બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Interesting love story of Hardik Pandya and Natasha Stankovic dirst met in night club and then

લવ સ્ટોરી / પહેલીવાર મળ્યા ત્યારે હાર્દિકને ઓળખી જ નહોતી શકી નતાશા... અનોખા અંદાજમાં કર્યું પ્રપોઝ, પછી બે વાર કર્યા લગ્ન

Megha

Last Updated: 03:48 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક મુંબઈની એક ક્લબમાં રાત્રે 1 વાગ્યે મળ્યા હતા, હાર્દિકે તે સમયે ગળામાં જાડી ચેન અને માથામાં કેપ પહેરેલી હતી અને નતાશા તેને ઓળખી શકી નહતી

  • હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકની લવસ્ટોરી જાણવા માટે લોકો આતુર છે
  • રાત્રે 1 વાગ્યે ક્લબમાં મળ્યા હતા હાર્દિક અને નતાશા
  • આ લવ બર્ડ્સે તેમના પ્રેમની જાણ દુનિયાને કરી કઈંક આ રીતે કરી હતી

જેમ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ક્રિકેટની દુનિયામાં કોઈ પરિચયની જરૂર નથી. ક્રિકેટની સાથે સાથે તે તેના અંગત જીવન અને ખાસ કરીનેને તેના પ્રેમજીવનને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. ભલે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક 31 મે 2020 ના રોજ તેમના સંબંધોને નામ આપી દીધું હતું એ છતાં આજ સુધી એ બંનેની લવસ્ટોરી જાણવા માટે લોકો આતુર છે.  જણાવી દઈએ કે વર્ષ 2020 માં જ, 30 જુલાઈની તારીખ બંને માટે ખાસ હતી જેના કારણે તેમના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. 30 જુલાઈના રોજ હાર્દિક અને નતાશાના પુત્રનો જન્મ થયો હતો, જેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તેમના પ્રેમની શરૂઆત કેવી રીતે થઈ.

આ રીતે મળ્યા હાર્દિક અને નતાશા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક મુંબઈની એક નાઈટ ક્લબમાં ખૂબ જ રસપ્રદ રીતે મળ્યા હતા. બંને રાત્રે 1 વાગે મળ્યા હતા. તે સમયે હાર્દિક જ્યારે ક્લબમાં પ્રવેશ્યો ત્યારે તેણે ગળામાં જાડી ચેન અને માથામાં કેપ પહેરેલી હતી. નતાશાને પહેલા તો તેને ઓળખી શકી નહતી. જો કે, નતાશાને હાર્દિકની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી જે પછીથી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. પહેલા તો હાર્દિક અને નતાશાએ પોતાના પ્રેમને દુનિયાની નજરથી દૂર રાખ્યો હતો, પરંતુ બાદમાં આ 2 લવ બર્ડ્સે તેમના પ્રેમની જાણ દુનિયાને કરી હતી.

આ રીતે એમના પ્રેમની જાણ દુનિયાને કરી હતી.
હાર્દિક અને નતાશાએ નવા વર્ષના દિવસે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી, રોમેન્ટિક કેપ્શન લખ્યા હતા. જ્યારે તેણે પોતાનો પ્રેમ જાહેર કર્યો ત્યારે દરેક પ્રેમી તેમની સ્ટાઈલના ફેન બની ગયા હતા. જણાવી દઈએ કે આ પછી બધા તેની સ્ટાઈલના ફેન બની ગયા હતા. હાર્દિકે તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, 'મૈં તેરા, તુ મેરી, જાને સારા હિન્દુસ્તાન...' વાસ્તવમાં, આ તસવીરો દ્વારા હાર્દિકે ન માત્ર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો પરંતુ નતાશાનો પરિચય કરાવતાની સાથે હાર્દિકે તેની સગાઈ વિશે પણ માહિતી આપી હતી. આ સિવાય તેણે પોતાના પહેલા બાળકની દુનિયામાં પ્રવેશ વિશે પણ માહિતી આપી હતી.

બે વાર કર્યા લગ્ન 
વર્ષ 2020 દરમિયાન કોરોના અને લોકડાઉનને કારણે હાર્દિક અને નતાશાએ કોર્ટમાં ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. જણાવી દઈએ કે નતાશા મૂળ સર્બિયાની છે. તેણે પોતાનો અભ્યાસ સર્બિયામાં જ પૂરો કર્યો. નતાશાએ ઘણી હિન્દી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા છે. તે ડીજે વાલે બાબુ ગીતને લઈને સૌથી વધુ ચર્ચામાં છે. કહેવાય છે કે કોર્ટ મેરેજને કારણે હાર્દિકની લગ્નની ઈચ્છા પૂરી થઈ ન હતી. આવી સ્થિતિમાં, તેણે 14 ફેબ્રુઆરી 2023 ના રોજ હિંદુ રીતિ-રિવાજ અનુસાર ફરીથી ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ