બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:11 AM, 1 April 2024
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે ક્રિકેટ ઈતિહાસમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને અત્યાર સુધી દુનિયાના કોઈ પણ વિકેટકીપર સ્પર્શી નથી શક્યા. ધોનીએ આ ઐતિહાસિક રેકોર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનમાં બનાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હકીકતે રવિવારે વિશાખાપટનમના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં ધોનીએ સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના બોલ પર પૃથ્વી શોને વિકેટની પાછળથી કેચ આઉટ કર્યા.
કાર્તિકની પાસે પણ કામરાનને પછાડવાની તક
આ રીતે ધોની ઓવરઓલ ટી20 ક્રિકેટમાં 300 શિકાર કરતા દુનિયાના પહેલા વિકેટકીપર બની ગયા છે. આ લિસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર કામરાન અકમલ અને ભારતના દિનેશ કાર્તિક સંયુક્ત રીતે બીજા નંબર પર છે. જેમણે બરાબર 274 વિકેટ લીધી છે.
કાર્તિક હજુ પણ IPL રમી રહ્યા છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યા છે. એવામાં તેમની પાસે હાલ કામરાનને પછાડવાની તક છે. તેના બાદ ત્રીજા નંબર પર સાઉથ આફ્રીકાના વિકેટકીપર ક્વિંટન ડિકોક અને ઈંગ્લેન્ડના જોસ બટલર છે. આ પણ હાલ ક્રિકેટ રમી રહ્યા છે.
ટી20 ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.