બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Auction indian premier league auction will crosses 20 crore this time

IPL 2024 / 20 કરોડને પાર જતી રહેશે બોલી... IPL 2024 Auction માં તૂટી જશે સૌથી મોંઘા ખેલાડીનો બ્લોકબસ્ટર રેકોર્ડ?

Arohi

Last Updated: 12:14 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Auction: આઈપીએલ 2024ની હરાજી પહેલા કઈ કઈ ફ્રેન્ચાઈઝી સૌથી વધારે ખર્ચ કરશે અને શું 20 કરોડની બોલી લાગશે? શું સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તૂટી જશે? આ સવાલ બધાના મનમાં છે.

  • આ વખતે 20 કરોડને પાર પહોંચશે બોલી? 
  • તૂટી જશે આઈપીએલનો આ રેકોર્ડ? 
  • આજે થશે IPL 2024 Auction

IPL 2024 પ્લેયર ઓક્શનમાં 333 ક્રિકેટર શામેલ થશે. આ ઓક્શન આજે દુબઈના કોકા-કોલા એરિનામાં છે. કુલ 332 ખેલાડીઓ પર હોલી લાગશે. આઈપીએલનું મિની ઓક્શન ભારતીય સમયાનુસાર બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. સૌથી મોટો સવાલ છે કે આ વખતે 20 કરોડ રૂપિયાની બોલીનું મીટર પાર થશે કે નહીં. 

આઈપીએલનું હાલનું મિની ઓક્શન જોવામાં આવે તો આ ખૂબ જ એક્સાઈટિંગ થઈ ગયું છે. અત્યાર સુધી આઈપીએલના ઈતિહાસમાં ચાર વખત એવું થયું જ્યારે 10 ફ્રેન્ચાઈઝી ટીમે 15 કરોડ રૂપિયાની બોલી પાર કરી હોય. 

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરેને ગયા વર્ષે હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો હતો. પંજાબ કિંગ્સે તેમને 18.5 કરોડમાં ખરીદ્યા હતા. હકીકતે 2022 ટી20 વિશ્વ કપ કુરેને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'ની ટ્રેફિટ જીતી હતી. 

કોણ હશે IPL 2024 ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી 
IPL 2024ની હરાજીથી પહેલા સૌથી મોટો સવાલ 20 કરોડની બોલીની સંભાવનાને લઈને છે. ત્યાં જ કયો ખેલાડી સૌથી મોંધો હાઈ શકે છે. શું મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બની શકે છે? તેના પર પણ નજર રહેશે. સ્ટાર્કને જોઈને એ વાત પર મોહોર લગાવી શકાય છે. 

તેમનામાં આઈપીએલની ઈંગ્રીડેન્ટ્સના હિસાબથી બધા ગુણ છે. તે લાંબા ફાસ્ટ બોલર છે. જે મેચ વખતે ક્યારેય પણ કોઈ પણ સ્થિતિમાં બોલિંગ કરી શકે છે. સ્વિંગના મહારથી છે. 'ચેન્જ ઓફ પેસ' તેમની મોટી ક્લોવિટી છે. તેમને બેસ રેટ 2 કરોડ રૂપિયા છે. 

શું ODI વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન પેટ કમિંસ પણ ઓક્શનમાં મોંઘા સાબિત થઈ શકે છે? હકીકતે, આઈપીએલ ઓક્શનમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની હંમેશા ભારે માંગ રહી છે. 2023માં કુરેન, બેન સ્ટોક્સ 16.25 કરોડ  અને કેમરૂન ગ્રીન 17.50 કરોડમાં વેચાયા 

2020માં કમિંસને કલકતા નાઈટ રાઈડર્સે 15.50 કરોડમાં પોતાની સાથે જોડ્યા હતા. 30 વર્ષીય કમિંસની સાથે એક પ્લસ પોઈન્ટએ પણ છે કે તેમને 2023માં ડબ્લ્યૂટીસી અને વનડે વિશ્વ કપ ફાઈનલમાં ભારતને હરાવ્યું અને ઈંગ્લેન્ડમાં એશેઝ યથાવત રાખી. આ પ્રકારે તેમને વર્ષના કેપ્ટન ઓફ ધ યર તો કહી જ શકાય. 

રચિન રવીંન્દ્ર હશે એક્સ ફેક્ટર...
તેના ઉપરાંત સાઉથ આફ્રીકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી, વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના શાનદાર બેટ્સમેન રચિન રવીંદ્ર પણ એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. હકીકતે રચિનની ક્વોલિટી એ રહી કે તે પાર્ટટાઈમ સારા સ્પિનર પણ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Auction IPL 2024 Indian Premier League હરાજી IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ