બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / પ્રવાસ / Keep these things in mind before going to Goa, the cost will be reduced

તમારા કામનું / ગોવાના શોખીન ગુજરાતીઓએ ખાસ ધ્યાન રાખવી જોઈએ આ 6 વાત, નહીંતર ખર્ચો ભારે પડશે

Khyati

Last Updated: 01:56 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ગોવા જવા ઇચ્છતા હોવ તો ગોવા જતા પહેલા આ ટિપ્સ જાણી લેજો, તમારો પ્રવાસ બની રહેશે યાદગાર

  • ગોવા જવા માટેની ખાસ ટિપ્સ
  • આ વાતો જાણી લેજો
  • ગોવાની ટ્રીપ બની રહેશે યાદગાર 

ગોવા કોણ જવા નથી ઇચ્છતુ ? બીચ, કુદરતી નજારો, નાઇટ લાઇફ તથા ક્લબસમાં મોજ મસ્તી. આ ઉપરાંત ગોવામાં ઐતિહાસિક ધરોહરના પણ દર્શન કરવા મળે. જો તમે હજી સુધી ગોવા ગયા નથી, તો તમારે અહીં અવશ્ય મુલાકાત લેવી જોઈએ અને જો તમે ગોવા જવાનું વિચારી રહ્યા છો તો આજે તમને જણાવીએ ગોવા ટ્રિપની કેટલીક ખાસ વાતો. જે જાણવી તમારા માટે ખૂહ જ મહત્વની. 

યોગ્ય સમય પસંદ કરો

જો તમે પહેલીવાર ગોવાની મુલાકાત લઈ રહ્યા છો, તો તમે તેના વિશે વધુ જાણતા નથી. ગોવા જવા માટે યોગ્ય સમય પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઑક્ટોબરના મધ્યથી માર્ચના મધ્યનો સમયગાળો બેસ્ટ છે. આ સમય દરમિયાન તમને ઘણી આકર્ષક ડીલ્સ મળી શકે છે. દરિયામાં ભીડ ઓછી થશે અને રહેવા માટેનું સ્થળ પણ સરળતાથી ઉપલબ્ધ થશે. સૌથી સારી વાત એ છે કે આ સમયે ગોવા જવાનો ખર્ચ પણ ઓછો થશે. 

ઓછા પોપ્યુલર બીચ પર જાઓ

પ્રથમ વખત ગોવાની મુલાકાત લેતા લોકો ઘણીવાર લોકપ્રિય બીચની મુલાકાત લેવાનું પસંદ કરે છે, પરંતુ તમને આ સ્થાનો સૌથી વધુ ભીડવાળા જોવા મળશે. અને કદાચ એટલી મજા પણ નહીં. આવી સ્થિતિમાં, તે સારું છે કે તમે આવા બીચ પર જાઓ, જે ખૂબ લોકપ્રિય નથી. બટરફ્લાય બીચની જેમ, હોલેન્ટ બીચ અને ગાલ્ગી બાગા સારી જગ્યાઓ છે.

વર્લ્ડ હેરિટેજ સાઇટ જુઓ

ઓલ્ડ ગોવા 16મી અને 17મી સદી દરમિયાન બાંધવામાં આવેલી અનેક વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનું ઘર છે. બોમ જીસસ ચર્ચની બેસિલિકા અહીં મુલાકાત લેવી આવશ્યક છે અને તે જ રીતે અન્ય ઘણા સ્થળો છે, જ્યાં તમે ઘણા પ્રકારના આર્કિટેક્ચરની સુંદરતા જોઈ શકો છો.

મસાલાના બાગ જોવાનું ન ભૂલતા

ગોવા સામાન્ય રીતે બીયર, બીચ, કેસિનો, ક્લબ માટે લોકપ્રિય માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગોવા  મસાલાના વાવેતર માટે પણ પ્રખ્યાત છે? આમાંથી કેટલાક મસાલાના એવા બાગો છે જે પ્રવાસીઓની મુલાકાત માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારબાદ તમે ગોવાના પરંપરાગત લંચ બુફેમાં સામેલ થવાની તક મળી શકે છે. સવોઈ સ્પાઈસ પ્લાન્ટેશન અને કોઓપરેટિવ સ્પાઈસ પ્લાન્ટેશન એવા પ્લેસ પણ છે જે તમે એક્સપ્લોર કરી શકો છો. 

ટુ વ્હિલર બેસ્ટ 

જો તમે ગોવાની મુલાકાત લેવા ઇચ્છતા હોવ તો ફોર વ્હીલરને બદલે ટુ વ્હીલરનો વિકલ્પ પસંદ કરો. આ તમને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓથી બચાવશે અને સરળતાથી તમે તમને ગમતા સ્થળોની મુલાકાત લઇ શકશો.  તમને જણાવી દઈએ કે ગોવામાં ટુ વ્હીલર પર મુસાફરી કરીને તમે ઘણા પૈસા બચાવી શકો છો.

એડવેન્ચરનો આનંદ માણો

એડવેન્ચરસ ગેમ રમ્યા વિના ગોવાનો સફર અધૂરી ગણાય. સ્કુબા ડાઇવિંગ, કાયાકિંગ, જેટ સ્કીઇંગ, વિન્ડસર્ફિંગ અને પેરાસેલિંગ અહીંની ખૂબ જ લોકપ્રિય એડવેન્ચર સ્પોર્ટ્સ છે. અલબત્ત, તમને કદાચ રસ ન હોય, પરંતુ જો તમે પહેલીવાર ગોવા જઈ રહ્યા છો, તો આમાંથી ઓછામાં ઓછી એક પ્રવૃત્તિ તો માણવી જ જોઈએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ