બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Karnataka Government Fight For Survive

કર-નાટક / વિધાનસભાના અધ્યક્ષે રાજીનામાં મામલે કહ્યું, તો મારી અહીં શું જરૂર છે

vtvAdmin

Last Updated: 08:35 PM, 9 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક સરકાર પર સંકટના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે ત્યારે દરેક પળે એક નવી કડી આ મામલામાં જોડાઇ રહી છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે જે ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. તેમના પર કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમાર નિર્ણય લઇ  શકે છે.

તો...મારી શું જરૂર છે

પરંતુ અધ્યક્ષે કહ્યું કે, જે પણ ધારાસભ્યએ રાજીનામું આપવું હોય તેણે મારી પાસે આવવું પડશે. જો પોસ્ટલ સર્વિસથી જ રાજીનામા મંજૂર થતાં હોય તો અહીં મારું શું કામ છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, આ મામલે સમયની કોઇ જ પાબંધી નથી. હું નિયમો અનુસાર જ નિર્ણય લઇશ.

13 પૈકી 8 ધારાસભ્યોનું રાજીનામું કાયદાની રીતે અયોગ્ય

રમેશ કુમારનું કહેવું છે કે, 13 માંથી 8 ધારાસભ્યોના રાજીનામા કાયદાની રીતે યોગ્ય નથી. કોઇપણ ધારાસભ્યએ મારી સાથે મુલાકાત કરી નથી. મેં રાજ્યપાલને વિશ્વાસ અપાવ્યો છે કે, હું બંધારણ મુજબ જ કામ કરીશ. અન્ય પાંચ ધારાસભ્યોના રાજીનામાં યોગ્ય છે. આ પૈકી 3 ધારાસભ્યોને મેં 12 જુલાઇ અને 2 ધારાસભ્યોને 15 જુલાઇના રોજ મળવાનો સમય આપ્યો છે. 

આ તરફ આજે બેંગલુરૂ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યની બેઠક પણ છે, જણાવવામાં આવી રહ્યું છે કે, 21 કોંગ્રેસી ધારાસભ્યો આ બેઠકમાં હાજર નથી. જો કે, કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયા 10 ધારાસભ્ય ગેરહાજર હોવાનું જણાવી રહ્યા છે.  

14 ધારાસભ્યોના રાજીનામાં પર આજે નિર્ણય, બધાની નજર સ્પીકર પર

1000 કરોડમાં ભાજપ ધારાસભ્યો ખરીદી રહી હોવાનો આરોપ

જેડીએસે બીજેપી પર ધારાસભ્ચોની ખરીદીનો ગંભીર આરોપ લગાવ્યો છે. મંગળવારે (9 જુલાઇ 2019) જેડીએસે કહ્યું કે બીજેપી ધારાસભ્યોની ખરીદી માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. જેડીએસે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરીને આ ગંભીર આરોપ લગાવ્યો છે. 

કર્ણાટક  સંકટ પર સંસદમાં હંગામો
 
કર્ણાટકમાં મંડરાઇ રહેલો ખતરાના પડઘા લોકસભા અને રાજ્યસભામાં પણ પડ્યા હતા. લોકસભામાં રાહુલ ગાંધીએ તેના વિરુદ્ધ નારા લગાવ્યા હતા જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસે જોરદાર હંગામો કર્યો હતો, જે બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 

કર'નાટક' : ધારાસભ્યો મુંબઈથી ગોવા ઉપડ્યાં, કોંગ્રેસ મનાવવા પાછળ દોડ્યું

કોંગ્રેસના બળવાખોર MLAની સદસ્યતા રદ્દ કરવાની માગ 


જ્યારે બીજી તરફ કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિદ્દારમૈયા તથા દિનેશ ગુંડ્ડુએ સ્પીકરને પત્ર લખ્યો છે. પત્ર લખીને તેઓએ માગ કરી છે કે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યની સભ્યતા રદ્દ કરવામાં આવે. આ બંને નેતાઓએ સ્પીકર સમક્ષ માગ મૂકી છે કે મુંબઈ ગયેલા બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવે.

રાજકીય સંકટ વચ્ચે ટૂંક સમયમાં નવી કેબિનેટની રચના કરશે CM કુમારસ્વામી


કોંગ્રેસ જેડીએસ ગઠબંધન તૂટવાના આરે છે, ત્યારે ભાજપને પણ બળવાખોર ધારાસભ્યોનો સાથ મળી રહ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ભાજપના સમર્થક ધારાસભ્યોની સંખ્યા વધીને 107 થઈ છે. જેથી કર્ણાટક સરકાર પર સંકટ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ