બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / IPS Rupa VS IAS Rohini: Catfight on social media, dispute reaches Supreme Court

કર્ણાટક / IPS રૂપા VS IAS રોહિણી: સોશ્યલ મીડિયા પર કેટફાઇટ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો વિવાદ... જાણો બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે કેમ થયો ઝઘડો

Priyakant

Last Updated: 03:11 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPS Rupa VS IAS Rohini Latest News: સુપ્રિમ કોર્ટે બંને વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચાલી રહેલા વિવાદ પરસ્પર વાતચીતથી ઉકેલ ન આવવા પર નિરાશા વ્યક્ત કરી

  • કર્ણાટકના IAS રોહિણી સિંધુરી અને IPS ડી રૂપા મૌદગીલ વચ્ચે વિવાદ 
  • IAS અને IPS અધિકારીઓ આવી રીતે લડશે તો વહીવટી કામનું શું થશે? : સુપ્રીમ કોર્ટ 
  • સુપ્રીમ કોર્ટે બંનેને પરસ્પર સહમતિથી બેઠક કરીને આ મામલો ઉકેલવા જણાવ્યું

IPS Rupa VS IAS Rohini : કર્ણાટકના બે વરિષ્ઠ અધિકારી IAS રોહિણી સિંધુરી અને IPS ડી રૂપા મૌદગીલ આ દિવસોમાં મીડિયા હેડલાઇન્સમાં છે. વાત જાણે એમ છે કે, આ બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટને લઈને છે. સુપ્રિમ કોર્ટે બંને વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચાલી રહેલા વિવાદ પરસ્પર વાતચીતથી ઉકેલ ન આવવા પર નિરાશા વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, જો IAS અને IPS અધિકારીઓ આવી રીતે લડશે તો વહીવટી કામનું શું થશે? સુપ્રીમ કોર્ટે IPS ઓફિસર ડી. રૂપાને IAS ઓફિસર રોહિણી સિંદુરી વિરુદ્ધ પોસ્ટ કરેલી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરવા કહ્યું છે. અને કહ્યું કે, એક મેસેજ પણ પોસ્ટ કરો કે, તે તમામ વાંધાજનક પોસ્ટ દૂર કરવા જઈ રહી છે. નોંધનિય છે કે, બંને મહિલા IAS-IPS અધિકારીઓએ લગભગ 8 મહિના પહેલા એકબીજા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લડાઈને પગલે વિવાદ વધતાં કર્ણાટક સરકારે તેમને તેમના પદ પરથી હટાવ્યા હતા.
 
આ વિવાદ સમયે IAS સિંધુરી હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સના કમિશનર હતા. જ્યારે ડી રૂપા કર્ણાટક સ્ટેટ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં IPS ડી રૂપાએ રોહિણી સિંધુરી પર પુરુષ અધિકારીઓ સાથે તેના અંગત ફોટા શેર કરવાનો આરોપ લગાવ્યો હતો. ડી રૂપાએ સોશિયલ મીડિયા પર રોહિણીની કેટલીક અંગત તસવીરો પણ પોસ્ટ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, આ તસવીરો રોહિણીએ પોતે ત્રણ પુરુષ IPS અધિકારીઓને મોકલી હતી.

રોહિણીએ દાખલ કર્યો કેસ 
IAS રોહાની સિંધુરીએ ડી રૂપા વિરુદ્ધ સબઓર્ડિનેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. રોહિણીએ આરોપ લગાવ્યો હતો કે, ડી રૂપાએ છેડતીના ઈરાદાથી તેના અંગત, સામાજિક અને વ્યાવસાયિક જીવન વિશે ખોટા નિવેદનો કર્યા હતા. તેણે માનહાનિનો દાવો કર્યો અને તેના બદલામાં તેમણે ડી રૂપા પાસેથી 1 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી.

IPS રૂપે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી 
આ તરફ IPS ઓફિસર રૂપાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની સામે ચાલી રહેલા અપરાધિક માનહાનિના કેસને ફગાવી દેવાની વિનંતી કરી છે. દરમિયાન બુધવારે સુપ્રીમ કોર્ટે બંનેને પરસ્પર સહમતિથી બેઠક કરીને આ મામલો ઉકેલવા જણાવ્યું હતું. પરંતુ ગુરુવારે જસ્ટિસ એએસ ઓકાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચને કહેવામાં આવ્યું હતું કે બંને વચ્ચે આ મામલો ઉકેલી શકાયો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ