બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / Is your stomach rumbling? So beware, you are a victim of this serious problem

હેલ્થ ટિપ્સ / તમારા પેટમાંથી ગુડગુડ અવાજ આવે છે? તો સાચવજો, આ ગંભીર સમસ્યાનો શિકાર છો

Megha

Last Updated: 03:40 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

health tips: પેટ ખરાબ થવું કે કારણ વગર તેમાંથી ગુડગુડ અવાજ આવવો પણ સામાન્ય છે પણ લાંબા સમય સુધી આ પરેશાની પર ધ્યાન ન આપવાથી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.

  • પેટ ખરાબ થવું કે કારણ વગર તેમાંથી ગુડગુડ અવાજ આવે છે?
  • લાંબા સમયથી આ પરેશાની હોય તો તેને ઇગ્નોર ન કરશો
  • આંતરડાંના કેન્સર પહેલાં આવી સમસ્યા થતી હોય છે

આજના સમયમાં દર ત્રીજી વ્યક્તિને પેટ ખરાબ હોવાની ગંભીર સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં પેટ ખરાબ થવું કે કારણ વગર તેમાંથી ગુડગુડ અવાજ આવવો પણ સામાન્ય છે. યોગ્ય સમયે ભોજન ન કરવાથી પણ તેમ થઈ શકે છે. ખાલી પેટમાં ગેસ બનવાથી પેટમાં ભારેપણું અનુભવાય છે. લાંબા સમયથી આ પરેશાની હોય તો તેને ઇગ્નોર ન કરશો. આ પરેશાની પર ધ્યાન ન આપવાથી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. લાંબા સમય સુધી દવાનું સેવન કરો તો પણ પેટમાં ગુડગુડ અવાજ આવે છે. આવા સંજોગોમાં ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કે એક્સ-રે કરાવવાનું પણ કહે છે, કેમ કે આંતરડાંના કેન્સર પહેલાં આવી સમસ્યા થતી હોય છે. તેથી કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તેની અવગણના ન કરતાં નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરો, જેથી બીમારીનો ઇલાજ સમયસર થઈ શકે.

પેટમાં અવાજ આવવાનાં આ કારણો પણ જાણી લો
- ખાસ કરીને લોકો ભોજનને સારી રીતે અને ચાવીને ખાતા નથી. તેથી પેટમાં ગેસ ભરાઈ જાય છે. તેથી જ્યારે ભોજન અન્નનળીથી નીચે ઊતરે છે તો સાથે હવા પણ અંદર પ્રવેશે છે. આ કારણે પેટમાંથી અવાજ આવવા લાગે છે. 
- ભોજનને પચાવવાની પ્રક્રિયાના સમયે જ્યારે એન્ઝાઇમ્સથી જમવાનું તૂટે છે તો પેટમાં ગેસ બને છે, જે પેટમાંથી અવાજ નીકળવાનું કારણ બને છે.
- કેટલાય કલાકો સુધી કંઈ પણ ખાધા વગર પેટમાં ગેસ થઈ શકે છે, તેનાથી પાચનતંત્ર નબળું પડે છે અને પેટમાંથી અવાજ આવવા લાગે છે. 
શું ધ્યાન રાખશો?
- જમવામાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર પદાર્થોનું સેવન કરો. આદુંને તમારા ડેઇલી રૂટિનમાં સામેલ કરો


- વધુ સમય સુધી ભૂખ્યા રહેવાથી બચો. ભૂખ લાગે તો તાત્કાલિક ચાવીને ભોજન કરો.
- ચા-કોફીનું સેવન ઓછી માત્રામાં કરો
- કોબીજ, બ્રોકલી, બીન્સ વગેરે વસ્તુઓના સેવનથી ગેસની સમસ્યા થાય છે. તેના સેવનથી બચો. રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીઓ.
- સૌથી ખાસ ઉપાય-યોગ્ય માત્રામાં ઊંઘ લો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ