બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Karnataka Health Minister advised aged citizens to wear the mask in public due to covid 19 cases rose

એલર્ટ / કોરોનાનો કોપ વધતાં ફરી આવ્યો માસ્કનો નિયમ, આ રાજ્યમાં તાબડતોબ અપાયા આદેશ

Vaidehi

Last Updated: 04:55 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડે ફરી વધાર્યું ટેન્શન...સ્વાસ્થ્ય મંત્રીએ દેશનાં આ રાજ્યમાં ફરી માસ્ક લગાડવાનાં આદેશો આપ્યાં. કહ્યું અમે ટૂંક જ સમયમાં એડવાઈઝરી જારી કરશું.

  • કોવિડે ફરી દેશમાં ટેન્શન વધાર્યું
  • સતત વધતાં કેસોને જોતાં આ રાજ્યમાં આદેશો
  • સ્વાસ્થ્ય મંત્રીએ માસ્ક કર્યું ફરજિયાત

ભારતમાં ફરી કોવિડ-19નાં કેસો વધી ગયાં છે. જેના લીધે કર્ણાટક સરકારનાં સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યનાં વડીલો અને ગંભીર બીમારી ધરાવતાં લોકોને માસ્ક પહેરવાનાં આદેશ આપ્યાં છે. તેમણે એ પણ કહ્યું કે કર્ણાટક સરકાર આ મામલે ટૂંક જ સમયમાં એડવાઈઝરી જાહેર કરશે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર દેશમાં હાલમાં કોરોનાનાં 260 નવા કેસો સામે આવ્યાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાયલ અનુસાર દેશમાં 18 ડિસેમ્બરનાં કોરોનાનાં 1828 એક્ટિવ કેસો છે. હાલમાં કોરોનાને લીધે એક વ્યક્તિનું મોત પણ થયું છે.

કર્ણાટકમાં માસ્ક રૂલ
કર્ણાટકમાં કોરોનાનાં કેસ વધતાં રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે કહ્યું કે, ચિંતા કરવાની જરૂર નથી. અમે ટેકનિકલ સલાહકાર ટીમ TACની સાથે બેઠક કરી છે. ચર્ચા કરી છે કે શું પગલાંઓ ભરવા જોઈએ. અમે ટૂંક જ સમયમાં એક એડવાઈઝરી જાહેર કરશું. હાલમાં જે લોકોની ઉંમર 60 વર્ષથી વધારે છે, જેમને હદય સમસ્યા છે અને અન્ય કોઈ ગંભીર બીમારી છે તેમણે માસ્ક પહેરવું જરૂરી છે. અમે સરકારી હોસ્પિટલોમાં તૈયાર રહેવાનું કહ્યું છે.

કેરળ સીમા પર આવતાં ક્ષેત્રો ખાસ સાવધાન
તેમણે આગળ કહ્યું કે જે ક્ષેત્રોની સીમા કેરળ સાથે લાગે છે તેમણે વધુ સાવધાન રહેવાની જરૂર છે. મેંગલોર, ચમનજનગર, કોડાગુમાં લોકોએ સતર્ક રહેવું જોઈએ. ટેસ્ટિંગ વધારવામાં આવશે. જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે તેમણે જરૂરી ટેસ્ટ કરાવવા પડશે.

દેશમાં કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં કુલ કેસોની સંખ્યા 4.50 કરોડ થઈ ગઈ છે. તેમાંથી 4.46 કરોડ લોકો આ બીમારીથી ઠીક થઈ ગયાં છે. તેના લીધે દેશમાં રિકવરી દર 98.81% આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં અત્યારસુધીમાં કોવિડ-19થી 5.33 લાખ લોકોનું મોત થયું છે. આપણાં દેશમાં આ બીમારીનો મૃત્યુ દર 1.19% છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ