બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / 'Kashmir is now an integral part of India', the big statement of Kaljal terrorist organization on Pakistani army

કબૂલાત / 'કાશ્મીર હવે ભારતનું અભિન્ન અંગ', પાકિસ્તાની સેના પર કાળઝાળ આતંકી સંગઠનનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 03:34 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલકાયદાએ પાકિસ્તાની સેનાને કાયર ગણાવતા કહ્યું કે, તેના કારણે કાશ્મીરમાં આતંકવાદીઓ ઓછા થઈ રહ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ભારતને હવે કાશ્મીરમાં સફળતા મળી રહી છે

  • અલકાયદાએ સ્વીકાર્યું કાશ્મીર હવે ભારતનું અભિન્ન અંગ
  • કલમ 370 હટાવ્યા બાદ ભારત સરકારને કાશ્મીરમાં સફળતા મળી: અલકાયદા
  • અલકાયદાએ પાકિસ્તાની સેનાને કાયર ગણાવી 

વિશ્વના ખતરનાક આતંકવાદી સંગઠનોમાંના એક અલકાયદાએ સ્વીકાર્યું છે કે કાશ્મીર હવે ભારતનું અભિન્ન અંગ છે. અલકાયદાએ સ્વીકાર્યું છે કે, કલમ 370 હટાવ્યા બાદ ભારત સરકારને કાશ્મીરમાં સફળતા મળી છે. અલકાયદાએ પાકિસ્તાની સેના પર પોતાનો ગુસ્સો ઠાલવતા આ નિવેદન આપ્યું છે. અલકાયદાએ પાકિસ્તાની સેનાને કાયર ગણાવતા કહ્યું કે, તેના કારણે કાશ્મીરમાં આતંકવાદીઓ ઓછા થઈ રહ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ભારતને હવે કાશ્મીરમાં સફળતા મળી રહી છે.

AQISના અધિકૃત મેગેઝિન અનુસાર ભારત સરકારની કાશ્મીર નીતિ સફળ રહી છે અને આ માટે અલ કાયદાએ પાકિસ્તાનને સખત શબ્દોમાં કોસ્યું છે. આતંકવાદી સંગઠનનું કહેવું છે કે, પાક આર્મી કાયર છે અને તે કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલવામાં સક્ષમ નથી. હકીકતમાં વર્ષ 2019માં નરેન્દ્ર મોદી સરકારે કલમ 370ને બિનઅસરકારક બનાવી દીધી હતી. આ પછી અલ કાયદાએ કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે અફઘાનિસ્તાન દ્વારા ઘાટીમાં આતંકવાદને વધુ વધારવા માંગે છે. પરંતુ ભારતીય સુરક્ષા દળો સતત કાશ્મીરમાંથી આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. નિષ્ફળતાથી કંટાળીને અલ કાયદાએ હવે પાકિસ્તાન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

મેગેઝિનમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની સેના તે આતંકવાદીઓને ખતમ કરી રહી છે જેઓ કાશ્મીર માટે તૈયાર હતા. આ રીતે તે ભારતને જ ફાયદો કરાવી રહી છે. ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાએ પણ કારગિલ યુદ્ધમાં મળેલી હાર માટે પાકિસ્તાની સેનાની મજાક ઉડાવી છે. મેગેઝીનમાં અલકાયદાએ મુસ્લિમોને કાશ્મીરમાં એક થવા અને સમર્થન આપવાનું કહ્યું છે. અલકાયદાએ કાશ્મીરમાં અંસાર ગઝાવત-ઉલ-હિંદને એકમાત્ર સાચા આતંકવાદી સંગઠન તરીકે ગણાવ્યું છે. નોંધનીય છે કે, કાશ્મીરમાં સુરક્ષા દળો અલકાયદા અને તેની સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠનોની દરેક નાપાક યોજનાને નિષ્ફળ બનાવી રહ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ