બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / Indigo Incident: Passenger sahil katariya punched co pilot while he was making an announcement
ADVERTISEMENT
દિલ્હીનાં ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનની અંદર એક પાયલટ સાથે પેસેંજરે મારપીટ કરી. સાહિલ કટારિયા નામક યાત્રીએ રવિવારે ઈંડિગો એરલાયન્સનાં કો-પાયલટ અનૂપ કુમારને વિમાનની અંદર એનાઉંસમેન્ટ દરમિયાન મુક્કો મારી દીધો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં આરોપી ઈંડિગો પાયલટને માફી માંગી રહ્યો છે.
Not going to lie - expected this to happen. Did not know it would happen so soon.
— Ravi Handa (@ravihanda) January 15, 2024
Context: a passenger punched an Indigo pilot because the flight was delayed.
And since there are no strong laws in India to prevent this, it will happen again. pic.twitter.com/P3bnTSGAGD
ADVERTISEMENT
ઈંડિગોનાં કો-પાયલટ અનૂપ કુમાર વિમાન ઊડાનમાં થયેલા વિલંબ અંગે એનાઉંસમેંટ કરી રહ્યાં હતાં ત્યારે આરોપી સીટી પરથી ઊઠ્યો અને પાયલટ તરફ આગળ વધ્યો અને તેને એકાએક મુક્કો મારી દીધો. આ સમગ્ર ઘટના એક યાત્રીકે કેમેરામાં કેદ કરી લીધી.આ બાદ રવિવાર સાંજથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ સંબંધમાં કેસ પણ નોંધ્યો છે. ઈંડિગોએ આરોપીને નો ફ્લાઈટ લિસ્ટમાં નાખવાની તૈયારી કરી લીધી છે જેથી તે ક્યારેય પણ વિમાનમાં ન ચડી શકે.
ADVERTISEMENT
And there he goes..
— chandana (@chan2015x) January 15, 2024
"Sorry"
👨✈️"No. No sorry". #Indigo #passenger #airlines pic.twitter.com/Df9nv5ZHX2
ADVERTISEMENT
આરોપીનો માફી માંગવાનો વીડિયો પણ વાયરલ
આ ઘટના બાદ સાહિલ કટારિયાનો પાયલટ અનૂપ સામે હાથ જોડીને માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં અધિકારીઓ સાહિલને વિમાનથી બહાર લઈ જઈ રહ્યાં છે. ત્યારે વિમાનની બહાર ઊભેલા પાયલટ અનૂપને આરોપી જુએ છે અને તેની તરફ આગળ વધે છે. આ દરમિયાન તે હાથ જોડીને પાયલટને કહે છે - સર આપ થે..મેં સોરી બોલતા હૂં... જેના જવાબમાં વીડિયો બનાવી રહેલ વ્યક્તિ બોલે છે- નો સોરી..!
વધુ વાંચો: દીકરીના મધુર સ્વરથી મંત્રમુગ્ધ થયા PM મોદી, સ્ટેજ પરથી બોલાવીને કર્યું સન્માન, જુઓ વીડિયો
ADVERTISEMENT
સાહિલની સામે FIR
દિલ્હી પોલીસે કહ્યું કે અમને ફરિયાદ મળી છે અને અમે કાનૂની કાર્યવાહી કરી રહ્યાં છીએ. પોલીસ અનુસાર ઈંડિગો વિમાનનાં કો-પાયલટ અને અન્ય સુરક્ષાકર્મીઓએ સાહિલ કટારિટાની સામે ફરિયાદ નોંધાવી છે અને તેની ઉપર મારપીટ અને ગેરવર્તણૂકનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સાહિલે કો-પાયલટની સાથે ગેરવર્તણૂક કરી અને પછી મુક્કો માર્યો. આરોપીએ વિમાનની અંદર હંગામો પણ મચાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની સામે કલમ 323, 341, 290 અને 22 એરક્રાફ્ટ રુલ્સ અંતર્ગત FIR કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.