ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / Kajal Hindustani breaks her silence on Patidar daughter controversy

પ્રતિક્રિયા / પાટીદાર દીકરી પર વિવાદ અંગે કાજલ હિન્દુસ્થાનીએ મૌન તોડ્યું, કોંગ્રેસ પર ઢોળ્યો દોષનો ટોપલો

Published By: Vishal Khamar

Last Updated: 04:57 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર દિકરીઓ પર કરેલ વિવાદિત નિવેદનને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે કાજલ હિન્દુસ્તાનીએ સો-મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, હું દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું.

ADVERTISEMENT

પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન પર કાજલ હિન્દુસ્થાનીએ મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે દ્રૌપદીનું ચીરહરણ જે રીતે થયું તેવા દ્રશ્યો મારા મનમાં આવ્યા હતા. કોંગ્રેસના લોકોએ મારા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાટીદાર અને હિંદુ સમાજના લોકોએ મને સમર્થન આપ્યું. લોકોને ભ્રમિત કરવા વીડિયો એડિટ કરાયો હતો. 11 મહિના પહેલાનો વીડિયો અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે. ચૂંટણીને કારણે વીડિયો એડિટ કરીને રજૂ કરવામાં આવ્યો છે.

ગત રોજ રાતનાં સમયે મારા મગજમાં શું આવ્યું તે હું આપની સાથે શેર કરૂ છું
પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન બાદ કાજલ હિન્દુસ્થાનીએ નિવેદન આપ્યુ છે. લોકોને એમ લાગ્યું કે બહેન ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા. સાચે જ તમને લાગે છે કે હું કોઈ પણ પરિસ્થિતિથી ભાગી શકું. ત્યારે મારામાં આટલી શક્તિ છે કે દરેક પરિસ્થિતિને સહન કરી શકું છું. રાતે હું સુતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું તે હું આપની સાથે શેર કરવા માંગુ છું.  મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા તે મહાભારતમાં દ્રૌપદી ચિરહરણ વાળું જે હતું તે દ્રશ્ય આવતું હતું.

વધુ વાંચોઃ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરી આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ, પ્રેમ સંબંધ, અકસ્માત અને દસ દિવસનું રહસ્ય ખૂલ્યું

કોંગ્રેસના જાતિવાદી ઠગોએ તેમજ તેમનાં સાથીદારોએ મારા પર ખૂબ એટેક કર્યાઃ કાજલ હિન્દુસ્થાની
મહાભારતમાં ત્રણ પક્ષ હતા જેમાં એક પક્ષ હતો જે હુમલો કરતી હતી દુર્યોધન અને દુશાસનવાળી ગેંગ, એક પક્ષ હતો જે ડિફેન્ડ કરતો હતો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અને ત્રીજો પક્ષ જે હતો એ મુક દર્શક બનીને બેઠો હતો. જેમાં તેઓ સમગ્ર ઘટનાને જોઈ શકતા હતા તેમજ સાંભળી શકતા હતા. પરંતું કંઈ બોલી શકતા ન હતો. જેમકે દ્રોણ, ભીષ્મ અને કર્ણ. કાલના આખા ઘટના ક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગો તેમજ તેમનાં સાથીદારો દ્વારા ખૂબ એટેક કર્યા.  ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનાં રૂપમાં પાટીદાર સમાજનાં અને હિંદુ સમાજનાં સમસ્ત ભાઈઓ મારા બચાવ પક્ષમાં આવ્યા. ઘણા બધા મારા ભાઈ બહેનોએ મને સપોર્ટ આપ્યો. જેથી હું મારી જાતને સૌભાગ્ય માનું છું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Controversial Statement Kajal Hindusthani Patidar children patidar leaders કાજલ હિન્દુસ્થાની કોંગ્રેસ પાટીદાર આગેવાનો પાટીદાર દિકરીઓ વિવાદિત નિવેદન ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ