બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Kavya Maran's reaction changed in just 4 balls, first she beamed happily, later she became very sad

IPL / SRHની માલકણ કાવ્યા મારન પહેલા ઉછડી પડી, અને 4 બોલમાં થઈ નિરાશ, રીએક્શન વાયરલ

Vishal Dave

Last Updated: 03:06 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી અને ક્રિઝ પર હાજર હેનરિક ક્લાસે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી, જેને જોઈને ટીમના માલિક કાવ્યા મારન ખુશીથી ઉછળી પડી

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) IPL 2024માં તેમની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે હારી ગઈ. હૈદરાબાદ માત્ર 4 રનથી મેચ હારી ગયું હતું. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી અને ક્રિઝ પર હાજર હેનરિક ક્લાસે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી, જેને જોઈને ટીમના માલિક કાવ્યા મારન ખુશીથી ઉછળી પડી, પરંતુ ચાર બોલ પછી કાવ્યાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ.  કાવ્યા મારનની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રિએક્શનમાં જોઈ શકાય છે કે છેલ્લી ઓવરના પહેલા બોલ પર તે કેવી રીતે ખુશ થઈ જાય છે અને પછી પાંચમા બોલ પર ક્લાસેનની વિકેટ પડતાની સાથે જ તે એકદમ ઉદાસ થઈ જાય છે

 

ઈડન ગાર્ડન મેદાન પરથી કાવ્યાની પ્રતિક્રિયા દરેકના દિલ જીતી રહી છે. કાવ્યા દરેક મેચમાં ટીમને સપોર્ટ કરવા મેદાનમાં પહોંચે છે.

થોડીજ વારમાં પાસુ પલટાઇ ગયુ 

હૈદરાબાદની ટીમ મેચમાં 209 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. પહેલા હૈદરાબાદ હરીફાઈથી સંપૂર્ણપણે દૂર દેખાતું હતું, પરંતુ પછી હેનરિચ ક્લાસને જીતની આશા જગાવી હતી તેમની શાનદાર સિક્સર વડે જીતની શક્યતાઓ વધારે ઉજળી બની હતી, પરંતુ છેલ્લી ઓવરમાં મેચમાં પાસુ પલટાઇ ગયું અને KKR જીતી ગઇ.  કાવ્યાએ છેલ્લી ઓવર દરમિયાન ઘણા રીએક્શન્સ આપ્યા હતા..  

આ પણ વાંચોઃ અમદાવાદ નહીં, અહીં યોજાઇ શકે છે આઇપીએલની ફાઇનલ મેચ! સામે આવી સૌથી મોટી અપડેટ

KKR માત્ર 4 રનથી જીત્યું

ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 208/7 રન બનાવ્યા હતા. ટીમ માટે આન્દ્રે રસેલે 25 બોલમાં 64 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 7 સિક્સ સામેલ હતી. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદ 20 ઓવરમાં 7 વિકેટે 204 રન બનાવી શકી હતી. ટીમ માટે હેનરિક ક્લાસને 29 બોલમાં 8 સિક્સરની મદદથી 63 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે છેલ્લી ઓવરમાં આઉટ થઈ ગયો હતો અને ટીમને વિજય સુધી લઇ જઇ શક્યો ન હતો.. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ