બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / સુરત / Kejriwal launched AAP's CM campaign on CM face in Gujarat

BIG BREAKING / ગુજરાતમાં CM ફેસને લઈને કેજરીવાલે લૉન્ચ કર્યો AAPનો CM કેમ્પેન, ચોથી નવેમ્બરે નામનું થશે એલાન

Malay

Last Updated: 11:37 AM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી ચહેરાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આગામી ત્રણ નવેમ્બર સુધી AAP દ્વારા CM ફેસને લઈને કેમ્પેન ચલાવવામાં આવશે અને તે બાદ ચોથી નવેમ્બરે CMનો ફેસ જાહેર થઈ જશે.

  • CM ફેસને લઈને કેજરીવાલે લૉન્ચ કર્યું AAPનો CM કેમ્પેન
  • કોઈ પણ વ્યક્તિ SMS, કોલ કે વોઇસ મેસેજ મોકલી શકે છે 
  • ચોથી નવેમ્બરે CMનો ફેસ જાહેર થઈ જશેઃ કેજરીવાલ

નજીકના સમયમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવા જઇ રહી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ કમરકસીને મેદાનમાં ઉતરી છે. સામાન્ય રીતે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મહત્વનો જંગ જોવા મળતો હતો, પરંતુ આ વખતે AAP પુરતી તૈયારી સાથે મેદાનમાં છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની સાત યાદી પણ જાહેર કરી દીધી છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાર સામે આવ્યા છે. આ માટે પાર્ટી દ્વારા એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રીના ચહેરા માટે લોકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. 

તમે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છોઃ અરવિંદ કેજરીવાલ
આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે કોઈને પૂછવામાં આવ્યું નહીં કે તેમને બનાવીએ કે નહીં, ભૂપેન્દ્ર પટેલને બનાવ્યા ત્યારે પણ પૂછવામાં આવ્યું નહીં પણ અમે આવા નથી અમે જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો. 

AAPનો CM કેમ્પેન 
CM કેજરીવાલે કેમ્પેનની શરૂઆત કરતાંની સાથે નંબરની જાહેરાત કરી જેના પર કોઈ પણ વ્યક્તિ SMS, કોલ જે વોઇસ મેસેજ મોકલી શકે છે અને નેતાનું નામ જણાવી શકે છે. આ સિવાય એક વેબસાઇટની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી ત્રણ નવેમ્બર સુધી AAP દ્વારા આ કેમ્પેન ચલાવવામાં આવશે અને તે બાદ ચોથી નવેમ્બરે CMનો ફેસ જાહેર થઈ જશે. 


આ નંબર પર મોકલી શકે છે મેસેજ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, '6357000360' નંબર પર જનતા SMS, વોટ્સએપ મેસેજ, વોઈસ મેસેજ મોકલીને નેતાનું નામ જાણાવી શકે છે. આ ઉપરાંત લોકો [email protected] પર ઈમેલ મોકલીને પણ સૂચન આપી શકે છે. ત્રણ નવેમ્બર સુધી AAP દ્વારા આ કેમ્પેન ચલાવવામાં આવશે અને 4 નવેમ્બરના રોજ જે પરિણામ આવશે તે ગુજરાતના લોકોની સામે રાખવામાં આવશે. 

લોકો પાસેથી માંગવામાં આવ્યા સૂચનો
વાસ્તવમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તારીખોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે ચહેરાની જાહેરાત કરી હતી. હવે એવું પાર્ટી ગુજરાતમાં કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા લોકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.

ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી પાર્ટીના બે મોટા ચહેરા 
ગુજરાત ભાજપનો સૌથી મોટો ગઢ છે તેમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જો CM ફેસનું એલાન કરવામાં આવે તો તેમાં હાલ જોવા જઈએ તો બે નામો સૌથી વધારે આગળ દેખાઈ રહ્યા છે, ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી. એવામાં કેજરીવાલ લોકોને કહી શકે છે કે AAPમાં તમને જે નેતા સૌથી વધુ પસંદ છે તેમનું નામ જણાવો અને સ્પેશ્યલ કેમ્પેન બાદ નામનું એલાન કરવામાં આવી શકે છે. 

વારંવાર IB રિપોર્ટનો દાવો 
બીજી તરફ કેજરીવાલ દ્વારા વારંવાર IB ના રિપોર્ટને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે IBના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં AAP ની સરકાર બનવા જઈ રહી છે તથા સ 90થી 93 બેઠકો આવી શકે છે.

કેજરીવાલે કર્યો હતો દાવો
તો બીજી બાજુ ગુજરાતના પંચમહાલમાં જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 90થી 93 સીટો મળી શકે છે. કેજરીવાલે આ ચૂંટણી રેલીમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. સાથે જ એમ પણ કહ્યું હતું કે, 'આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 90થી 93 સીટો જીતશે, પરંતુ આ આંકડો 150 સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે.'
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ