બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Virat Kohli video call to Anushka, gave a cute expression to Akay and vamika

Video / RCBની જીત બાદ વિરાટ કોહલીએ અનુષ્કાને કર્યો વિડીયો કોલ, અકાય અને વામિકાને જોઈને આપ્યા ક્યૂટ એકપ્રેશન

Megha

Last Updated: 08:57 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. આ પછી તે તેની પત્ની સાથે વીડિયો કોલ કરતો જોવા મળ્યો હતો.

બેંગલુરુમાં RCB vs PBKS મેચ સમાપ્ત થયા બાદ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. હવે એ વાત તો જાણીતી જ છે કે અનુષ્કા તેના બાળકો સાથે લંડનમાં છે અને વિરાટ અહીં ભારતમાં મેચ રમી રહ્યો છે. આ દરમિયાન, વિરાટે તેની મેચ રમ્યા પછી તેના પરિવાર સાથે ફેસટાઈમ કર્યો, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. આ પછી તે તેની પત્ની સાથે વીડિયો કોલ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી તેની પત્ની સાથે તેના બાળકો સાથે વાત કરી રહ્યો હતો. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા એક વીડિયોમાં, વિરાટને રમુજી ચહેરાઓ બનાવતા અને વર્ચ્યુઅલ કૉલ દ્વારા તેના બાળકો અને પત્ની સાથે સુંદર પળો શેર કરતા જોઈ શકાય છે. સાથે જ એમ પણ જોઈ શકાય છે કે તે વિડીયો કોલ પર ફ્લાઈંગ કિસ આપી અને ઘણી વાતો બાદ થોડા સમય પછી કોલ કરવાનું પણ કહી રહ્યો છે. 

વિરાટ અને અનુષ્કા વચ્ચે ફરી એકવાર આ ક્યૂટ કેમેસ્ટ્રી જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર ઘણા એમના ઘણા વખાણ કરી રહ્યા છે. જાણીતું છે કે વિરાટ કોહલીએ બે મહિનાના વિરામ બાદ IPL 2024માં પ્રવેશ કર્યો. તે છેલ્લે આ વર્ષે જાન્યુઆરીમાં પ્રોફેશનલ મેચ રમતા જોવા મળ્યો હતો. આ પછી હવે માર્ચમાં તે IPL રમવા આવ્યો હતો. 

વધુ વાંચો: RCB સામે હાર બાદ શિખર ધવને જણાવ્યા મેચના ટર્નિંગ પોઈન્ટ, કહ્યું "અમારે આની કિંમત ચૂકવવી પડી..."

વિરાટ ફેબ્રુઆરીમાં બીજા બાળકનો પિતા બન્યો અને પત્ની અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. અકાયના જન્મના કારણે વિરાટ કોહલીરમતથી દૂર હતો અને હવે વીડિયોમાં જોઈ શકાય છે કે તે તેને અને તેના પરિવારને મિસ કરી રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ