બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / ISRO is providing moment by moment information about Chandrayaan-3

ભારતની ચંદ્રક્રાંતિ / ચંદ્રયાન-3 મિશન : ઓટોમેટિક લેન્ડિંગ સિકવસ ઑન, જાતેજ ચંદ્રયાન લેન્ડિંગની સુરક્ષિત જગ્યા શોધી કાઢી ઉતરશે

Dinesh

Last Updated: 07:15 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing : ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર લેન્ડિંગ માટે લગભગ 30 કિમીની ઉંચાઈ પર લેન્ડર પાવર બ્રેકિંગ ફેઝમાં પ્રવેશ કરે છે ત્યારે ધીમે ધીમે સ્પીડ ઘટાડાવામાં આવે છે.

 

  • ISRO ચંદ્રયાન-3 વિશે પળે પળની માહિતી આપી રહ્યું છે
  • આ મિશનમાં ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે
  • ચંદ્રયાન-3 આજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે


ચંદ્રયાન 3ની માહિતી: ભારતના ચંદ્રયાન-3 મિશન માટે આગામી 3 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ત્રણ કલાકમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. ISRO ચંદ્રયાન-3 વિશે પળે પળની માહિતી આપી રહ્યું છે. ઈસરોએ ચંદ્રયાન-3ના ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ વિશે જણાવ્યું કે, આ સમગ્ર મિશન માટે ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની ખૂબ નજીક હશે ત્યારે ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ શરૂ થશે અને તે ચંદ્રયાન માટે તે મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન-3ને ચંદ્રની ધરતી પર ઉતારતા પહેલા ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ શરૂ કરશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ બુધવારે જણાવ્યું હતું કે, તે તેના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ (LM)ને બુધવારે ચંદ્રની સપાટી પર લાવવા માટે ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ (ALS) શરૂ કરવા માટે તૈયાર છે. 

દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે
લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનથી સજ્જ LM બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ એક એવી સિદ્ધિ છે જે અત્યાર સુધી કોઈ દેશ મેળવી શક્યો નથી. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ (ALS) શરૂ કરવા માટે તૈયાર છે. લેન્ડર મોડ્યુલ (LM) લગભગ 17.44 કલાકે (ભારતીય સમય મુજબ 5.44 કલાકે) નિયુક્ત જગ્યા સુધી પહોંચે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે, ALS કમાન્ડ પ્રાપ્ત કર્યા પછી LM ઝડપથી ઉતરવા માટે થ્રોટલેબલ એન્જિનને સક્રિય કરે છે. મિશન ઓપરેશન્સ ટીમ આદેશોના વ્યવસ્થિત અમલીકરણની પુષ્ટિ કરશે. તમામ બાબતો તપાસ્યા પછી અને ઉતરાણનો નિર્ણય લીધા પછી ISRO નિર્ધારિત સમયના થોડા કલાકો પહેલા બાયલુ ખાતેના તેના ભારતીય ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) ઇન્સ્ટોલેશનથી LM કમાન્ડ આપશે.

ઈસરોના અધિકારીનું નિવેદન
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર લેન્ડિંગ માટે લગભગ 30 કિમીની ઉંચાઈ પર લેન્ડર પાવર બ્રેકિંગ ફેઝમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે સ્પીડ ઘટાડે છે. ચંદ્રની સપાટી સુધી પહોંચવા માટે તેના ચાર થ્રસ્ટર એન્જિનના રેટ્રો ફાયરિંગનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેમણે કહ્યું કે, ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરને કારણે લેન્ડર ક્રેશ ન થાય તેની ખાતરી પણ રાખવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તે 6.8 કિમીની ઉંચાઈ પર પહોંચશે ત્યારે માત્ર બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને અન્ય બે એન્જિનને બંધ કરી દેવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય રિવર્સ થ્રસ્ટ એટલે કે, સામાન્ય દિશાની વિરુદ્ધ દિશામાં ધકેલવોમાં આવશે. લેન્ડિંગ પછી લેન્ડરની ગતિ ધીમી કરવામાં તેને મદદ કરશે. વધુમાં માહિતી આપી કે, લગભગ 150 થી 100 મીટરની ઉંચાઈ પર પહોંચવા પર લેન્ડર તેના સેન્સર અને કેમેરાની તપાસણી કરશે કે, કઈ ખામી તો નથી ત્યાર પછી સોફ્ટ-લેન્ડિંગ કરવાનું શરૂ કરશે.

લેન્ડિંગ પછી ચંદ્રની સપાટીની નજીક એન્જિન સક્રિય થશે
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે તાજેતરમાં કહ્યું હતું કે, 30 કિમીની ઉંચાઈથી અંતિમ ઉતરાણ સુધી લેન્ડરની ઝડપ ઘટાડવાની પ્રક્રિયા કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોફ્ટ-લેન્ડિંગ પછી રોવર તેની એક બાજુની પેનલનો ઉપયોગ કરીને લેન્ડરની અંદરથી ચંદ્રની સપાટી પર ઉતરશે જે રેમ્પ તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે, લેન્ડિંગ પછી ચંદ્રની સપાટીની નજીક  એન્જિન સક્રિય થવાને કારણે લેન્ડરને ધૂળના પડકારનો સામનો કરવો પડી શકે છે. ISROના જણાવ્યા અનુસાર, ચંદ્રની સપાટી અને આસપાસના વાતાવરણનો અભ્યાસ કરવા માટે લેન્ડર અને રોવર પાસે એક ચંદ્ર દિવસ એટલે કે, લગભગ પૃથ્વી પરના 14 દિવસ હશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ