બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 After the loss to RCB, Shikhar Dhawan described the turning point of the match

IPL 2024 / RCB સામે હાર બાદ શિખર ધવને જણાવ્યા મેચના ટર્નિંગ પોઈન્ટ, કહ્યું "અમારે આની કિંમત ચૂકવવી પડી..."

Megha

Last Updated: 08:57 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની મેચમાં પંજાબ કિંગ્સે છ વિકેટે 176 રન બનાવ્યા હતા તો RCB તરફથી કિંગ કોહલીએ 49 બોલમાં 77 રન બનાવ્યા અને ચાર બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હોળીના દિવસે તેમના હોમ ગ્રાઉન્ડ પર જીતના રંગો ફેલાવ્યા અને આઈપીએલની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. વિરાટ કોહલીની આક્રમક અડધી સદીના કારણે આરસીબીએ 177 રનનો લક્ષ્યાંક ચાર બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. 

જાણીતું છે કે ગઇકાલની આ મેચમાં RCB તરફથી કિંગ કોહલીએ 49 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. બીજી તરફ પંજાબ તરફથી કેપ્ટન શિખર ધવન અને જીતેશ શર્માની શાનદાર ઇનિંગ્સના આધારે પંજાબ કિંગ્સે ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ પર છ વિકેટે 176 રન બનાવ્યા હતા. 

એવામાં હવે RCB તરફથી મળેલી આ હાર બાદ પંજાબના કેપ્ટન શિખર ધવને કહ્યું કે, 'આ એક સારી મેચ હતી. અમે રમતમાં પાછા આવ્યા અને ફરીથી અમે તેને હારી ગયા. અમે 10-15 રન ઓછા બનાવ્યા. મેં પ્રથમ છ ઓવરમાં થોડી ધીમી રમી હતી. તે 10-15 રન અમને મોંઘા પડ્યા અને કેચ છૂટ્યો તે પણ તેનું કારણ હતું.'

'હવે જો ટર્નિંગ પોઈન્ટની વાત કરીએ તો, વિરાટ કોહલીએ 70 થી વધુ રન બનાવ્યા અને અમે એક ક્લાસ પ્લેયરનો કેચ છોડ્યો, અમારે તેની કિંમત ચૂકવવી પડી. જો અમે તે કેચ પકડી લીધો હોત તો અમને બીજા બોલથી મોમેન્ટમ મળત. પરંતુ અમે ત્યાં ગતિ ગુમાવી દીધી અને પછી અમારે તેની કિંમત ચૂકવવી પડી.'

વધુ વાંચો: RCBની જીત બાદ વિરાટ કોહલીએ અનુષ્કાને કર્યો વિડીયો કોલ, અકાય અને વામિકાને જોઈને આપ્યા ક્યૂટ એકપ્રેશન

આગળ એમને કહ્યું કે, 'મેચ છેલ્લી ઓવર સુધી ચાલી, અંતે પણ અમે થોડી સારી બોલિંગ કરી શક્યા હોત. હરપ્રીત બ્રાર ખરેખર સારી બોલિંગ કરે છે અને ખાસ કરીને ડાબા હાથના બેટ્સમેન સામે, તેણે જે રીતે દબાણને હેન્ડલ કર્યું અને અમને સફળતા અપાવી તે જબરદસ્ત છે.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news RCB Shikhar Dhawan Virat Kohli શિખર ધવન IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ