બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / Jailed Khalistan supporter Amritpal Singh will contest Lok Sabha elections

લોકસભા ચૂંટણી 2024 / જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ લડશે લોકસભા ચૂંટણી, પંજાબની સીટ પરથી બનશે અપક્ષ ઉમેદવાર

Ajit Jadeja

Last Updated: 08:30 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૃતપાલના પિતા તરસેમસિંહે કહ્યું કે તેઓ તેમના પુત્રને મળ્યા પછી જ આ મામલે જણાવશે.

Punjab News: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ લોકસભા ચૂંટણી લડશે. પંજાબની સીટ પરથી અપક્ષ ઉમેદવાર બનશે. અમૃતપાલના પિતા તરસેમસિંહે કહ્યું કે તેઓ ગુરુવારે તેમના પુત્રને મળ્યા પછી જ આ મામલે જણાવશે. તે પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.

ગયા વર્ષે એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી

આસામની જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ હવે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. હાલમાં જ તેના વકીલે આવો દાવો કર્યો છે. 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહની ગયા વર્ષે એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો  લાગુ કરવામાં આવ્યો હતો. અમૃતપાલ તેના નવ સાથીઓ સાથે હાલમાં ડિબ્રુગઢ જેલમાં બંધ છે.

ખડુર સાહિબ સીટ પરથી ઉમેદવારી કરી શકે 

એવી શક્યતાઓ છે કે અમૃતપાલ ખડુર સાહિબ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. જો કે, અમૃતપાલના પિતા તરસેમસિંહએ કહ્યુ કે ગુરુવારે તેમના દિકરીને મળવાના છે અને ચુંટણી લડવા મામલે ત્યારબાદ કોઇ ટિપ્પણી કરી શકશે. જો કે  તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમૃતપાલસિંહે શરૂઆતમાં રાજકારણમાં જોડાવામાં કોઈ રસ દાખવ્યો ન હતો.

ભાઈ સાહેબે વિનંતી સ્વીકારીઃ વકીલનો દાવો

એડવોકેટ રાજદેવસિંહ ખાલસાએ દાવો કર્યો હતો કે તેઓ બુધવારે ડિબ્રુગઢ જેલમાં ઉપદેશકને મળ્યા હતા અને તેમને ચૂંટણી લડવા વિનંતી કરી હતી. ખાલસાએ કહ્યું, હું આજે ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં અમૃતપાલને મળ્યો હતો અને મીટિંગ દરમિયાન મેં તેમને વિનંતી કરી હતી કે 'ખાલસા પંથ'ના હિતમાં તેમણે આ વખતે સંસદ સભ્ય બનવા માટે ખડૂર સાહિબથી ચૂંટણી લડવી જોઈએ. ખાલસાએ દાવો કર્યો, 'ભાઈ સાહેબે પંથના હિતમાં મારી વિનંતી સ્વીકારી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.'

આ પણ વાંચોઃ સંદેશખાલીમાં CBIને હાથ લાગ્યો હથિયારોનો ભંડાર, ભાજપના મમતા સરકાર પર આતંકીઓને બચાવવાનો આરોપ

પોલીસ સાથે ઘર્ષણ થયું હતું

ગયા વર્ષે 23 ફેબ્રુઆરીએ અમૃતપાલ અને તેના સમર્થકો બેરિકેડ તોડીને અજનલા પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા હતા. તે દરમિયાન સહયોગી લવપ્રીતસિંહ તુફાનને છોડાવવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ પછી પંજાબ પોલીસ એક્શનમાં આવી અને અમૃતપાલ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી કરી. તે ગયા વર્ષે માર્ચમાં જલંધર જિલ્લામાં પોલીસથી બચી નાસી છુટ્યો હતો. પરંતુ લાંબી શોધખોળ બાદ 23 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ