બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Is this a market? Take this phone', CJI Chandrachud got angry seeing the lawyer talking on mobile

ટકોર / 'આ કોઇ બજાર છે? આમનો ફોન લઇ લો', વકીલને મોબાઇલ પર વાત કરતા જોઇ ભડક્યાં CJI ચંદ્રચૂડ

Priyakant

Last Updated: 03:34 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court News: ચીફ જસ્ટિસે કહ્યું કે, ન્યાયાધીશો માત્ર ફાઇલને જ જોતા નથી, પરંતુ કોર્ટમાં શું ચાલી રહ્યું છે તેના પર પણ નજર રાખે છે. તેમની આંખો સર્વત્ર છે

  • ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સોમવારે એક વકીલ પર ગુસ્સે થયા
  • કોર્ટમાં વકીલ ફોન પર વાત કરતાં ચીફ જસ્ટિસે આપ્યો ઠપકો 
  • વકીલે માફી માંગતા CJIએ કહ્યું હવે ધ્યાન રાખજો 

Supreme Court : ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સોમવારે એક વકીલ પર ગુસ્સે થયા અને તેમને સખત ઠપકો આપ્યો હતો. વાત જાણે એમ છે કે, ચીફ જસ્ટિસ ચંદ્રચુડ તેમની કોર્ટ (સુપ્રીમ કોર્ટ)માં સુનાવણી માટે બેઠા ત્યારે તેમની નજર એક વકીલ પર પડી. તે ફોન પર વાત કરી રહ્યા હતા. આ જોઈને CJI ખૂબ ગુસ્સે થઈ ગયા. CJIએ વકીલને અટકાવીને કહ્યું કે, અહીં આવો..., શું આ બજાર છે? CJIએ તેમના સ્ટાફને વકીલનો મોબાઈલ ફોન પણ લઈ લેવા કહ્યું હતું. 

File Photo

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે વકીલને ઠપકો આપ્યા બાદ વકીલે માફી માંગી હતી. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે વકીલને ચેતવણી આપતા કહ્યું કે, આગલી વખતે સાવચેત રહો, ફરી આવી ભૂલ ન કરો. ચીફ જસ્ટિસે આગળ કહ્યું કે, ન્યાયાધીશો માત્ર ફાઇલને જ જોતા નથી, પરંતુ કોર્ટમાં શું ચાલી રહ્યું છે તેના પર પણ નજર રાખે છે. તેમની આંખો સર્વત્ર છે.

File Photo

એક વ્યક્તિએ CJI  પાસેથી કેસની સુનાવણી કરવાનો આગ્રહ કર્યો 
સોમવારે બીજી ઘટના CJI DY ચંદ્રચુડની કોર્ટમાં બની હતી. કેસોની યાદી દરમિયાન એક અરજદારે CJIને કહ્યું કે, તે ભૂતપૂર્વ ન્યાયિક અધિકારી છે. અરજદારે કહ્યું કે, હું ન્યાયની આશામાં સુપ્રીમ કોર્ટના કોરિડોરમાં ભટકી રહ્યો છું. હું 1970માં હિમાચલ પ્રદેશ ન્યાયતંત્રમાં જોડાયો હતો. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે જસ્ટિસ હૃષિકેશ રોય સમક્ષ તમારો કેસ લિસ્ટ કરીશું. અરજદારે CJIને અપીલ કરી અને તેમને આ મામલાની સુનાવણી કરવા વિનંતી કરી. તેના પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે હું બંધારણીય બેંચમાં છું. આવી સ્થિતિમાં તમારો કેસ પાછળ રહી જશે. અરજદારે ફરી પોતાની વાત દોહરાવી અને કહ્યું કે તમે મારો કેસ સાંભળો. આના પર CJIએ કહ્યું ઠીક છે, અમારી સાથે પોસ્ટ કરો તારીખ મળતાં જ તમને મળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

CJI ચંદ્રચૂડ Supreme Court ચીફ જસ્ટિસ ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ Supreme Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ