બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut blames bollywood superstar for naga chaitanya samantha divorce

લો બોલો / સાઉથની સુપરસ્ટારે છૂટાછેડા લીધા તો કંગના બોલિવૂડના સુપરસ્ટાર ખાન પર વિફરી, કહી નાંખી આ વાત

Premal

Last Updated: 12:13 PM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં એવા રિપોર્ટસ સામે આવ્યાં હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે નાગા ચૈતન્ય અને સામંથા અક્કિનેની ટૂંક સમયમાં છૂટાછેડાની જાહેરાત કરી શકે છે. તો હવે સામંથાએ તેની પર સત્તાવાર મ્હોર મારી દીધી છે.

  • નાગા ચૈતન્ય અને સામંથા અક્કિનેની થયા અલગ
  • અભિનેત્રી કંગના રનોતે છૂટાછેડા પર આપ્યું મોટું નિવેદન
  • જે લોકો મહિલાને કપડાંની જેમ બદલે છે, તેની પર દયા બંધ કરો

જે લોકો મહિલાને કપડાંની જેમ બદલે છે, તેના પર દયા ના રાખશો: કંગના

તાજેતરમાં સામંથાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેના પ્રશંસકોને છૂટાછેડાની માહિતી આપી છે. બંનેએ સહમતીપૂર્વક અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ અંગે અભિનેત્રી કંગના રનોતે પણ મોટું નિવેદન આપ્યું છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ લખી જેમાં તેણે બોલીવુડ સુપરસ્ટારને નિશાને લીધા. કંગનાએ લખ્યું, બોલીવુડના એક તલાક એક્સપર્ટના કારણે બંને વચ્ચે છૂટાછેડા થયા છે. કંગનાએ વધુમાં લખ્યું, જ્યારે પણ છૂટાછેડા થાય છે ત્યારે ભૂલ હંમેશા પુરૂષની હોય છે, આ કહેવુ તમને રૂઢીવાદી અને જજમેન્ટલ લાગશે. પરંતુ આ રીતે ભગવાને પુરૂષ અને મહિલાને બનાવ્યાં છે. આ પ્રકારની લોકો પર દયા કરવાનુ બંધ કરો, જે મહિલાને કપડાંની જેમ બદલે છે અને પછી તેને પોતાના સૌથી સારા મિત્ર જણાવે છે. આવામાં 100માંથી એક મહિલા ખોટી હોઈ શકે છે, પરંતુ દરેક નહીં.

કંગનાએ આમિર ખાનનો કર્યો ઉલ્લેખ

કંગનાએ કહ્યું, ધિક્કાર છે આવા લોકો પર જેને મીડિયા અને તેના પ્રશંસકો તરફથી પ્રોત્સાહન મળે છે. તેઓ મહિલાના વખાણ કરે છે અને મહિલાને જજ કરે છે. છૂટાછેડાની સંસ્કૃતિ પહેલા કરતા ઘણી વધી ગઇ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંગનાએ જે સુપરસ્ટારનો ઉલ્લેખ કર્યો છે, તે આમિર ખાન છે. તાજેતરમાં આમિરે પોતાની બીજી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા છે. આ ઉપરાંત તેઓ થોડા દિવસ પહેલાં નાગાર્જુન અને તેના પરિવારને મળવા ગયા હતા. કંગના સિવાય ઘણી સેલિબ્રિટીઓએ દંપત્તિના છૂટાછેડા પર પ્રતિક્રિયા આપી છે.

સામંથાએ આપી હતી માહિતી

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં દક્ષિણ ભારતની ખ્યાતનામ અભિનેત્રી સામંથાએ છૂટાછેડાની માહિતી આપી. તેમણે લખ્યું, અમારા બધા શુભચિંતકો માટે. ખૂબ વિચાર્યા બાદ મેં અને ચૈતન્યએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે પતી-પત્નીની જેમ પોતાના રસ્તા અલગ કરવાનો નિર્ણય કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ