બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ટેક અને ઓટો / 'Jio Bharat' 4G Phone Launch for '2G Mukt Bharat' Unlimited Voice Calling, 14 GB 4G Data

Jio Bharat Phone / ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે Jioએ લૉન્ચ કર્યો 4G મોબાઇલ, '2G મુક્ત ભારત' અભિયાનને બનાવ્યું વેગવંતુ

Megha

Last Updated: 02:16 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોએ માત્ર 999 ની કિંમતનો એક મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે 2જી મુક્ત ભારતના પગલે આ 4જી મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યો છે. જિયો ભારત ફોન માટે બીટા ટ્રાયલ 7મી જુલાઈ 2023થી શરૂ થશે.

  • રિલાયન્સ JIO લોન્ચ કરશે માત્ર 999 ની કિંમતનો  મોબાઈલ ફોન
  • બીટા ટ્રાયલ 7મી જુલાઈ 2023થી શરૂ 
  • 250 મિલિયન ફીચર ફોનના યુઝર્સને ઇન્ટરનેટ એક્સેસ સુધી પહોંચાડવાનો ધ્યેય
  • દરેક ભારતીય સુધી ટેકનોલોજીનો લાભ પહોંચાડવાની કોશિશ 

JIO ભારત હાલના 250 મિલિયન ફીચર ફોન યુઝર્સને ઇન્ટરનેટ સાથેના ફોન થકી સક્ષમ બનાવશે. ડિવાઇસ અને નેટવર્ક ક્ષમતા વાળા જિયો ભારત પ્લેટફોર્મથી એન્ટ્રી-લેવલના ફોન પર ઇન્ટરનેટની સેવાઓ આપી શકાય છે. રિલાયન્સ રિટેલ ઉપરાંત અન્ય ફોન બ્રાન્ડ્સ 'જિયો ભારત ફોન' બનાવવા માટે 'જિયો ભારત પ્લેટફોર્મ' અપનાવી રહ્યાં છે.

ઇન્ટરનેટ-સક્ષમ ફોન માટે સૌથી ઓછી પ્રારંભિક કિંમત
રિલાયન્સ જિયોએ માત્ર 999 ની કિંમતનો એક મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે 2જી મુક્ત ભારતના પગલે આ 4જી મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઇલની સાથે jio ના બે નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા છે.  વૉઇસ કૉલ્સ અને 2GB ડેટા માટે અન્ય ઑપરેટરના ₹179ના પ્લાનની સરખામણીમાં 30% સસ્તો માસિક પ્લાન અને અન્ય ઓપરેટર્સના ફીચર ફોનની કિંમતોની સરખામણીમાં સાત ગણો વધુ ડેટા અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 14 જીબી ડેટા માટે દર મહિને ₹123 ચૂકવવા પડશે. 

બીટા ટ્રાયલ 7મી જુલાઈ 2023થી શરૂ 
પ્રથમ એક મિલિયન જિયો ભારત ફોન માટે બીટા ટ્રાયલ 7મી જુલાઈ 2023થી શરૂ થશે. લાખો ફીચર ફોન વપરાશકર્તાઓને અપગ્રેડ કરવા માટે પ્લેટફોર્મ અને પ્રોસેસીસનો વ્યાપ વિસ્તાર સુનિશ્ચિત થશે બીટા ટ્રાયલનો વ્યાપ 6500 તાલુકાઓ પહોંચશે. આ સેગમેન્ટના ગ્રાહકો સ્માર્ટફોન ખરીદી શકવા અસમર્થ હોવાથી ઓપરેટર્સ આ સેગમેન્ટનો સૌથી વધુ કસ કાઢી રહ્યા છે. આવા ગ્રાહકો માત્ર ઊંચી કિંમતોના જ સામનો નથી કરી રહ્યાં પરંતુ તેઓ ડિજિટલ સેવાઓથી પણ વંચિત છે.

250 મિલિયન ફીચર ફોનના યુઝર્સને ઇન્ટરનેટ એક્સેસ સુધી પહોંચાડવાનો ધ્યેય
આ મામલે રિલાયન્સ જિયો કંપનીના જણાવ્યા અનુસાર ભારતમાં હજુ પણ 250 મિલિયન લોકો એવા છે. જે 2 જી મોબાઈલ યુઝ કરી રહ્યા છે અને તેઓની પાસે ફીચર ફોન છે કંપની દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આવા યુઝર્સ પાસે ઇન્ટરનેટ વાળા મોબાઈલ નથી. કંપની દ્વારા પ્રેસ રિલીઝમાં જાહેર કરાયા મુજબ આ ફોનને લોન્ચ કરી કંપનીનો હેતુ 250 મિલિયન ફીચર ફોનના યુઝર્ષને ઇન્ટરનેટ એક્સેસ સુધી પહોંચાડવાનો હોવાનું જણાઈ રહ્યું છે.

 
દરેક ભારતીય સુધી ટેકનોલોજીનો લાભ પહોંચાડવામાં આવશે 
આ પ્રસંગે રિલાયન્સ જિયોના ચેરમેન શ્રી આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, "ભારતમાં આજે પણ એવા 250 મિલિયન મોબાઈલ ફોન યુઝર્સ છે કે જેઓ 2જીના યુગમાં જ 'સપડાયેલા' છે, જેઓ એવા સમયે પણ ઈન્ટરનેટના પાયાગત ફીચર્સને પ્રાપ્ત નથી કરી શકતા જ્યારે કે દુનિયા 5જીના ક્રાંતિકારી યુગમાં પહોંચી ચૂકી છે. આજથી 6 વર્ષ અગાઉ, જિયો લોંચ કરાયું હતું ત્યારે, અમે એ બાબત સ્પષ્ટ કરી દીધી હતી કે, જિયો ઈન્ટરનેટને સર્વવ્યાપી બનાવીને દરેક ભારતીય સુધી ટેકનોલોજીનો લાભ પહોંચાડવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ટેકનોલોજી હવે અમુક ચુનંદા લોકોના વિશેષાધિકાર પૂરતી મર્યાદિત નથી રહી.

દેશ ડિજિટલ સમાજની દિશામાં વળાંક લઈ રહ્યો છે
જિયો ખાતે અમે આ ડિજિટલ ખાઈને નાબૂદ કરવા માટે સાહસિક પગલાં લેવાનું જારી રાખીશું અને દરેક ભારતીયને આ ચળવળમાં જોડાવા માટે આમંત્રિત કરીશું. આપણા દેશના દરેક નાગરિકની અમે કાળજી રાખીએ છીએ, અને આપણો મહાન દેશ જે ડિજિટલ સમાજની દિશામાં વળાંક લઈ રહ્યો છે તેના લાભો દરેકે દરેક વ્યક્તિને મળે તે માટે બે કદમ આગળ જવામાં અમે બિલકુલ ખચકાટ રાખીશું નહીં."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ