બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Indo-Australian fault line is the reason behind frequent earthquakes in Gujarat

જાણવા જેવું / કેમ ગુજરાતમાં સતત વધી રહ્યાં છે ભૂકંપના આંચકા, જાણો આ રહ્યું મુખ્ય કારણ

Malay

Last Updated: 01:52 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વારંવાર આવતા ભૂકંપ પાછળનું કારણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇન માનવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈનમાં મુખ્ય ટ્રાઇનગેલના લીધે ભૂકંપ આવે છે.

  • કચ્છ, અમરેલી, સુરત સહિતના જિલ્લામાં વધ્યા ભૂકંપના આંચકા 
  • ભૂકંપ વધવા પાછળનું મુખ્ય કારણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇન  
  • પાણીનું પ્રેશર ફોલ્ટ લાઇનમાં ઇફેક્ટ કરતા ઉદભવે છે ભૂકંપ 

ગુજરાતમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. રાજ્યમાં કચ્છ, અમરેલી, સુરત સહિતના જિલ્લામાં ભૂકંપના આંચકા વધ્યા છે. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 3 વાર ધરા ધ્રુજી છે. ગઈકાલે રાત્રે 8.18 વાગ્યે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમરેલીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ પહેલા સવારે 11.50 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમરેલીમાં ગુરુવારે રાત્રે પણ 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો કચ્છમાં 20 દિવસમાં 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ જિલ્લાઓમાં સતત ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

કચ્છમાં 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, રાપરથી 13 km દૂર  કેન્દ્રબિંદુ | An earthquake of magnitude 3.6 was felt in Kutch

ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટના કારણે વધ્યા ભૂકંપના આંચકા
કચ્છ, અમરેલી, સુરત સહિતના જિલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇન માનવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈનમાં મુખ્ય ટ્રાઇનગેલના લીધે ભૂકંપ આવે છે. ટ્રાઇએંગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇનમાં ડિસ્ટર્બનથી ભૂકંપો વધ્યા છે તેવું પણ એક અનુમાન સામે આવ્યું છે. 

તિરોડોથી બની છે નવી-નવી ફોલ્ટ લાઈન
ફોલ્ટ લાઇનને અનુરુપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડી છે. તિરાડો પડતા જ નવી-નવી ફોલ્ટ લાઇનો જમીનમાં બની છે. જેમાંથી એક મેજર ફોલ્ટ લાઇન કચ્છની અને બીજી તાપ્તી ફોલ્ટ લાઇન ખંબાત અખાત, ભરુચ, રાજપીપલા, ડાંગને ઇફેક્ટ કરે છે. તો એક ફોલ્ટ લાઇન ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ઇફેક્ટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મુખ્ય ફોલ્ટ લાઇનમાં 100 ગણી એક્ટિવિટી વધી છે. અગાઉ આવા ભૂકંપો 10 વર્ષે આવતા હતા. જ્યારે હવે ઇન્ડો-ઓસ્ટ્રેલીયા-જાપાનમાં વારંવાર આવે છે. 

Earthquake in Gujarat, epicenter near Surat-Navsari

શા માટે આવે છે ભૂકંપ?
બરફના ગ્લેશિયર પીગળવાથી પાણી દરિયામાં જાય છે. ગ્લેશિયરથી દરિયાનું લેવલ વધતા ધરતી પર પાણીનું પ્રેશર વધે છે. પાણીનું મુખ્ય પ્રેશન દરિયાના બોટમ લેવલમાં પ્રેશર બનાવે છે, જ્યારે પાણીનું પ્રેશન ફોલ્ટ લાઇનમાં પોલાણ કરે છે. પાણીનું પ્રેશર ફોલ્ટ લાઇનમાં ઇફેક્ટ કરતા ભૂકંપ ઉદભવે છે. તાપ્તી ફોલ્ટ લાઇન સરદાર સરોવર યોજનાથી પ્રભાવિત થાય છે. 300થી વધુ સ્કેવર ફૂટમાં યોજનાનું પાણી સતત સંગ્રાયેલુ રહે છે. જેથી પાણીનું વજન ધરતી પર પડવાથી ફોલ્ટ લાઇનને પ્રભાવિત કરે છે. સાથે સરદાર સરોવરની આજુ બાજુ થયેલા બાંધકામ ઇફેક્ટ કરે છે. અન્ય બાંધકામની પ્રવૃતિથી તેના વાયબ્રેશન ફોલ્ટ લાઇનને અસર થાય છે.
 
ભૂકંપ કેટલા ગંભીર?
- ભૂકંપને 3 લેવલમાં માપવામાં આવે છે  
- 3.5 થી 5ની તીવ્રતા નોર્મલ માનવામાં આવે છે. જેમાં ભૂકંપમાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં વસતા લોકો સામાન્ય રીતે આંચકા અનુભવે છે.
- 5થી 7ની તીવ્રતાના ભૂકંપને અસરકારક ભૂકંપ માનવામાં આવે છે. 5થી 7ની તીવ્રતાના ભૂકંપમાં બાંધકામ પણ તૂટે છે. 
- 8થી 10ની તીવ્રતાનો ભૂકંપ વિનાશક માનવામાં આવે છે.

જુઓ શું કહ્યું ભૂસ્તર શાસ્ત્રીએ?

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ