેમણે આગળ કહ્યું કે," આ વિધાનસભા સર્વસમ્મતિથી કેન્દ્ર સરકાર પાસે બંધારણનાં અનુચ્છેદ 3 અંતર્ગત તેને કેરલમનાં રૂપમાં સંશોધિત કરવા માટે તાત્કાલિક પગલું ભરવાની વિનંતી કરે છે. એવી પણ વિનંતી કરવામાં આવી રહી છે કે બંધારણની આઠમી અનુસૂચીમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં 'કેરલમ' નામ લખવામાં આવે."

કેવી રીતે પડ્યું કેરળનું નામ ?
એવું માનવામાં આવે છે કે કેરળનું નામ 'કેરા' પરથી પડ્યું છે. કેરા એટલે કે 'નારિયેળનું ઝાડ'. પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામે પોતાનું પરશુ સમુદ્રમાં ફેંક્યું હતું. જેના કારણે તેના આકારની ભૂમિ સમુદ્રની બહાર નિકળી અને કેરળ અસ્તિત્વમાં આવ્યું. કેરળ શબ્દનો એક એવો પણ અર્થ થાય છે કે 'સમુદ્રથી નિકળેલી ધરતી' 

ભાષા આંદોલન
1920નાં દશકામાં મલયાલમ ભાષા બોલનારા લોકોએ એક આંદોલન શરૂ કર્યું. તેમનું આંદોલન આઝાદીની લડાઈથી પ્રેરિત હતું. તેઓ માનતાં હતાં કે એક ભાષા બોલનારાં, સમાન સાંસ્કૃતિક પરંપરાઓવાળા, એક જ ઈતિહાસ, એક જ રીતિ-રિવાજને માનનારાઓ માટે અલગ રાજ્ય હોવું જોઈએ. તેમણે મલયાલમ ભાષી લોકો માટે અલગ કેરળ રાજ્યની માંગ કરી. તેમની માંગ હતી કે કોચી, ત્રાવણકોર અને માલાબારને મળાવીને એક રાજ્ય બનાવવામાં આવે.

આઝાદી બાદ દેશનાં અલગ-અલગ ભાગોમાં ભાષાનાં આધાર પર રાજ્યનાં વિભાજન પર માંગ ઊઠવા લાગી. 1 જૂલાઈ 1949નાં ત્રાવણકોર અને કોચીનનું મિલન થયું અને ત્રાવણકોર-કોચીન રાજ્ય બન્યું. પરંતુ સતત ઊઠતી માંગ બાદ 'JVP' આયોગ બન્યું એટલે કે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભિ સીતારમૈયા. આ આયોગે ભાષાનાં આધાર પર રાજ્યોનાં ગઠન કરવાની વાત મૂકી. આ બાદ માલાબાર રીજન પણ ત્રાવણકોર-કોચીન રાજ્યમાં ભળી ગયું. અને આવી રીતે 1 નવેમ્બર 1956નાં રોજ કેરળ બન્યું. મુખ્યમંત્રી વિજયન અનુસાર મલયાલમ ભાષામાં કેરળને કેરલમ કહેવામાં આવે છે. હિંદીમાં તેને કેરળ જ કહે છે અને અંગ્રેજીમાં તેને Kerala જ લખવા-વાંચવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ