બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / israel palestine conflict hamas attack benjamin netanyahu started iron swords what happened till now

આરંભ હૈ પ્રચંડ / આતંકી હુમલા બાદ ઈઝરાયલે આતંકીઓનો સફાયો કર્યો શરૂ: ગાઝામાં 230થી વધુના ઢીમ ઢાળી દેવાયા, આખી રાત છોડવામાં આવ્યા રોકેટ

Malay

Last Updated: 08:07 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Palestine conflict: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલુ છે. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 300 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં 250 લોકો માર્યા ગયા છે.

  • હમાસે ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા
  • અત્યાર સુધીમાં ઈઝરાયેલના 300 લોકોના મોત
  • ગાઝામાં 230 લોકોના થઈ ચૂક્યા છે મોત 
  • ઈઝરાયેલની શાળાઓમાં આજે રજાના આદેશ

Israel-Palestine conflict: ઈઝરાયેલ માટે શનિવારની સવાર એ ઐતિહાસિક દુર્ઘટના લઈને આવી, જે આ દેશે પહેલા ક્યારેય જોઈ ન હતી. પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ સંઘર્ષમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઈઝરાયેલના 300 લોકો માર્યા ગયા છે, તો જવાબી હુમલામાં ગાઝામાં 230 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈજાગ્રસ્તોની વાત કરીએ તો તેમની સંખ્યા 3500ને વટાવી ગઈ છે. આ પહેલા હમાસ તરફ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણે ઘણા ઈઝરાયેલી સૈનિકોને બંધક બનાવ્યા છે. ઈઝરાયેલના ઘણા નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે.

VIDEO: હાથમાં બંદૂકો લઈને એકસાથે ઘરો પર હુમલા, મહિલાઓ-વૃદ્ધોને બનાવી લીધા  બંધક: ઈઝરાયલમાં ઈતિહાસનો સૌથી ભયાનક હુમલો I <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/israel' title='Israel'>Israel</a> <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/palestine' title='Palestine'>Palestine</a> war: <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/palestine' title='Palestine'>Palestine</a>  militants ...

આખી રાત ચાલું રહ્યા હુમલા
હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં આખી રાત હુમલા ચાલુ રહ્યા. ઈઝરાયેલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, સૈન્ય હજુ પણ દક્ષિણ ઈઝરાયેલના કેટલાક ભાગોમાં હમાસને જડબાતોડ જવાબ આપવામાં વ્યસ્ત છે અને દેશમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં નથી. સોશિયલ મીડિયા પર એક બ્રીફિંગમાં પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ગાઝા નજીકના ઈઝરાયલી વિસ્તારો પર શનિવારના ઓચિંતા હુમલામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકો અને સૈન્ય કર્મચારીઓની મોટી સંખ્યા યુદ્ધના ભવિષ્યને આકર આપશે અને ઈઝરાયેલ હમાસ વિરુદ્ધ શું કરશે, તે નક્કી કરશે. 

હમાસે શનિવારે સવારે શરૂ કર્યું હતું ઓપરેશન 'અલ-અક્સા ફ્લડ'
હમાસે શનિવારે સવારે (7 ઓક્ટોબર) અચાનક જ ગાઝાથી ઈઝરાયેલ પર અનેક રોકેટ છોડ્યા. હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ સિવાય હમાસે દક્ષિણ ઈઝરાયેલમાં ઘૂસણખોરી પણ કરી. હમાસે આ ઓપરેશનને 'અલ-અક્સા ફ્લડ' નામ આપ્યું છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે 'યુદ્ધ'ની ઘોષણા કરી દીધી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એલાન કરતાં કહ્યું કે, તેમનો દેશ તેમના દુશ્મન પાસેથી "અભૂતપૂર્વ કિંમત" વસુલશે. ઈઝરાયેલે તેના દુશ્મનો સામે 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કર્યું છે.

VIDEO: ઈઝરાયલ પર એક બાદ એક હજારો રોકેટથી ભીષણ હુમલા, ગાડીઓ પર બંદૂક સાથે  ઘૂસી ગયા આતંકવાદી: ભયાનક દ્રશ્યો જોઈ દુનિયા સ્તબ્ધ | VIDEO: Sirens warn of  rockets ...

ઈઝરાયેલે શરૂ કર્યું કાઉન્ટર ઓપરેશન 'આયર્ન સ્વોર્ડ્સ'
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું કે અમે હમાસના હુમલાના જવાબમાં ઓપરેશન 'આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કર્યું છે. તેના દ્વારા ગાઝા પટ્ટીમાં હવા, જમીન અને સમુદ્રમાંથી રોકેટ છોડવામાં આવી રહ્યા છે. નેતન્યાહુએ કહ્યું કે, આજે સવારે હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર ઘાતક હુમલો કર્યો હતો. દુશ્મનને આની કિંમત ચૂકવવી પડશે. અમે હમાસના હુમલાનો જડબાતોડ જવાબ આપીશું. દુશ્મનને આની અભૂતપૂર્વ કિંમત ચૂકવવી પડશે.

BIG NEWS : ગાઝામાં ઈઝરાઈલનો કાઉન્ટર એટેક, હુમલામાં 200થી વધુ લોકો માર્યા  ગયા, સેંકડો ઘાયલ

આજે શાળાઓમાં રજા જાહેર
ઈઝરાયેલમાં આજે એટલે કે રવિવારે શાળાઓમાં રજાના આદેશ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં રવિવારે શાળામાં રજા નથી હોતી. ઈઝરાયેલી બ્લડ બેંક રક્તદાન માટે કહી રહી છે અને દરેક જગ્યાએ એક ખાસ સ્થિતિનું આહ્વાન કરવામાં આવ્યું છે. આજે શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સાડા પાંચ મિલિયન ઈઝરાયેલીઓ કાં તો શેલ્ટરોમાં છે અથવા તેની આસપાસ છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. 

ઈઝરાઈલી PM નેતન્યાહૂનું મોટું એલાન, 'આતંકીઓને એવો પાઠ ભણાવીશું, જેની તેમને  કલ્પના પણ નહીં હોય' I We Are At War": <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/israel' title='Israel'>Israel</a> PM After Hamas Fires 5,000  Rockets From Gaza

શું છે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદ?
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદ 100 વર્ષથી વધુ જૂનો છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટ્ટોમન સલ્તનતની હાર પછી, બ્રિટને પેલેસ્ટાઈન તરીકે ઓળખાતા ભાગ પર નિયંત્રણ મેળવ્યું. તે સમયે ઈઝરાયેલ નામનો કોઈ દેશ નહોતો. ઇઝરાયેલથી પશ્ચિમ કાંઠા સુધીનો વિસ્તાર પેલેસ્ટિનિયન પ્રદેશ તરીકે ઓળખાતો હતો. લઘુમતી યહૂદીઓ અને બહુમતી આરબો અહીં રહેતા હતા. પેલેસ્ટિનિયન લોકો અહીં રહેતા આરબો હતા, જ્યારે યહૂદી લોકો બહારથી આવ્યા હોવાનું કહેવાય છે. પેલેસ્ટાઈન અને યહૂદીઓ વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયે બ્રિટનને પેલેસ્ટાઈનને યહૂદી લોકો માટે 'રાષ્ટ્રીય ઘર' તરીકે સ્થાપિત કરવા કહ્યું. યહૂદીઓ માનતા હતા કે આ તેમના પૂર્વજોનું ઘર હતું. બીજી બાજુ, પેલેસ્ટિનિયન આરબો અહીં પેલેસ્ટાઈન નામનો નવો દેશ બનાવવા માંગતા હતા. તેમણે બ્રિટનના નવા દેશ બનાવવાના પગલાનો સખત વિરોધ કર્યો. આ રીતે પેલેસ્ટાઈન-ઈઝરાયેલ વિવાદ શરૂ થયો.

નવા દેશના નિર્માણની શરૂઆત
1920 અને 1940 વચ્ચે યુરોપમાં યહૂદીઓ પર અત્યાચારો થયા હતા. યહૂદીઓ ત્યાંથી ભાગી ગયા અને વતનની શોધમાં અહીં આવવા લાગ્યા. યહૂદીઓ માનતા હતા કે આ તેમની માતૃભૂમિ છે અને તેઓ અહીં પોતાનો દેશ બનાવશે. આ દરમિયાન યહૂદીઓ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસા પણ થઈ હતી. 1947માં યુનાઈટેડ નેશન્સે યહૂદીઓ અને આરબો માટે અલગ દેશ બનાવવા માટે મત માંગ્યો. સંયુક્ત રાષ્ટ્રએ પણ કહ્યું કે જેરુસલેમને આંતરરાષ્ટ્રીય શહેર બનાવવામાં આવશે. જોકે યહૂદીઓએ સંયુક્ત રાષ્ટ્રના આ નિવેદનનો સ્વીકાર કર્યો હતો, પરંતુ આરબ લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ કારણોસર તેનો ક્યારેય અમલ થયો નથી. જ્યારે બ્રિટન દ્વારા આ સમસ્યાનો ઉકેલ ન આવી શક્યો ત્યારે તે અહીંથી ચાલ્યો ગયો. પછી 1948 માં, યહૂદી નેતાઓએ ઇઝરાયેલ બનાવવાની જાહેરાત કરી. પેલેસ્ટિનિયનોએ તેનો વિરોધ કર્યો અને આ રીતે બંને પક્ષો વચ્ચે પ્રથમ યુદ્ધ શરૂ થયું. યુદ્ધવિરામ અમલમાં આવ્યો ત્યાં સુધીમાં ઇઝરાયેલનો મોટો હિસ્સો હતો.

જેરૂસલેમ પર વિવાદ
જોર્ડન અને ઇજિપ્ત જેવા આરબ દેશો પેલેસ્ટિનિયન લોકો માટે લડ્યા. પરંતુ તેમની હારને કારણે પેલેસ્ટાઈન એક નાના ભાગ સુધી સીમિત રહી ગયું. જોર્ડનના તાબામાં આવેલી જમીનનું નામ વેસ્ટ બેંક હતું. જ્યારે ઇજિપ્તના કબજામાં આવેલ વિસ્તારને ગાઝા પટ્ટી કહેવામાં આવતું હતું. તે જ સમયે, જેરુસલેમ શહેરને પશ્ચિમમાં ઇઝરાયેલી સુરક્ષા દળો અને પૂર્વમાં જોર્ડનના સુરક્ષા દળો વચ્ચે વહેંચવામાં આવ્યું હતું. આ બધુ કોઈપણ શાંતિ કરાર વિના કરવામાં આવ્યું હતું.

જ્યારે 1967 માં ફરીથી યુદ્ધ શરૂ થયું, ત્યારે આ સમયે ઇઝરાયેલે પૂર્વ જેરુસલેમ તેમજ પશ્ચિમ કાંઠે અને ગાઝા પટ્ટી પર કબજો કર્યો. ઇઝરાયેલ ગાઝામાંથી ખસી ગયું, પરંતુ પશ્ચિમ કાંઠે નિયંત્રણ ચાલુ રાખ્યું. ઇઝરાયેલ પૂર્વ જેરુસલેમને તેની રાજધાની તરીકે દાવો કરે છે, જ્યારે પેલેસ્ટિનિયન તેને તેમની ભાવિ રાજધાની માને છે. મોટાભાગના પેલેસ્ટિનિયન હજુ પણ પશ્ચિમ કાંઠે રહે છે, જ્યારે કેટલાક લોકો ગાઝા પટ્ટીમાં રહે છે.

જેરુસલેમ શહેર ત્રણેય ધર્મો, યહુદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અલ-અક્સા મસ્જિદ જેરુસલેમમાં હાજર છે, જે ઇસ્લામની સૌથી પવિત્ર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. અહીં ટેમ્પલ માઉન્ટ પણ છે, જ્યાં યહૂદી ધર્મના લોકો પ્રાર્થના કરે છે. તે જ સમયે, ચર્ચ ઓફ હોલી સ્પિરિટ જેરુસલેમમાં ખ્રિસ્તીઓના ક્વાર્ટરમાં હાજર છે, જે તેમનું મુખ્ય સ્થાન છે. આ સ્થાન ઈસુ ખ્રિસ્તના મૃત્યુ, વધસ્તંભ અને પુનરુત્થાનની વાર્તાનું કેન્દ્ર છે. આ જ કારણ છે કે આ શહેરને લઈને ત્રણેય ધર્મના લોકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ