બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ISRO says Pragyan rover confirmed presence of Sulphur, detected Oxygen on moon; search for Hydrogen underway

મૂન રહસ્ય ખુલ્યું / BIG NEWS : રોવરે શોધી કાઢ્યો 'પ્રાણ', સર્ચમાં સાઉથ પોલ પર મળ્યું આવું આવું, હવે પાંગરશે જીવન

Hiralal

Last Updated: 09:45 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3ના રોવરે ચંદ્ર પર જીવન માટે જરુરી એવા ઓક્સિજન અને સલ્ફર સહિતના ઘણા કેમિકલ તત્વોની શોધ કરી હોવાનું ઈસરો દ્વારા જણાવાયું છે.

  • પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર કરી મોટી ખોજ
  • દક્ષિણ ધ્રૂવ પર શોધી કાઢ્યો ઓક્સિજન-સલ્ફર
  • હવે કરી રહ્યું છે હાઈડ્રોજનની શોધ 

રહસ્યો ઉકેલવા કામે લાગેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર પહેલી મોટી ખોજ કરી લીધી છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર ઓક્સિજન અને સલ્ફર જેવા તત્વો શોધી કાઢ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ મંગળવારે આ માહિતી આપી હતી. સ્પેસ એજન્સીએ કહ્યું કે હવે રોવર હાઇડ્રોજન શોધવાનું વિચારી રહ્યું છે. ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન -3 ના પ્રજ્ઞાન રોવર પર લેસર-પ્રેરિત ભંગાણ સ્પેક્ટ્રોસ્કોપીએ પ્રથમ વખત દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. આ સિવાય રોવર પ્રજ્ઞાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની શોધ કરી છે.

રોવરને કયા કયા તત્વો મળ્યાં 
ઈસરોએ ટ્વીટ કર્યું હતું કે, "રોવર પર લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (એલઆઇબીએસ) ઉપકરણ, પ્રથમ વખત ઇન-સીટુ માપન દ્વારા, સ્પષ્ટપણે દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (ઓ) ની હાજરીની પુષ્ટિ કરે છે." અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ (Al), કેલ્શિયમ (Ca), આયર્ન (Fe), ક્રોમિયમ (Cr), ટાઇટેનિયમ (Ti), મેંગેનીઝ (Mn), સિલિકોન (Si) અને O (ઓક્સિજન) પણ મળી આવ્યા છે. હાઇડ્રોજન (H) ની શોધ ચાલુ રહે છે. એલઆઇબીએસ ઉપકરણને ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS)/ઇસરો, બેંગલુરુની પ્રયોગશાળામાં વિકસાવવામાં આવ્યું છે. 

રોવરે કેમ રીતે શોધ્યા કેમિકલ તત્વો 
રોવરમાં લાગેલા એલ.આઈ.બી.એસ. ચંદ્રની સપાટી પર તીવ્ર લેસર કિરણો ફેંકીને તેનું વિશ્લેષણ કર્યું હતું. આ લેસર કિરણો ખૂબ જ તીવ્રતાવાળા પત્થરો અથવા જમીન પર પડતાં તેમાંથી અત્યંત ગરમ પ્લાઝ્મા પેદા થયા હતા, આ પ્લાઝ્માથી તેને જાણવા મળ્યું કે નીચે ખનીજો અને રસાયણો રહેલા છે. આ પહેલા વિક્રમ લેન્ડરમાં લગાવવામાં આવેલા એક ખાસ થર્મોમીટરે જણાવ્યું હતું કે ચંદ્રની સપાટીથી ઉપર અને સપાટીથી 10 સેન્ટીમીટર સુધી એટલે કે લગભગ 4 ઇંચ નીચે તાપમાનમાં મોટો તફાવત છે. ઈસરોએ ચંદ્રની સપાટી પર કેટલું તાપમાન પણ તે પણ જાહેર કર્યું હતું. દક્ષિણ ધ્રુવ નજીકની સપાટીનું તાપમાન 50થી 60 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. 

થોડા વખતમાં મળશે સારું પરિણામ-રોવરે મોકલ્યો હતો મેસેજ  
 કેમિકલની શોધ પહેલા રોવરે ચંદ્ર પરથી સંદેશો મોકલીને સૌ સારા સમાચાર આપ્યાં હતા. રોવરે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી છે.પૃથ્વીવાસીઓની પણ ખબર પૂછી હતી. રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારું છે. આ સાથે જ સંદેશામાં એવું પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં સૌથી સારું પરિણામ આવવાનું છે. ઈસરોએ પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,' હેલો પૃથ્વીવાસીઓ! હું ચંદ્રયાન-3નો પ્રજ્ઞાન રોવર. આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો. હું સૌને જણાવવા ઈચ્છું છું કે હું ચંદ્રનાં રહસ્યો ઉજાગર કરવાનાં પોતાના લક્ષ્ય પર છું અને હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં પણ છીએ. સૌથી સારું પરિણામ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે.

ચંદ્રયાને ચંદ્રનો અડધો દિવસ પૂરો કર્યો 
ચંદ્રયાન-3 મિશનની લાઈફ એક ચંદ્ર દિવસ બરાબરની જ છે.  પૃથ્વીનાં 14 દિવસો = 1 ચંદ્રનો દિવસ. ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3એ 23 ઑગસ્ટનાં લેન્ડિંગ કર્યું હતું. એટલે કે લેન્ડિંગને 7 દિવસ= ચંદ્ર પરનો અડધો દિવસ વ્યતિત થઈ ગયો છે. હવે બસ અડધો જ દિવસ બચ્યો છે. આ દરમિયાન ISRO લેન્ડર અને રોવરની મદદથી ચંદ્ર પરનાં રહસ્યો વિશે માહિતી એકત્રીત કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ