બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Jagannath temple Pooja Netrotsav Ahmedabad

જય જગન્નાથ / અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ, મંદિરની અંદરની પરંપરા નહીં તૂટે

Hiren

Last Updated: 06:38 PM, 21 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર હાઇકોર્ટે રોક લગાવી છે. મંદિરની બહાર રથ લઇ જવા હાઇકોર્ટે મનાઈ ફરમાવી છે. હાઇકોર્ટની રોક બાદ મંદિર પ્રશાસને નિર્ણય કર્યો છે. મંદિરની અંદરની અન્ય પરંપરા તૂટશે નહીં. ત્યારે આજે રથયાત્રા પહેલા થતી પરંપરાગત પૂજા અર્ચના મંદિરમાં કરવામાં આવી રહી છે. નેત્રોત્સવ, સોનાવેશ, પહિંદવિધિ યોજવામાં આવી રહી છે. ધ્વજા રોહણ, રથપૂજાની તમામ પરંપરા તૂટશે નહીં. ભગવાનને મહાપ્રસાદ તરીકે અપાતી ખીચડીનો ભોગ આપવામાં આવશે.

  • અમદાવાદમાં જગન્નાથ મંદિરે નેત્રોત્સવ, ધ્વજારોહણ વિધિ
  • સોશિયલ ડિસ્ટન્સ રાખીને પૂજા અર્ચના શરુ
  • વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં ભગવાનનું સ્વાગત કરાયું

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ

અમદાવાદમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ પૂર્ણ થયું છે. ત્યારે સૂર્યગ્રહણ બાદ જગન્નાથ મંદિરના દ્વાર ખુલ્યા છે. ગ્રહણ બાદ મંદિરની સફાઈ થઇ હતી. મંદિરની સફાઈ બાદ નેત્રોત્સવની વિધિ યોજાઇ છે. જેઠ માસની અમાસે મોસાળથી ભગવાન નિજ પરત આવે છે. મોસાળથી આવ્યા બાદ ભગવાન બીમાર થતા આંખો આવી જાય છે. જેથી જેથી નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે. જોકે ગ્રહણના કારણે નેત્રોત્સવની પૂજાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સૂર્યગ્રહણના કારણે પ્રથમવખત સાંજે નેત્રોત્સવ વિધિ યોજાઇ. નેત્રોત્સવમાં હાજરી આપવા ભક્તોની મંદિરમાં ભીડ જામી હતી. મંદિરમાં નેત્રોત્સવની વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થઇ. સોશિયલ ડિસ્ટન્સ રાખીને પૂજા અર્ચના શરુ.

મામાને ત્યાંથી નિજ મંદિર પરત ભગવાન જગન્નાથ ફર્યા છે. ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે પરત જગન્નાથ ફર્યા છે. 15 દિવસ મામાના ઘરે રહ્યાં બાદ ભગવાન જેઠ માસની અમાસે નિજ મંદિરમાં પરત આવે છે. 

અમદાવાદમાં જગન્નાથ મંદિરે ધ્વજારોહણ વિધિ

અમદાવાદમાં જગન્નાથ મંદિરે ધ્વજારોહણ વિધિ કરવામાં આવી છે. વાતજે ગાજતે ધ્વજારોહણ વિધિ કરવામાં આવી છે. તેમજ દર વર્ષની જેમ મેયરના હસ્તે આ વિધિ કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસને કારણે મંદિર સભ્યો દ્વારા આ વિધિ કરવામાં આવી છે. તેમજ આ વર્ષે મેયરની ગેરહાજરીમાં ધ્વાજારોહણ વિધિ કરવામાં આવી છે.

મંદિર પરિસરમાં રથ ફેરવવાની મંજૂરી માગવામાં આવશે

અમદાવાદમાં રથયાત્રા પર હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. ત્યારે હાઇકોર્ટના સ્ટે બાદ મંદિર પ્રશાસન સરકાર સાથે બેઠક કરશે. પહિંદવિધી અંગે સરકાર સાથે ચર્ચા કરાશે. પહિંદવિધી મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. પહિંદવિધી, રથપૂજા કરવા મંજૂરી માગવામાં આવશે. મંદિર પરિસરમાં રથ ફેરવવાની મંજૂરી માગવામાં આવશે.

જગન્નાથજી મંદિરની બહાર ભક્તોની ભીડ જામી

અમદાવાદમાં જગન્નાથજી મંદિરની બહાર ભક્તોની ભીડ જામી છે. એક તરફ કોર્પોરેશનને કોરોના મહામારીને લઇને સામાજિક અંતર અને સ્વાસ્થ્ય અંગના નિયમો જળવાય તે હેતુસર રથયાત્રાને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો સામે પક્ષે ભક્તોએ રથયાત્રા થવી જોઈએના નાદ સાથે ભીડ એકઠી થઇ છે. જય રણછોડના નાદ સાથે ભક્તો મંદિર નજીક ઉમટ્યા છે. હવે તંત્ર આ અંગે શું નિર્ણય કર છે તે જોવું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ